• Gujarati News
  • National
  • Governor Satya Pal Malik Attack On Narendra Modi Over Farmers Protests Against Agricultural Laws

સત્યપાલ મલિકે મોદીને ઘમંડી કહ્યા:ગવર્નરે કહ્યું, ‘‘મોદીને મળવા ગયો તો 5 મિનિટમાં ઝગડો થયો, PMએ મને કહ્યું - 500 લોકો મારા માટે થોડા મર્યા છે?’’

15 દિવસ પહેલા

મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે કૃષિ કાયદાના વિરોધમાં થતા ખેડૂત આંદોલન દરમિયાન તેઓ વડાપ્રધાનને મળ્યા હતા. જ્યારે મુલાકાત થઈ ત્યારે તેઓ ખૂબ અહંકારમાં હતા. મેં જ્યારે તેમને કહ્યું હતું કે 500 ખેડૂત મરી ગયા છે, તો તેમણે મને પૂછ્યું કે મારા માટે મર્યા છે? સત્યપાલ મલિક હરિયાણાના દાદરીમાં આવેલા સ્વામી દયાલ ધામની મુલાકાતે ગયા હતા. ત્યારે ત્યાં ફૌગાટ પંચાયતે તેમને સન્માનિત કર્યા હતા. ગવર્નર મલિકે પહેલાં પણ ભાજપના નેતાઓ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

શું કહ્યું ગવર્નર મલિકે?
મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકે કહ્યું હતું કે હું ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન મોદીને મળવા ગયો હતો. ત્યાં મારે 5 જ મિનિટમાં તેમની સાથે ઝઘડો થઈ ગયો હતો. વડાપ્રધાન બહુ ઘમંડી છે. જ્યારે મેં તેમને કહ્યું કે 500 ખેડૂતો મરી ગયા છે, તો તેમણે કહ્યું, મારા માટે મર્યા છે ? તમે રાજા બન્યા છે એટલે તમારા માટે જ મર્યા છેને. ત્યાં મારે તેમની સાથે ઝઘડો થઈ ગયો. તેમણે મને કહ્યું હતું કે અમિત શાહને મળી લો. હું અમિત શાહને મળ્યો, તો તેમણે મને કહ્યું કે સત્યપાલ આમને (નરેન્દ્ર મોદીને) લોકોએ ગેરમાર્ગે દોરી રાખ્યા છે. તમે ચિંતા ના કરો, મળતા રહેજો. આ પણ એક દિવસ તો સમજી જ જશે.

ખેડૂત આંદોલન ફરી શઈ શકે છે, પદ છોડવા માટે પણ તૈયાર
ગવર્નર સત્યપાલ મલિકે કહ્યું હતું કે ખેડૂત આંદોલન અત્યારે સમાપ્ત નથી થયું, સ્થગિત થયું છે. ખેડૂતો સાથે અન્યાય કે અત્યાચાર થશે તો આ ફરી શરૂ થશે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને ટેકાના ભાવ વિશે કાયદાકીય ગેરંટી આપવી જોઈએ. સરકારે પ્રામાણિકતા દાખવીને ખેડૂતો પર દાખલ કરવામાં આવેલા કેસ તરત પરત લેવા જોઈએ. તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે જરૂર પડશે તો તેઓ ગવર્નરપદ છોડવા માટે પણ તૈયાર છે.
નોંધનીય છે કે સત્યપાલ મલિકે ઘણા સમયથી ખેડૂત આંદોલનમાં શાંતિપૂર્ણ સમાધાન કાઢવાના પક્ષમાં હતા. તેઓ કેન્દ્ર સરકાર પર પણ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે પ્રેશર કરતા હતા. તેમણે પણ આ મુદ્દે ખેડૂતનેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ અને કૃષિ કાયદા પર ફેરવિચારણા કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...