તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Government To Provide Recharge Facility Of Prepaid Mobile Connection At Lockdown; Flour Mills Can Be Opened In Cities

દેશબંધીમાં છૂટ:મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટીને પણ મંજૂરી આપી

નવી દિલ્હી6 મહિનો પહેલા
 • કૉપી લિંક
એક બાળક માસ્ક પહેરી બારીની બહાર જોઈ રહ્યું છે
 • ગૃહ મંત્રાલયે કહ્યું- જે વૃદ્ધો ઘરે છે અને બીમાર છે તેમની દેખરેખ માટે આવતી વ્યક્તિને લોકડાઉનમાંથી છૂટ મળશે
 • સરકારે 20 એપ્રિલથી કોરોના વાઈરસના ગેર-કન્ટેનમેન્ટ વિસ્તારોમાં કેટલીક સેવાઓને મંજૂરી આપી હતી

કોરોના વાઈરસના સંક્રમણથી મુક્ત વિસ્તારમાં હવે પ્રિપેડ મોબાઈલ રિચાર્જની દુકાન ખોલી શકાશે. ગૃહમંત્રાલયે લૉકડાઉન 2.0માં અપાતી રાહતોમાં મંગળવારે અન્ય કેટલીક સુવિધા પણ ઉમેરી હતી. ઘરમાં રહેતા વૃદ્ધોના એટેન્ડન્ટ, કેર ગિવર પણ લૉકડાઉન વચ્ચે સેવા આપી શકશે. આ ઉપરાંત શહેરી ક્ષેત્રોમાં બ્રેડ ફેક્ટરી, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, અનાજ દળવાની ઘંટીને મંજૂરી આપવામાં આવી છે.

સરકારે ત્રણ બાબત અંગે સ્પષ્ટતા કરી

 • જે વૃદ્ધો ઘરોમાં છે અને બીમાર છે તેમની કાળજી લેવા આવનારને લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે.
 • મોબાઈલના પ્રીપેડ કનેક્શનને રિચાર્જ કરાવવાની સુવિધા આપવામાં આવી શકે છે.
 • શહેરી વિસ્તારોમાં બ્રેડ બનાવતી ફેક્ટરીઓ, મિલ્ક પ્રોસેસિંગ યુનિટ, ફ્લોર મિલો તથા દાળ મિલો ખોલી શકાશે. તેને આવશ્યક સેવાઓ હેઠળ છૂટ આપવામાં આવી છે.

સરકારે કોરોનાથી મોત થતા મૃતદેહ લાવવા અંગે પણ ગાઈડલાઈન જારી કરી

સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કોરોનાના દર્દી અથવા સંદિગ્ધ દર્દીના મોત બાદ તેમના મૃતદેહને વિદેશથી લાવવા અંગે ગાઈડલાઈન જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આવા લોકોને મૃતદેહ ભારત લાવવા માટે સલાહ આપવામાં આવતી નથી. તેમ છતા કોઈ પણ મૃતદેહ ભારતના કોઈ પણ એરપોર્ટ પર લાવવામાં આવે છે તો નીચેની બાબતની કાળજી રાખવાની રહેશે-

 • ડેથ સર્ટીફિકેટ જરૂરી બનશે
 • મૃતદેહ ભારત લાવવા માટે ભારતીય દૂતાવાસ કે ઉચ્ચાયોગ કે કોન્સ્યુલેટ પાસેથી નોઓબ્જેક્શન સર્ટીફિકેટ
 • મૃતદેહ જે વ્યવસ્થામાં લાવવામાં આવે છે તેને નુકસાન થવુ જોઈએ નહીં
 • જે લોકો મૃતદેહની પેટી લઈ જશે તેમને 28 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે
 • સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ રાખથી કોઈ જોખમ નથી. માટે ઈન્ડિયન એરક્રાફ્ટ રુલ્સ 1954ના જોગવાઈ હેઠળ લાવી શકાય છે.

(અત્યારે દેશભરમાં લોકડાઉન છે અને 3 મે સુધી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા બંધ છે)

ગર્ભવતી મહિલાઓમાં લક્ષણ ન હોય તો પણ તેમની કોરોના તપાસ થશે

આઈસીએમઆરે કહ્યું છે કે જે ગર્ભવતી મહિલાઓને 5 દિવસની અંદર ડિલિવરી થવાની હોય અને જો તે કોરોના વાઈરસના ક્લસ્ટર કે કન્ટેનમેન્ટ એરિયામાં છે કે મોટા પ્રવાસી સમૂહોમાંથી છે કે હોટસ્પોટ જિલ્લામાંથી નિકળેલા લોકો માટે બનેલા સેન્ટરોમાં રહે છે તો તે કોરોના તપાસ કરવામાં આવશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો