• Gujarati News
  • National
  • Government Ready To Bring Draft 'Civil Code' Related To One Country one Law In 100 Days

ભાસ્કર એક્સક્લુઝિવ:એક દેશ-એક કાયદાને લગતા ‘સિવિલ કોડ’નો ડ્રાફ્ટ 100 દિવસમાં લાવવાની સરકારની તૈયારી

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામ મંદિર અને કલમ 370 પછી સરકાર ત્રીજા મોટા નિર્ણયની દિશામાં

અયોધ્યામાં રામ મંદિર બનાવવા અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના બે મોટા નિર્ણય પછી કેન્દ્ર સરકારે હવે દેશમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું ત્રીજું મોટું વચન પૂરું કરવા પગલાં લઈ રહી છે.

લગ્ન-છુટાછેડા અને વારસાઈ હકો જેવા મુદ્દે દરેક ધર્મને સમાન હક આપતા આ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા હાલમાં જ 22મા કાયદા પંચમાં અધ્યક્ષની પણ વરણી કરાઈ છે. નવા અધ્યક્ષનો કાર્યકાળ 2023 સુધી રહેશે. એટલે આશા છે કે, 100 દિવસમાં આ ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્રને સોંપી દેવાશે.

અલગ મેરેજ એક્ટથી તાણાવાણા બગડ્યા - જસ્ટિસ બી.એસ.ચૌહાણ, 21મા કાયદા પંચના અધ્યક્ષ
ભાસ્કર એક્સપર્ટ​​​​​​​

આ કોડ ના હોય તો શું મુશ્કેલી છે?

  • દેશમાં જાતિ-ધર્મના આધારે અલગ અલગ મેરેજ એક્ટ છે. એટલે સામાજિક માળખું બગડેલું છે.
  • 21મા કાયદા પંચમાં શું થયું? ડ્રાફ્ટ કેમ ના આવ્યો?
  • આપણા કાર્યકાળમાં કોડ વિશે વ્યાપક કન્સલ્ટેશન પેપર તૈયાર થયા હતા. તે મુદ્દે દેશભરમાંથી પ્રતિક્રિયા, સૂચનો અને વાંધા આવ્યા હતા, પરંતુ ત્યારે હલાલા, ત્રણ તલાક જેવા મામલા સુપ્રીમ કોર્ટમાં હતા. અમે ઈચ્છતા હતા કે, આ મુદ્દે નિર્ણય આવી જાય, તો અનેક મુદ્દા ઉકેલાઈ જશે.
  • 100 દિવસમાં ડ્રાફ્ટની આશા કેમ? સૂત્રોનું કહેવું છે કે, ફેબ્રુઆરી સુધી ડ્રાફ્ટ બનવાની સ્થિતિમાં લાવીને તેને જાહેર ચર્ચા માટે રજૂ કરાશે. સૂચનો મળ્યા પછી બજેટ સત્રના બીજા હિસ્સામાં તે સંસદમાં લાવી રજૂ થઈ શકે છે. ભાજપ ગુજરાત અને હિમાચલના ચૂંટણી પ્રચારમાં પણ કોમન સિવિલ કોડનો શંખનાદ કરી ચૂક્યો છે. આ પગલાંને રાષ્ટ્રીય સ્તરે આ કાયદો લાગુ કરવાના ટેસ્ટ તરીકે જોવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...