કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયાના એબ્યૂઝ અને મિસયુઝ વિરુદ્ધ યુઝર્સને તેમની ફરિયાદોના સમય સીમા અંતર્ગત નિરાકરણ માટે એક ફોરમ મળવું જોઈએ. એ માટે કંપનીઓએ એક વ્યવસ્થા બનાવવી જોઈએ.
સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદો સાંભળવા માટે એક અધિકારી રાખવો જોઈએ અને તેનું નામ પણ જાહેર કરવું જોઈએ. આ અધિકારીએ 15 દિવસની અંદર ફરિયાદ દૂર કરવાની રહેશે. જો ફરિયાદ ન્યૂડિટીના મુદ્દે હોય તો 24 કલાકની અંદર જ તેની સાથે જોડાયેલી કન્ટેન્ટ હટાવવી જોઈએ. જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટ હટાવો છો તો એ માટે તમારે પૂરતાં કારણો આપવાં પડશે. ખોટી કન્ટેન્ટ પહેલી વખત કોણે નાખી છે એ પણ જણાવવું પડશે. સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે OTT અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલ વિશે કહ્યું છે કે, તેમના ત્યાં પોતાને નિયંત્રિત કરવાની વ્યવસ્થા છે. જે રીતે ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે તેવી જ રીતે વ્યવસ્થા OTT માટે પણ કરવામાં આવે. તેના પર દર્શાવવામાં આવતી કન્ટેન્ટ ઉંમર પ્રમાણેની હોવી જોઈએ.
હિંસા ફેલાવનાર લોકોને પ્રમોટ કરતું પ્લેટફોર્મ બની ગયું છે
રવિશંકર પ્રસાદે કહ્યું છે કે અમારી સામે ફરિયાદ આવી હતી કે સોશિયલ મીડિયા ક્રિમિનલ, આતંકવાદી, હિંસા ફેલાવનાર લોકોને પ્રમોટ કરતું પ્લેટફોર્મ બની ગયું છે. ભારતમાં વ્હોટ્સએપના યુઝર્સ 50 કરોડ છે. ફેસબુકના 41 કરોડ યુઝર્સ છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સની સંખ્યા 21 કરોડ અને ટ્વિટરના 1.5 કરોડ યુઝર્સ થઈ ગયા છે. આ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ અને ફેક ન્યૂઝની ફરિયાદો આવી છે. આ ચિંતાજનક વાત હતી, તેથી અમારી સરકારે આવા પ્લેટફોર્મ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. મીડિયાની આઝાદી લોકતંત્રની આઝાદી છે. પરંતુ દરેક આઝાદી જવાબદારીથી ભરેલી હોય છે.
સોશિયલ મીડિયા માટે નવા નિયમ બનાવ્યા
OTT અને ડિજિટલ ન્યૂઝ માટે ગાઈડલાઈન
OTT અને ન્યૂઝ વેબસાઈટને બેવાર સેલ્ફ રેગ્યુલેશન બનાવવાનો મોકો આપવામાં આવે
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું- ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલની જેમ કરોડો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. જે પ્રેસથી આવે છે એને પ્રેસ કાઉન્સિલનો કોડ ફોલો કરવાનો હોય છે, પરંતુ ડિજિટલ મીડિયા માટે બંધન નથી હોતું. ટીવીવાળા કેબલ નેટવર્ક એક્ટ અંતર્ગત કોડ ફોલો કરે છે, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ માટે આવો કોઈ નિયમ હોતો નથી. સરકારે વિચાર્યું છે કે દરેક મીડિયા પ્લેટફોર્મ માટે એક જ ન્યાયિક વ્યવસ્થા હોય. અમુક નિયમનું પાલન દરેક લોકોએ કરવું પડશે અને એ માટે વ્યવસ્થા બનાવવી પડશે.
એ માટે બંને ગૃહમાં OTT પર 50 સવાલ પૂછવામાં આવ્યા. ત્યાર પછી અમે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં OTT સાથે જોડાયેલા લોકોની મીટિંગ પણ બોલાવી. અમે તેમને સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી હતી, પરંતુ એ ના થયું. બીજી મીટિંગમાં અમે 100 દિવસની અંદર વ્યવસ્થા કરવાનું કહ્યું, એ પણ ન થયું. ત્યાર પછી અમે મીડિયા માટે ઈન્સ્ટિટ્યૂટ સિસ્ટમ તૈયાર કરવા કહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.