• Gujarati News
  • National
  • Grandson Bidding Farewell To Grandfather's Remains In Rajasthan; A 50 year old Nurse Learned To Ride A Bicycle In 3 Days To Reach Duty In Bihar

લોકડાઉનની તસવીરો:રાજસ્થાનમાં દાદાની અસ્થીઓને અંતિમ વિદાય આપતો પૌત્ર; બિહારમાં ડ્યૂટી પર પહોંચવા માટે 50 વર્ષની નર્સે 3 દિવસમાં સાઈકલ ચલાવતા શિખી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના બૂંદીમાં આ એકદમ ભાવુક કરનારી ક્ષણો હતી, જ્યારે 68 દિવસ બાદ ગુરુવારે મોક્ષ કળશયાત્રા બસ 16 અસ્થિકળશ લઈને હરિદ્વારાના સફરે રવાના થી હતી. તેમના મૃત પરિવારજનોની અંતિમ નિશાની હવે નહોતી વધી. કોઈના પિતા, કોઈના દાદા તો કોઈના માતાની અસ્થિઓ એ કળશમાં હતી. પૌત્ર તેના દાદાજીને અસ્થિઓને ચુમી રહ્યો હતો. દીકરાના ચહેરા પર માતાની અસ્થિઓને હરિદ્વાર રવાના કરતી વખતે આંસુઓની ધાર વહી રહી હતી.

પત્ની-બાળકોને કહ્યું- હું આવું છું, પણ પાછો જઈ ન શક્યો 

તસવીર મધ્યપ્રદેશમાં દતિયા જિલ્લાની છે. અહીંયા વાવઝોડાથી ઘણા ઝાડ ધરાશાઈ થયા હતા. ત્રણ લોકોના મોત થયા હતા.વાવાઝોડાના આવતાની સાથે જ ગામના કાશીરામના પત્ની-બાળકોને ઘરે મોકલ્યા, મેં કહ્યું- હું આવું છું, પરંતુ એક ઝાડ તેની પર પડ્યું હતું.

આ તસવીર આંખોમાં સપના અને હાથમાં દુનિયાભરમાં ખુશી છે 

તસવીર રાજસ્થાનના ચુરુ જિલ્લાની છે. અહીંયા ગુરુવારે પટવારી તથા ગિરદાવર સંઘ તરફથી ઝૂંપડીમાં રહેતા પરિવારને રાશન સહિત અન્ય સામગ્રી વહેંચવામાં આવી હતી. તડકામાં ખુલ્લા પગમાં ફરતું બાળકોને જ્યારે અધિકારીઓએ ચપ્પલ પહેરાવ્યા અને જમવા માટે બિસ્કીટ આપ્યા  તો તેમના ચહેરા પર દુનિયાભરની ખુશી આવી ગઈ હતી. બીજા બાળકો પણ રાહતની જેમ જોવા લાગ્યા હતા. 

તસવીર બિહારના ઔરંગાબાદની છે. અહીંયા લોકડાઉનમાં જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થયું તો 50 વર્ષની નર્સ મુન્ની બાલા સુમન 20 દિવસ સુધી પગપાળા ઘણા કિમી દૂર ડેરાથી હોસ્પિટલ ડ્યુટી કરી હતી. મુન્ની ત્રણ સપ્તાહ પહેલા જ 4600 રૂપિયામાં એક સાઈકલ લાવી અને હોસ્પિટલના પરિસરમાં ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ત્રણ દિવસમાં તે સાઈકલ ચલાવવાનું શિખી ગઈ હતી. ચોથા દિવસથી તેને સાઈકલ પર ડ્યુટી જવાનું શરૂ કરી દીધું હતું.

ગરમીમાં પાણી માટે સંઘર્ષ 
તસવીર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની છે. અહીંયા ગરમી જ નહીં દરેક સિઝનમાં પાણીની સમસ્યા હોય છે. પણ ગરમીમાં તકલીફ વધી જાય છે. એક માટલા પાણી માટે પણ લોકોને 3 કિમી દૂર સ્યાપનપાડા ગામ જવું પડે છે. આ ગામ નોનકમાન્ડ વિસ્તારમાં સામેલ છે. અહીંયા પર જો 500 મીટરનો ખાડો પણ ખોદી દઈએ તો પણ પાણી નથી આવતું. અહીંયા પાઈપ લાઈન લીકેજમાંથી પાણી ભરવા માટે લાઈન લગાડવી પડે છે. આ ગામમાં ન તો હેન્ડ પમ્પ છે અને ના તળાવ છે. ગામમાં લગભગ 150થી વધારે પરિવાર છે.

 પાણી માટે જીવ 150 ફુટ ઊંડા ખાડાની અંદર

આ તસવીર રાજસ્થાનના બાડમેર જિલ્લાની છે. રેતી વાળા સમુદ્રમાં પાણી સદીયોથી એક મોટો પડકાર છે,. પશ્વિમ રાજસ્થાનમાં પામીની સમસ્યાનું પોતાના સ્તરે જ સમાધાન કરવામાં આવે છે. આવો જ એક પ્રયાસ છે, પારંપરિક બોર અને કુવાનું નિર્માણ. આ અહીયા સૌથી જોખમી કામોમાંથી એક છે. પોતાના હાથથી એક એક ડોલ ભરીને માટી કાઢીને લોકો કુવો ખોદે છે. આલમ પણ એવું જ કરી રહ્યા છે પણ મશીનો આવ્યા પછી કપચી અને માટી સિમેન્ટની બનવા લાગી ગઈ છે. પથ્થરવાળી જમીન તોડવા માટે ગ્રાઈન્ડર મશીનોનો સાથ મળી રહ્યો છે અને તપતી જમીનની અંદર પંખા થોડા કામ કરવા લાયક માહોલ ઊભો કરી રહ્યા છે. ક્ષેત્રફળને ધ્યાનમાં રાખતા રાજ્યના અન્ય સૌથી મોટા જિલ્લામાં 46 ડિગ્રી તાપમાનમાં જમીનથી 150 ફુટ ઊંડે કારીગરોનો જીવ જોખમમાં નાંખીને પાણી ખોળવાનો પ્રયાસ કોઈ પડકારથી ઓછું નથી.

 25 દિવસમાં 250 કરોડના ઘઉં વેચાયા 

તસવીર કોટાના રાજસ્થાનની છે. અહીંયા લોકડાઉન દરમિયાન ભામાશાહ મંડીમાં સોનું વરસી રહ્યું છે. અહીંયા 25 દિવસમાં લગભગ 250 કરોડના ઘઉં વેચાય છે. મંડીમાં 13 એપ્રિલથી વેપાર શરૂ થયો હતો. ત્યારબાદથી 25 દિવસ ઘઉંનો વેપાર થયો છે. કોટા ગ્રેન એન્ડ સીડ્સ મર્ચેન્ટ એસોસિએશન અધ્યક્ષ અવિનાશ રાઠીએ જણાવ્યું કે, લોકડાઉન પછી ખુલેલી મંડીમાં અત્યાર સુધી સુખી નીલામીમાં 15 લાખ ક્વિન્ટલ ઘઉંનો વેપાર થયો છે, જે 1700-1800 રૂપિયા ક્વિન્ટલ વેચાયું હતું. જેમાં 10 દિવસ હડતાળ પણ રહી છે. 28 મે સુધી લગભગ 20 હજાર ખેડૂતો  ઘઉં વેચી ચુક્યા છે, બુધવારે લગભગ 1.50 લાખ બોરી ઘઉં આવ્યા હતા.

ગરમીમાં છાયડાની શોધમાં ટ્રેન નીચે જીવન

તસવીર રાજસ્થાનના અલવરની છે. રેલવેના પાટા પર સૂતા રહેવું જોખમી છે. એ જાણતા હોવા છતા તડકાથી બચવા માટે બપોરે શ્રમિક ગોડાઉન પર રહેલી માલગાડીના એક ડબ્બા નીચે સુઈ ગયા હતા.

 બિહારમાં સ્પોર્ટસ કોમ્પલેક્સને આઈસોલેશન સેન્ટર બનાવાયું 

તસવીર બિહારના પટનાની છે. અહીંયાના પાટલીપુત્ર સ્પોટ્સ કોમ્પલેક્શમાં આઈસોલેશનમાં સેન્ટર બેડ લગાવી દેવાયા છે. બિહાર કોરોના જંગમાં દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જેના માટે ઘણા ખાનગી કોમ્પલેક્સને ચિન્હીત પણ કરાયા છે.

 આ તસવીર ભયાનક છે. દર્દી વધી રહ્યા છે, લોકડાઉનની છૂટમાં આવું ન કરો 

તસવીર બિહારના ભાગલપુરની છે. લોકડાઉન-4માં સરકારે હળવી છૂટ શું આપી લોકોએ સોશિયલ ડિસટન્સને જ ભુલાવી દીધું. અને બજારમાં સામાન્ય દિવસો જેવી ભીડ જોવા મળી

 જેઠમાં ગરમીમાં ધુમ્મસની ઠંડક

તસવીર ઝારખંડના રાંચી શહેરની છે. ગુરુવારે ઝારખંડના ઘણા ભાગમાં સવારે જ વાદળ છવાયા હતા. આનાથી તાપમાન 6 ડિગ્રી નીચે આવ્યું હતું. 0.2 મિલીમટર વરસાદ પણ થયો, જ્યારે મહત્તમ તાપમાન33.8 અને ન્યૂનતમ 22.2 ડિગ્રી નોંધાયું હતું

અન્ય સમાચારો પણ છે...