તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1200 કિમી સાયકલ ચલાવનાર જ્યોતિ:60 દિવસમાં જીવન બદલાયું, 6 લાખ રૂપિયા, ચાર સાયકલ અને ઘણી બધી ગિફ્ટ્સ મળી, કહ્યું - બધું પેટીમાં રાખી દીધું છે, નવું ઘર બનશે ત્યારે બહાર કાઢીશ

એક વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
પોતાના પિતાને ગુરુગામથી દરભંગા સુધી સાયકલ પર બેસાડીને ઘરે લઇ જનાર સાયકલ ગર્લ જ્યોતિને હવે બધા લોકો ઓળખે છે. તેને 6 લાખ રૂપિયાની મદદ અને ચાર નવી સાયકલ ગિફ્ટ તરીકે મળી છે. - Divya Bhaskar
પોતાના પિતાને ગુરુગામથી દરભંગા સુધી સાયકલ પર બેસાડીને ઘરે લઇ જનાર સાયકલ ગર્લ જ્યોતિને હવે બધા લોકો ઓળખે છે. તેને 6 લાખ રૂપિયાની મદદ અને ચાર નવી સાયકલ ગિફ્ટ તરીકે મળી છે.
  • માતાએ કહ્યું, જ્યોતિ આટલી દૂર સાયકલ ચલાવીને આવી તેને કારણે અમારું ઘર બની રહ્યું છે, પરિવારમાં કોઈ કમાનાર નથી અને ઘરમાં જ્યોતિના ત્રણ નાના ભાઈબહેન છે
  • 15 વર્ષની આ છોકરીને રાજકારણીથી લઈને સામાન્ય લોકોએ પૈસા આપ્યા, અઢી લાખ રૂપિયા રોકડ અને બાકીના અકાઉન્ટમાં આવ્યા

પોતાના પિતાને 1200 કિમી સાયકલ ચલાવીને ઘરે લઇ જનાર બિહારની જ્યોતિ અને તેના પરિવારનું જીવન છેલ્લા 60 દિવસમાં સમગ્રપણે બદલાઈ ગયું છે. તેનું ગામ સિરુહુલિયા છે અને જ્યોતિ અને તેનું ગામડું ગયા મહિને ઘણા ફેમસ થયા હતા. ગામડાંની નજીક ગાડી રાખીને પૂછ્યું, જ્યોતિનું ગામ આ જ છે? તો સામે રહેલ વ્યક્તિએ કહ્યું- કોણ જ્યોતિ... તે સાયકલ વાળી? અમે હા કહ્યું તો બોલ્યા, આ ગલીમાં ત્રીજા નંબરનું ઘર તેનું જ છે.

તે ઘર સામે પહોંચ્યા તો જોયું ત્યાં રીનોવેશન કામ ચાલી રહ્યું હતું. અગાસી પર બેઠેલ વ્યક્તિને હાથ ઊંચો કર્યો તો તે નીચે આવ્યા. અમે પૂછ્યું જ્યોતિનું ઘર આ જ છે શું? કહ્યું, જી, આ જ ઘર છે. આ તેનું જ ઘર બની રહ્યું છે. હું તેનો જીજાજી છું. ઘર પાસે જ અમુક મહિલાઓ ઊભી હતી તેમાં જ એક જ્યોતિની માતા ફૂલન દેવી પણ હતી.

પોતાના પિતાને 1200 કિમી સાયકલ ચલાવીને ઘરે લઇ જનાર જ્યોતિનું ઘર બિહારના સીતામઢી જિલ્લાના સિરુહુલિયા ગામડાંમાં છે
પોતાના પિતાને 1200 કિમી સાયકલ ચલાવીને ઘરે લઇ જનાર જ્યોતિનું ઘર બિહારના સીતામઢી જિલ્લાના સિરુહુલિયા ગામડાંમાં છે

તેમણે કહ્યું, હું અને જ્યોતિ જાન્યુઆરીમાં ગુડગાંવ ગયા હતા. મારા પતિ ત્યાં ઈ-રીક્ષા ચલાવતા હતા. દોઢ વર્ષથી ચલાવતા હતા. દસ દિવસ રોકાઈને હું ફેબ્રુઆરીમાં પાછી આવી ગઈ હતી પણ જ્યોતિ ત્યાં રોકાઈ ગઈ. પતિનો એક્સિડન્ટ થયો હતો અને પગ ફ્રેક્ચર થઇ ગયો હતો. આ જ કારણે તેઓ પગે ચાલી શકતા ન હતા. ત્યારપછી જ્યોતિ તેમને સાયકલ પર ઘરે લાવી.

માતાએ કહ્યું કે, જ્યોતિ આટલી દૂર સાયકલ ચલાવીને આવી તેને કારણે જ અમારું ઘર બની રહ્યું છે. જ્યોતિને અઢી લાખ રૂપિયા રોકડ મળ્યા હતા. આ સિવાય અકાઉન્ટમાં પણ પૈસા આવ્યા છે. બધું મળીને અંદાજે 6 લાખ રૂપિયા છે. જે રોકડ આવ્યા છે, તેમાંથી અમે ઘર બનાવી રહ્યા છીએ. તેમણે ખુશ થઈને કહ્યું કે, હવે અમને બધા ઓળખે પણ છે. ઘણા લોકો મળવા ઘરે આવે છે. તેઓ અમને જ્યોતિ સાથે વાત કરવા ઘરની અંદર લઇ ગયા. અંદર જ્યોતિ તેના બે નાના ભાઈઓ અને પિતા સાથે બેઠી હતી.

