• Gujarati News
  • National
  • Governor Leaves For Delhi, May Meet Amit Shah; The Leaders Of The Grand Alliance Met The Governor Yesterday

ઝારખંડમાં રાજકીય ઊથલપાથલ:રાજ્યપાલ દિલ્હી જવા રવાના, અમિત શાહને મળી શકે છે; ગઈકાલે મહાગઠબંધનના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યપાલ રમેશ બૈસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અમિત શાહને મળી શકે છે. ગુરુવારે જ મહાગઠબંધનના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

આ દરમિયાન હેમંત સોરેને મોટો દાવ રમ્યો છે. સરકારે 5 સપ્ટેમ્બરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સોરેન સરકાર પોતાનો બહુમત રજૂ કરી શકે છે. આ સિવાય કેટલાક મોટા નિર્ણયો લેવાની પણ ચર્ચા છે. આ જોતાં હવે સીએમ હેમંત સોરેન રાયપુર આવે એવી શક્યતા ઓછી છે. ઝારખંડમાં રહીને તેઓ રાજકીય સમીકરણ ઉકેલી શકે છે, જ્યારે યુપીએના 30 ધારાસભ્ય હાલમાં રાયપુરની મેફેયર હોટલમાં રહેશે.

એવી પણ ચર્ચા છે કે યુપીએના 4 મંત્રી જે બુધવારે કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે રાંચી ગયા હતા, તેઓ શુક્રવારે ફરી એકવાર રાયપુર પરત ફરી શકે છે. જોકે હાલમાં એની પુષ્ટિ થઈ નથી, પણ વિધાનસભા સત્રના એક દિવસ પહેલાં જ બધાની રાંચી પરત ફરવાની માહિતી બહાર આવી રહી છે.

ભાજપ વિપક્ષને સહન કરી શકતો નથી: ભૂપેશ બઘેલ
ઝારખંડના ધારાસભ્યો છત્તીસગઢ આવવા અંગેના ભાજપના નિવેદન પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે અમારી પાર્ટીના ગઠબંધન (ઝારખંડથી)ના ધારાસભ્યો અહીં આવ્યા છે. તેઓ (ભાજપ) અન્ય પક્ષોના નેતાઓનું અપહરણ કરીને લઈ જાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને હવે મહારાષ્ટ્રના ધારાસભ્યોને લઈ જવામાં આવ્યા હતા. ભાજપ વિપક્ષને સહન કરી શકતો નથી.

3 સ્તરીય સુરક્ષા, ધારાસભ્યોને બહાર નીકળવા પર પણ પ્રતિબંધ
30 ઓગસ્ટની સાંજે UPAના ધારાસભ્ય રાયપુરના મેફેયર ગોલ્ડ રિસોર્ટમાં છે. આ ધારાસભ્યોને છત્તીસગઢ સરકાર તરફથી સઘન સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. મુખ્ય ગેટથી ધારાસભ્યો સુધી પહોંચવા માટે ત્રણ સ્તરીય સિક્યોરિટી તહેનાત કરવામાં આવી છે. એમાં 24 કલાક સુધી ડીસીપી રેન્કના અધિકારી પણ તહેનાત રહેશે.

રિસોર્ટમાં VVIPને પણ મંજૂરી નથી
મેફેયર ગોલ્ફ રિસોર્ટની અંદર રહેણાક વિસ્તાર પણ છે. અહીં બાંધકામનું કામ પણ મોટે પાયે ચાલી રહ્યું છે. એવામાં ધારાસભ્યોની વાડાબંધી કરી દેવાથી આ લોકોની મુશ્કેલી વધી ગઈ છે. રહેણાક વિસ્તારમાં રહેતા લોકોએ એના નક્કર પુરાવા આપવા પડી રહ્યા છે. VVIPને પણ હોટલ મેનેજમેન્ટ કે સરકારી અધિકારીઓની પરવાનગી વગર પ્રવેશ મળતો નથી.

ધારાસભ્યોએ કહ્યું- તેમને બહાર જવાની મંજૂરી નથી
અહીં રહેતા ધારાસભ્યો ઈચ્છે તોપણ બહાર આવી શકતા નથી. બધા માટે અલગ-અલગ રૂમનું બુકિંગ કરવામાં આવ્યું છે અને તમામે પોતાના રૂમમાં રહેવું પડશે. પ્રતિબંધ ફક્ત રૂમની અંદર જ રહેવાનો નથી, તેમણે કોઈપણ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે. આ જ કારણ છે કે જે ધારાસભ્યો લતરાતુ ડેમની યાત્રાના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા હતા. હવેથી અહીંથી એકપણ ફોટો શેર કરી શકશે નહીં.

