• Gujarati News
  • National
  • Grabbing The Dock And Knocking It To The Ground, The Husband Also Kept Slapping Her Constantly; The Woman Stayed In The Police Station Till Night

છોરું કછોરું થયું:માને ડોક પકડીને જમીન પર પછાડી, પતિ પણ સતત થપ્પડ મારતો રહ્યો; મહિલા રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહી

બાડમેર9 દિવસ પહેલા
  • પોલીસે રાતે 8 વાગ્યા સુધી આ મામલે કેસ નોંધ્યો નહોતો

રાજસ્થાનના બાડમેરમાં પિતા અને પુત્રએ ભેગા મળીને માતાને ઢોર માર માર્યો છે. બાઈક પર બેઠેલી મહિલા અને તેના પતિ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પુત્ર આવ્યો તો તેણે માતાને જમીન પર પછાડી અને થપ્પડો મારી. આ ઘટનાનો ત્યાં હાજર એક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો. આ ઘટનાક્રમ પછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી, જોકે પોલીસે રાત સુધી આ અંગે કેસ નોંધ્યો નહોતો. જોકે વીડિયો જ્યારે પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે કેસ નોંધાયો હતો. હવે પોલીસ મહિલાના પતિ અને પુત્રની તપાસ કરી રહી છે.

મહિલા જાલોરના ભીનમાલની પાસેના ગામ ભાડીની રહેવાસી છે. પીડિતા પપ્પૂદેવી પોતાના પતિ મોહનલાલ અને બે પુત્રની સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ધોરીમન્નામાં રહે છે. પીડિતાએ કહ્યું કે બુધવાર કોઈ વાતને લઈને બોલાચાલી થયા પછી તેનો પતિ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો. પતિ અને પત્નીની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેમનો પુત્ર આવ્યો અને બાઈક પરથી માતાને ઉતારી દીધી. પુત્રએ પોતાની માતાની સાથે મારામારી શરૂ કરી અને ડોક પકડીને માતાને જમીન પર પાડી દીધી હતી. આ જોઈને પિતાએ પુત્રની સાથે મારામારી શરૂ કરી હતી. બંનેએ મહિલાની સાથે ધક્કા-મુક્કી કરીને લાતો મારી હતી. એટલે સુધી કે પુત્રએ પણ ડોક પકડીને માતાને થપ્પડો મારી હતી. આ દરમિયાન મહિલાએ પણ બચાવ કરવા માટે પથ્થરો ફેંક્યા.

મહિલાએ કહ્યુંઃ રાત સુધી તે પોલીસ સ્ટેશનમાં બેસી રહી, કેસ ન નોંધાયો
પીડિતાનો આરોપ છે કે આ ઘટનાક્રમ પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પોલીસે રાતે 8 વાગ્યા સુધી કેસ નોંધ્યો નહોતો. જોકે બીજી તરફ બન્યું એવું કે આ મારામારીનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો. એસપી દીપક ભાર્ગવે જણાવ્યું કે મામલો પ્રકાશમાં આવ્યા પછીથી પીડિતાના રિપોર્ટ પર કેસ નોંધીને પિતા-પુત્રની શોધ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...