સંઘ વડાની વાત:દેશ ચલાવવો સરકારનું કામ, RSSને ક્યારેય સત્તા નથી જોઇતી: ભાગવત

નાગપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે જનતા દેશ ચલાવવાની જવાબદારી ક્યારેક એક પક્ષને તો ક્યારેક બીજાને આપે છે અને તે ક્યારેય સંઘને આ જવાબદારી આપશે તો સંઘ તે જવાબદારી નહીં લે, કેમ કે દેશ ચલાવવો સરકારનું કામ છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઇતી. સંઘ સંસ્થા નહીં, ‘ઓફ ધ સાેસાયટી’ છે. સંઘ જો સંગઠન બનાવશે તો તમામ સંગઠનોને સાથે રાખીને બનાવશે. તમામ હિન્દુઓ તેમની જવાબદારી પૂરી કરે એ સંઘની ભૂમિકા છે.

ભાગવતે એમ પણ જણાવ્યું કે નેતા કંઇ નથી કરતા, પહેલાં સમાજ તૈયાર થાય છે અને પછી તે સમાજમાંથી નેતા તૈયાર થાય છે. ગમે તેટલા મોટા નેતા હોય તો પણ તે એકલા દેશને ઠીક ન કરી શકે. સંઘના નેતાઓએ સ્ટેટસની પાછળ ન ભાગવું જોઇએ. સંઘના લોકો દેખાયા કે નહીં એ ગૂગલ સર્ચ પર આવવું જરૂરી નથી.

દુનિયા વિશે જાણનારાઓને તેમના ગામની નજીકથી પસાર થતી નદીનું નામ પણ ખબર હોતું નથી. સંઘના ટીકાકાર પણ સંઘમાંથી જ હોવા જોઇએ, જે માટે તેમણે સંઘની શાખામાં આવવું જરૂરી નથી. અમે બુદ્ધિનિષ્ઠ નથી પણ અનુભવોમાંથી શીખીએ છીએ, તે મુજબ વ્યવહાર કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...