• Gujarati News
  • National
  • Grandmother Gayatri Devi's Grandchildren To Get Jaymahal Palace, Step son's Heirs To Get Rambagh Palace

જયપુર રોયલ ફેમિલિની સંપત્તિના ભાગલા:રાજમાતા ગાયત્રી દેવીના પૌત્ર-પૌત્રીને મળશે જયમહેલ પેલેસ, સાવકા પુત્રના વારસદારોને રામબાગ પેલેસ

જયપુરએક મહિનો પહેલા
  • 2009માં ગાયત્રી દેવીનું નિધન થઈ ગયું જે બાદથી પૂર્વ રાજપરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો

જયપુરના રોયલ ફેમિલિમાં 15 હજાર કરોડની સંપત્તિનો વિવાદનું કોર્ટની બહાર સમાધાન થયું છે. આ લડાઈ રાજમાતા ગાયત્રી દેવીના પૌત્ર-પૌત્રી અને તેમના સાવકા પુત્ર પૃથ્વીરાજ સિંહના પુત્ર વિજિત સિંહ અને અન્ય પક્ષકારો વચ્ચે ચાલી રહ્યો હતો. સમજૂતી મુજબ ગાયત્રી દેવીના પૌત્ર દેવરાજ સિંહ અને પૌત્રી લાલિત્યા કુમારીને જયમહેલ પેલેસનો સંપૂર્ણ માલિકી હક મળશે. જ્યારે તેની સામે રામબાગ પેલેસમાંથી પોતાના પિતાનો હક્ક-વારસો છોડવો પડશે.

જયપુરમાં મહારાજ સવાઈ માનસિંહ દ્વિતીયના બીજા પત્ની કિશોર કંવરના પુત્ર પૃથ્વી સિંહના પુત્ર વિજિત સિંહને રામબાગ પેલેસ અને તેની સાથે જોડાયેલી અન્ય પ્રોપર્ટી મળશે. પૃથ્વી સિંહ ગાયત્રી દેવીના સાવકા પુત્ર હતા. તો કિશોર કંવરના બીજા પુત્ર જય સિંહની પણ ભાગીદારી છે. બંને પક્ષે આ અંગે સહમતી દાખવી છે. રામબાગ પેલેસ અને જયમહેલ પેલેસમાં ટાટા ગ્રુપ 5 સ્ટાર હોટલ ચલાવે છે. આ સંપત્તિ 15 હજાર કરોડથી વધુની કિંમતની જણાવવામાં આવી રહી છે.

રામબાગ પેલેસમાં 4.74% શેર છોડશે દેવરાજ અને લાલિત્યા કુમારી
બંને પરિવારના થોડાંઘણે શેર રામબાગ પેલેસ અને જયમહેલ પેલેસમાં હતા અને માલિકી હક્કને લઈને બંને વચ્ચે વિવાદ હતો. વિજીત સિંહ, લાલિત્યા કુમારી અને દેવરાજ સાવકા ભાઈ-બહેન છે. જય સિંહ ત્રણેયના ભાઈજી થાય છે. આ પહેલાં રોયલ ફેમિલિમાં સુપ્રીમ કોર્ટના આર્બિટ્રેટર અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ કુરિયન જોસેફની મધ્યસ્થતામાં થયેલી સમજૂતી અંતર્ગત પ્રોપર્ટીના ભાગલા પાડવાનો નિર્ણય લેવાયો છે.

અંદરોઅંદરની સમજૂતી મુજબ દેવરાજ અને લાલિત્યને રામબાગ હોટલના માલિકી હક્કવાળી કંપની રામબાગ પેલેસ પ્રાઈવેટ લિમિટેડમાં કોઈ શેર નહીં હોય. જયમહેલ પેલેસ પ્રાઈવેટ લિમિટેડમાં જય સિંહ, દિવંગત પૃથ્વીરાજ સિંહ અને તેમના પુત્ર વિજીત સિંહનો કોઈ જ હક્ક-હિસ્સો નહીં રહે.

દેવરાજ અને લાલિત્યાને રામબાગ પેલેસમાં પોતાના પિતાના 4.74% શેર છોડવાના રહેશે. રામબાગ પેલેસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રામબાગ પેલેસ હોટલ, રામગઢ લોજ અને સવાઈ માધોપુર શટિંગ લોજ સામેલ છે. હવે આના પર દેવરાજ અને લાલિત્યનો કોઈ જ હક્ક નહીં રહે.

બંને પક્ષ કંપની લૉ બોર્ડમાં નવેસરથી દસ્તાવેજ રજૂ કરશે
પૂર્વ રાજપરિવાર સાથે જોડાયેલાં બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતીને લાગુ કરવાની જવાબદારી પણ આર્બિટ્રેટરની છે. બંને પક્ષોમાંથી હવે કોઈ પણ કોર્ટ નહીં જાય. કોર્ટની બહાર થયેલી આ સમજૂતી પછી જયમહેલ અને રામબાગના શેર હોલ્ડિંગ પેટર્નમાં થનારા ફેરફારની જાણકારી કંપની લૉ બોર્ડને આપવાની રહેશે. સમજૂતીને લાગુ થતાં લગભગ બે મહિનાનો સમય લાગી શકે છે.

ટાટા ગ્રુપની કંપની ચલાવે છે બંને હોટલ
રામબાગ પેલેસ હોટલ અને જયમહેલ પેલેસ બને જ હાલ ટાટા ગ્રુપની કંપની ઈન્ડિયન હોટલ્સ લિમિટેડ ચલાવે છે. કંપની લૉ બોર્ડથી નવા માલિકી હક્ક અને શેર હોલ્ડિંગ પેર્ટનના સર્ટિફિકેટ જાહેર થયા બાદ નવેસરથી કોન્ટ્રાક્ટ પણ કરવા પડશે. બંને કંપનીઓના શેર હોલ્ડર્સની બેઠક બોલાવવા સહિત અનેક પ્રકારની ઔપચારિકતા પૂરી કરવાની રહેશે. રામબાગ અને જયમહેલને લઈને ટાટાની સાથે નવેસરથી કરાર થશે.

ગાયત્રી દેવીના નિધન બાદથી ચાલી રહ્યો હતો વિવાદ
2009માં ગાયત્રી દેવીનું નિધન થઈ ગયું જે બાદથી પૂર્વ રાજપરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો. દેવરાજ અને લાલિત્ય પ્રોપર્ટી પર દાવો વ્યક્ત કરતાં પહેલાં હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ ગયા હતા. હવે બંને પક્ષે કોર્ટની બહાર સમજૂતી કરીને આ વિવાદ ખતમ થશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...