જાણો એ રિસોર્ટની ખાસિયત, જ્યાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે
ઝારખંડના ધારાસભ્યો જ્યાં રોકાયા છે એ રિસોર્ટ પૃથ્વી પરના સ્વર્ગથી ઓછું નથી. એશ-ઓ-આરામથી લઈને મનોરંજનનાં દરેક સાધનો બાઉન્ડરી વોલની અંદર ઉપલબ્ધ છે. આ રિસોર્ટ 178 રૂમ અને સ્યૂટની ફાઇવ સ્ટાર ડિલક્સ હોટલ છે. અહીં 4 સ્વિમિંગ પૂલ તળાવમાં બોટિંગ સાથે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ માટેની પણ વ્યવસ્થા છે. હોટલની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, એક રાત માટે રૂમનું ભાડું...

એક્ઝિક્યુટિવ રૂ. 15,200

સ્પા સ્યૂટ રૂ. 20,900

પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂ. 1,20,650

મહારાજ અને મહારાણી સ્યૂટની કિંમત 85,000 રૂપિયા છે.

ધારાસભ્યો માટે મેફેયર રિસોર્ટ કેમ પસંદ કરવામાં આવ્યું?
કોંગ્રેસના ધારાસભ્યો માટે મેફેયર અત્યારસુધીમાં સૌથી વધુ અભેદ્ય રહ્યું છે. ગયા વર્ષે જ્યારે આસામમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને વિપક્ષના ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ શરૂ થઈ હતી. પછી ત્યાં, વિપક્ષના એક ડઝનથી વધુ ધારાસભ્યોને રાયપુરના આ મેફેયર રિસોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે હરિયાણામાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની હતી ત્યારે ભાજપ તરફથી હોર્સ-ટ્રેડિંગની પણ ચર્ચા સામે આવી ત્યારે ધારાસભ્યોને મેફેયરમાં જ રાખવામાં આવ્યા હતા. હવે જ્યારે ઝારખંડ સરકાર સામે સંકટ આવી ગયું છે ત્યારે ધારાસભ્યોને અહીં જ લાવવામાં આવ્યા છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, જેઓ ક્રાઈસિસ મેનેજમેન્ટના માસ્ટર માનવામાં આવે છે.

કોલકાતા કેશકાંડ બાદ ખેલ બગડ્યો
RPN સિંહનું પ્લાનિંગ લગભગ પૂરી રીતે લાગુ થઈ ગયું હતું, પરંતુ એ પહેલાં કોંગ્રેસના ત્રણ ઘારાસભ્ય ઈરફાન અંસારી, રાજેશ કશ્યપ અને નમન વિક્સલ કોંગાડી રોકડ સાથે કોલકાતામાં ઝડપાયા હતા. ત્યાર બાદ જોડ-તોડનો ખેલ બગડ્યો છે. કોંગ્રેસના પ્રભારીએ તેમને આ સમગ્ર મામલાને પાર પાડવા માટે કહ્યું, પરંતુ જ્યારે તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે પાર્ટી હવે તેમની સામે પગલાં લેવાના મૂડમાં છે. તેમનું ધારાસભ્યપદ પણ જોખમમાં મુકાઈ શકે છે.

સોરેનની પત્નીનું નામ સૌથી આગળ છે
જો સોરેનની મુખ્યમંત્રીની ખુરસી જશે તો આ પદ માટે પહેલું નામ સોરેનની પત્ની કલ્પના સોરેનનું છે. બીજા અને ત્રીજા નંબર પર જોબા માંઝી અને ચંપઈ સોરેન. બંને સોરેન પરિવારના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ છે. કોંગ્રેસે પણ અત્યારસુધી આ નામો સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.

શું છે માઈનિંગ લીઝનો કેસ?
10 ફેબ્રુઆરીએ પૂર્વ CM રઘુવર દાસનાં નેતૃત્વમાં ભાજપના એક ડેલિગેશને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. ભાજપે રાજ્યપાલને CM સોરેનના સભ્યપદને રદ્દ કરવાની માગ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે CM સોરેને પદ પર રહેતા રાંચીના અનગડામાં 88 ડિસમિલ પથ્થર માઈનિંગ લીઝ લીધી હતી. ભાજપે આરોપ લગાવ્યા હતા કે આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ (RP) 1951ની કલમ 9Aનું ઉલ્લંઘન છે. રાજ્યપાલે BJPની આ ફરિયાદ ચૂંટી પંચને મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...