• Home
  • National
  • GST collection of Rs 87,422 crore in July, a decrease of Rs 3465 crore as compared to June

લોકડાઉનની અસર / જુલાઈમાં 87,422 કરોડ રૂપિયાનું GST કલેક્શન, જૂનની સરખામણીએ 3465 કરોડ રૂપિયાનો ઘટાડો

નાણાં મંત્રાલએ કહ્યું હતું કે 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી છે.
નાણાં મંત્રાલએ કહ્યું હતું કે 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી છે.
X
નાણાં મંત્રાલએ કહ્યું હતું કે 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી છે.નાણાં મંત્રાલએ કહ્યું હતું કે 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી છે.

  • જુલાઈ 2019માં GSTકલેક્શન 1.02 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો
  • નાણાં મંત્રાલયે કહ્યું- જૂનમાં બાકી ટેક્સનો ઉમેરો થવાના કારણે વધ્યું હતું કલેક્શન

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 07:01 PM IST

નવી દિલ્હી. કોરોનાના વધતા કેસને લઈને દેશના જુદા-જુદા ભાગોમાં લગાવવામાં આવેલા લોકડાઉનની અસર અર્થતંત્ર પર પણ પડી છે. નાણાં મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે, જુલાઈ 2020માં GSTકલેક્શન 87,422 કરોડ રૂપિયા રહ્યું છે.

જૂનની સરખામણીએ જુલાઈમાં કલેક્શનમાં ઘટાડો

આંકડાઓ પ્રમાણે, જુલાઈ મહિનામાં ગત મહિને એટલે કે જૂનની સરખામણીએ GSTકલેક્શનમાં ઘટાડો થયો છે. જૂન 2020માં GSTકલેક્શન 90,917 કરોડ રૂપિયા રહ્યું હતું. આ રીતે જૂનની સરખામણીએ જુલાઈમાં જીએસટી કલેક્શનમાં 3495 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં 87,422 કરોડમાંથી 16,147 કરોડ રૂપિયા સીજીએસટી, 21,418 કરોડ રૂપિયા એસજીએસટી અને 42,592 કરોડ રૂપિયા આઇજીએસટી મળ્યું છે. આ ઉપરાંત 7265 કરોડ રૂપિયા સેસ પણ મળ્યો છે. જુલાઈ 2019માં 1.02 લાખ કરોડ રૂપિયા જીએસટી મળ્યું હતું.

ગત મહિને બાકી ટેક્સ વધુ ચુકવવામાં આવ્યો હતો

નાણાં મંત્રાલયનું કહેવું છે કે જુલાઈની સરખામણીએ જૂનમાં વધુ ટેક્સ કલેક્શન મળ્યો છે. જો કે, મહત્વપૂર્ણ વાત એ છે કે જૂનમાં મોટી સંખ્યામાં એવા કરદાતાઓએ ટેક્સ જમા કરાવ્યો હતો જેમને કોરોનાના કારણે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં રાહત આપવામાં આવી હતી. નાણાં મંત્રાલયે કહ્યું હતું કે 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી હતી.

આ રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો

નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જુલાઈ 2020માં ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને પચ્ચિમ બંગાળમાં જીએસટી કલેક્શનમાં ઘટાડો રહ્યો છે. જ્યારે રાજસ્થાન, નાગાલેન્ડ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ ઘટાડો રહ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી