મધ્યપ્રદેશમાં બાળકો હાલ એક નવી ઓનલાઈન ગેમના એડિક્ટ બની રહ્યાં છે. 'ગ્રેની' નામની આ ભૂતિયા ગેમ બાળકોમાં ઘણી જ પોપ્યુલર છે, સાથે જ બાળકો પર એની ખતરનાક સાઈડ ઈફેક્ટ પણ જોવા મળે છે. છેલ્લા 20 દિવસમાં મનોચિકિત્સકની પાસે અલગ-અલગ શહેરોનાં 4 બાળકના પેરેન્ટ્સ પહોંચ્યા છે. મનોચિકિત્સકોના જણાવ્યા મુજબ, આ ગેમનું મેઈન કેરેક્ટર 'ગ્રેની'ના પ્રભાવથી બાળકો સાઇલન્ટ અને વાયલન્ટ થઈ રહ્યાં છે. બાળકોના વર્તનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેઓ શાંત રહેવા લાગ્યાં છે. પેરેન્ટ્સના જણાવ્યા મુજબ, બાળકો ન તો ખેલી-કૂદી રહ્યાં છે કે ન તો અભ્યાસ સહિત બીજી એક્ટિવિટીઝમાં ભાગ લઈ રહ્યાં છે.
મનોચિકિત્સક ડૉ. સત્યકાંત ત્રિવેદીના જણાવ્યા મુજબ, હાલમાં તેમની પાસે 5 વર્ષનાં બાળકોને લઈને તેમના પેરેન્ટ્સ આવ્યા હતા. બાળકોના મગજ પર 'ગ્રેની' નામના કેરેક્ટરની એટલી વધુ અસર થઈ કે તેમને ખાવા-પીવાનું અને ફેમિલી મેમ્બર્સ સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. છેલ્લા 15 દિવસથી જ્યારે બાળકોએ વાત ન કરી તો પેરેન્ટ્સને ચિંતા થવા લાગી. છેલ્લા 20 દિવસમાં એવાં ચાર બાળકોના પેરેન્ટ્સ આવી ચૂક્યા છે, જેમાંથી એક સાગર તો ત્રણ ભોપાલના છે. ડૉ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ બાળકોમાં એક વાત કોમન છે કે તેઓ એક જ ગેમ રમી રહ્યાં છે. જ્યારે બાળકો અને પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કર્યું તો ખ્યાલ પડ્યો કે બાળકોના મગજ પર ગેમનો જ પ્રભાવ છે. આ બાળકોની ઉંમર સાડાચાર વર્ષથી 14 વર્ષ વચ્ચેની છે.
આવી અસર થઈ રહી છે
બાળકોમાં ગુસ્સો, ચીડિયાપણું, ઊંઘ ન આવવી, ખાવા-પીવાનું ઓછું થઈ જવું, અભ્યાસના શેડ્યૂલમાં ફેરફાર.
પેરેન્ટ્સે જવાબદારી સમજવી પડશે
ડોકટર્સ જણાવે છે કે પેરેન્ટ્સની જવાબદારી છે કે તેઓ બાળકો સામે વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત ન રહે. બાળકોને સમય આપે. તેમની સાથે વાત કરે, બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરે. બાળકોને ઓનલાઈન ગેમ રમવાનો ઓપ્શન ન આપે. તેમની પાસે ડ્રોઈંગ, ડાન્સ જેવી એક્ટિવિટીઝ કરાવે. જો બાળકોને મોબાઈલ આપી રહ્યા છો તો પોતાની સામે જ ગેમ રમવાનું જમાણો. જોવામાં આવ્યું છે કે પેરેન્ટ્સની વ્યક્તિગત બેદરકારીને બાળકો પર થોપી રહ્યા છે કે તેઓ મોબાઈલના વ્યસની બની જાય છે. માત્ર બાળકોની સાથે જ રહેવું પેરેન્ટિંગ નથી, આ એક મોટી જવાબદારી છે. બાળકોમાં ગુસ્સો, ચીડિયાપણું, ઊંઘ ન આવવી, આંખોના ડાર્ક સર્કલ જેવી પરેશાની જોવા મળે તો સચેત થવાની જરૂર છે. જરૂરી છે કે પેરેન્ટ્સ બાળકો સાથે સંવાદ કરે, જેથી તેમનું કોમ્યુનિકેશન ગ્રેની અને શિનચેન સાથે ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.