• Gujarati News
  • National
  • Govt To Introduce Bill To Impose Strict Restrictions On Cryptocurrency, Introduce 26 Bills In Session

સંસદના શિયાળુ સત્ર માટે તૈયારી:ક્રિપ્ટોકરન્સી પર કડક નિયંત્રણો લાદવા સરકાર ખરડો લાવશે, આગામી સત્રમાં 26 ખરડા રજૂ કરશે

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિપ્ટોકરન્સી માટે નિયમનકારી વ્યવસ્થા નહીં હોવાથી તેનો ઉપયોગ ટેરર ફંન્ડિંગ અને કાળા નાણાનું ચલણ વધી રહ્યું છે

29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સી પર હવે કડક નિયંત્રણો લાદવા તમામ તૈયારી કરી લીધી છે. આ માટે સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવાને લગતો એક ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. મીડિયા અહેવાલ પ્રમાણે ખરડોમાં ભારતમાં તમામ પ્રકારના પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર નિયંત્રણ લાદવાની જોગવાઈ છે.

જોકે ક્રિપ્ટો કરન્સી ટેકનોલોજીને ઉત્તેજન આપવા માટે સરકાર કેટલીક છૂટછાટ આપી શકે છે. અહેવાલ પ્રમાણે ડિજીટલ કરન્સી બિલની મદદથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ને પોતાના સત્તાવાર ડિજીટલ કરન્સી ઈશ્યુ કરવા માટે સુવિધાજનક ફ્રેમવર્ક મળશે.

આ ખરડામાં કાયદાકીય ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવશે, એટલે કે ક્રિપ્ટોના કાર્યક્ષેત્રમાં શું હશે અને શું નહીં હોય તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજીટલ કરન્સી બિલ,2021 સહિત કુલ 26 બિલ રજૂ કરવામાં આવશે.

અત્યારે ક્રિપ્ટોને લઈ નિયંત્રણ નથી
વર્તમાન સમયમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઈ કોઈ નિયમન નથી. તેને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્રિપ્ટોકરન્સી અંગે એક બેઠક યોજાઈ હતી અને મજબૂત નિયમન પગલું ભરવાના સંકેત આપ્યા હતા. સરકારનુ માનવું છેકે ક્રિપ્ટોકરન્સીનું નિયમન નહીં હોવાથી તેનો ઉપયોગ ટેરર ફંન્ડિંગ અને કાળા નાણાનું ચલણ વધી રહ્યું છે.

ક્રિપ્ટોને અટકાવી શકાય તેમ નથી, પણ નિયંત્રિત કરી શકાય છે
PMની બેઠક બાદ ક્રિપ્ટોકરન્સીને લઈ ભાજપ નેતા જયંત સિંહાના વડપણ હેઠળ સંસદીય સમિતિની પહેલી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહમતિ બની હતી કે ક્રિપ્ટોકરન્સીને અટકાવી શકાય તેમ નથી. જોકે તેને નિયંત્રિત કરવા જોઈએ.

ક્રિપ્ટોકરન્સીથી નાણાકીય સ્થિરતાની ચિંતા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વડા શક્તિકાંત દાસનું પણ નિવેદન સામે આવ્યું હતું. દાસે SBI કન્ક્લેવમાં કહ્યું હતું કે જ્યારે RBI કહે છે કે ક્રિપ્ટોકરન્સીથી મેક્રોઈકોનોમિક અને નાણાકીય સ્થિરતાની ચિંતા વ્યક્ત કરી છે, તો આ મુદ્દે વ્યાપક ચર્ચાની જરૂર છે.