ત્રિપલ તલાક સામે કાયદો લાવ્યા પછી હવે કેન્દ્ર સરકારે તલાકના અન્ય રીવાજોના દુરુપયોગ પર લગામ કસવાની તૈયારી કરી લીધી છે. ટ્રિપલ તલાક ગેરકાયદે હોવા છતાં તેના જેવા જ તલાક-એ-હસ, તલાક-એ-અહસન અને તલાક-એ-બાઇનના કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. આ કારણોસર કેન્દ્ર સરકારે કાયદાકીય ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે.
આ મુદ્દો સર્વોચ્ચ અદાલત સુધી પણ પહોંચી ચૂક્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલના વડપણ હેઠળની ખંડપીઠે આ અરજીઓની સુનાવણી માટે મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરવાનો છે. કાયદા મંત્રાલયનાં સૂત્રોના કહેવા પ્રમાણે આ દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને જણાવશે.
કાજીની મંજૂરીથી પૂરી થનારી આ પ્રકારની તમામ પ્રક્રિયાઓમાં કેન્દ્ર સરકાર કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવા ઇચ્છતી નથી
તલાકના વિવિધ પ્રકારોમાં કાજીની મંજૂરીથી પૂરી થતી પ્રક્રિયાઓમાં સરકાર હસ્તક્ષેપ કરવા ઇચ્છતી નથી. આ પ્રક્રિયાનો દુરુપયોગ ન થાય તે માટે તેમાં સુધારો લાવવાનો જ હેતુ છે. આ માટે સરકાર કાયદો બનાવવાને બદલે દિશાનિર્દેશ નક્કી કરી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે તલાકના સમયે સાક્ષી કોણ હતું? તારીખ અને સમય કયા હતા? કારણ શું હતું? પ્રક્રિયા કઈ હતી? આ પ્રકારની તમામ માહિતી કોઈ સરકારી પ્લેટફોર્મ પર લાવવાનો નિયમ બનાવી શકે છે.
આ પ્રક્રિયા 3 મહિને પૂરી થાય છે. પતિ દર મહિને એક વાર તલાક બોલે છે. આ સમયગાળામાં સમજૂતી થઈ જાય તો તલાક રદ થાય છે. પરંતુ જો ન થાય તો ત્રીજા મહિને સંબંધ પૂરા થઈ જાય છે.
આ પ્રક્રિયા પણ 3 મહિનાની છે. આમાં પતિ પહેલા મહિને પત્નીને તલાક કહે છે અને 3 મહિના સાથે રહે છે. આ તલાક પછી પતિ-પત્ની ફરી નિકાહ પણ કરી શકે છે.
આને તલાક-એ-કિનાયા પણ કહે છે. આમાં એક વાર બોલીને તલાક અપાતા હોય છે. આ તલાક બોલીને, લખીને કે વોટ્સ અપ મેસેજ દ્વારા પણ આપી શકાય છે. આમાં પતિ કાજીની હાજરીમાં એક બેઠકમાં, સાર્વજનિક રીતે, લખીને કે મેસેજ કરીને પત્નીને કહે છે કે હું તારાથી જુદો થઈ રહ્યો છું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.