• Gujarati News
  • National
  • Grand Coalition Leaders Meet With Governor, Cabinet Meeting In A Few Minutes; A Decision May Be Taken At A Special Session

ઝારખંડ સરકાર સંકટમાં:મહાગઠબંધનના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી, થોડીવારમાં કેબિનેટની મિટિંગ; વિશેષ સત્ર પર નિર્ણય થઈ શકે છે

એક મહિનો પહેલા

ઝારખંડમાં રાજકીય સંકટ વચ્ચે UPA પ્રતિનિધિમંડળ રાજ્યપાલ રમેશ બેસને મળવા રાજભવન પહોંચ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બંધુ તિર્કી, સાંસદ ગીતા કોડા, રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ, JMMના વિજય હંસદા અને મહુઆ માંઝીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે આજે જ રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માગ્યો છે. રાજભવન તરફથી બપોરે 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.
આ તરફ, સોરેન કેબિનેટની મિટિંગ પણ થોડીવારમાં શરૂ થશે. રાજભવન પર દબાણ કરવા માટે સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવી શકે છે. આના દ્વારા સરકાર દિલ્હીની કેજરીવાલ સરકારની જેમ વિધાનસભામાં વિશ્વાસ મેળવી શકે છે. વિધાનસભાના વિશેષસત્રની ઘોષણા કેબિનેટ બેઠક બાદ કરી શકે છે. કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ થશે.
કેબિનેટની બેઠક માટે તમામ મંત્રીઓને રાયપુરથી રાંચી બોલાવવામાં આવ્યા છે. જેએમએમ કોટાના મંત્રી પહેલેથી જ રાંચીમાં હતા તો કોંગ્રેસ કોટાના 4 મંત્રી જેને રાયપુર શિફ્ટ કરવામાં આવ્યા, તેમને પણ બુધવારની સાંજે રાંચી બોલાવી લેવામાં આવ્યા છે.
માઇનિંગ લીઝનો કેસ શું છે?
વાસ્તવમાં 10 ફેબ્રુઆરીના રોજ પૂર્વ CM રઘુવર દાસના નેતૃત્વમાં BJPના એક ડિલિગેશને ગવર્નર સાથે મુલાકાત કરી સદસ્યતા રદ કરવાની માગ કરી હતી. BJPએ આરોપ લગાવ્યો હતો કે CM સોરેન પદ પર હોવા છતાં અનગડામાં માઇનિગ લીઝ લીધી. BJPનો આરોપ છે કે આ લોક જનપ્રતિનિધિત્વ એક્ટ (RP) 1951ની કલમ 9A ઉલ્લંઘન છે.

ગવર્નરે BJPની આ ફરિયાદને ચૂંટણીપંચને મોકલી હતી. ત્યાર પછી ચૂંટણીપંચે નોટિસ ફટકારી સોરેન સરકારે આ અંગે જવાબ માગ્યો હતો. લગભગ છ મહિનાની સુનાવણી પછી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ નિર્ણય હવે ગમે તે ઘડીએ આવવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...