જ્યોતિને ચાર સાયકલ મળી છે. આ સાથે જ અખિલેશ યાદવે 1 લાખ રૂપિયા, ચિરાગ પાસવાને 51 હજાર અને તેજસ્વી યાદવે 50 હજાર રૂપિયા આપ્યા.
જ્યોતિને ચાર સાયકલ મળી છે. આ સાથે જ અખિલેશ યાદવે 1 લાખ રૂપિયા, ચિરાગ પાસવાને 51 હજાર અને તેજસ્વી યાદવે 50 હજાર રૂપિયા આપ્યા.

સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી સાયકલ ચલાવતી હતી 
જ્યોતિ ગર્વ સાથે તેની કહાની કહેવા લાગી. કહ્યું, ખાવા-પીવા માટે કઈ ન હતું. મકાન માલિક રૂમ ખાલી કરવા માટે કહી રહ્યા હતા. તો મેં પપ્પાને કહ્યું કે ચાલો હું તમને લઇ જાઉં છું. પહેલા પપ્પા ન માન્યા પણ જ્યારે તેમને કોઈ પણ રસ્તો ન દેખાયો તો આવવા તૈયાર થઇ ગયા.

જ્યોતિ કહે છે, અમે ગામડાંનું જ એક ગ્રુપ સાથે નીકળ્યું હતું. સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સાયકલ ચલાવતી હતી. વચ્ચે ઘણીવાર હિંમત હારી ગઈ. પપ્પાને કહ્યું કે હવે સાયકલ નથી ચાલતી. પછી પપ્પાએ કહ્યું કે, હવે નીકળી ગયા છીએ તો ઘરે પહોંચવું જ પડશે. રસ્તામાં ક્યાં રહેશું? અંતે 8 દિવસ પછી હું મારા ઘરે પહોંચી ગઈ.
 
ચાર સાયકલ મળી અને ઘણી બધી ગિફ્ટ્સ, અત્યારે પેટીમાં રાખી દીધું છે 

જ્યોતિએ કહ્યું, જ્યારે અમે ગામડે પહોંચ્યા તો બધા દંગ હતા અને કહી રહ્યા હતા ઘણું સરસ, ઘણું સરસ. અમને અખિલેશ યાદવે 1 લાખ રૂપિયા આપ્યા. ચિરાગ પાસવાને 51 હજાર રૂપિયા અને તેજસ્વી યાદવે 50 હજાર રૂપિયા આપ્યા. બીજા ઘણા બધા લોકોએ પણ આર્થિક સહાય કરી છે. કોઈએ 20 હજાર તો કોઈએ 10 હજાર રૂપિયા અકાઉન્ટમાં નાખ્યા છે.

અઢી લાખ રૂપિયા તો રોકડ મળ્યા. આ સિવાય ચાર સાયકલ પણ મળી. મમ્મી, પપ્પા અને મને કપડાં મળ્યા. થર્મસ, ઘડિયાળ અને ગિફ્ટ્સ મળી. અત્યારે બધું પેટીમાં રાખી દીધું છે. જ્યારે નવું ઘર બની જશે ત્યારે બહાર કાઢીશ. બહાર નવી ચારેય સાયકલ પણ પડી છે.

જ્યોતિના પિતા કહે છે કે, તેમનો હવે બહાર જવાનો કોઈ વિચાર નથી. તેમને ખુશી છે કે જ્યોતિને કારણે તેમને ઓળખ મળી છે
જ્યોતિના પિતા કહે છે કે, તેમનો હવે બહાર જવાનો કોઈ વિચાર નથી. તેમને ખુશી છે કે જ્યોતિને કારણે તેમને ઓળખ મળી છે

પિતા ગર્વથી કહે છે, જ્યોતિએ અમારું જીવન બદલી નાખ્યું 
જ્યોતિના પિતા મોહન પાસવાને કહ્યું, દીકરીના એક કામે અમારું આખું જીવન બદલી નાખ્યું. હવે અમને બધા જ્યોતિના નામે જ ઓળખે છે. આખા ગામમાં જ્યોતિનું નામ બધાને ખબર છે. કહ્યું, ઘરમાં અત્યારે કોઈ કમાનાર નથી. જે પૈસા મળ્યા છે તેમાંથી ઘર બનાવી રહ્યા છીએ. તેમાંથી જ ખાવા-પીવાનો ખર્ચો કાઢી રહ્યા છીએ. અત્યારે હાલ તો ગામડેથી બહાર જવાનો કોઈ વિચાર પણ નથી. અહીંયા જ ખેતીનું કંઈક કામ સંભાળી લેશું. પછી સ્થિતિ સુધરી તો આગળનું કંઈક વિચારીશું.

જ્યોતિ હાલ નવમા ધોરણમાં છે. તેના બે નાના ભાઈ અને એક નાની બહેન છે. એક મોટી બહેનનાં લગ્ન થઇ ગયા છે. હાલ તે તેના પતિ સાથે જ્યોતિના ઘરે જ છે. જ્યોતિ સાયકલમાં જ તેનું ભવિષ્ય જુએ છે. કહે છે, મને સાયકલની રેસમાં જવું છે. તેમાં જ નામ બનાવીશ.

અન્ય સમાચારો પણ છે...