• Home
  • National
  • Government of India will spend Rs.1,200 per citizen through relief package, US government will spend on average Rs 4.55 lakh per citizen

કોરોના પેકેજ / ભારત સરકાર રાહત પેકેજ મારફતે નાગરિક દીઠ રૂા.1,200 ખર્ચ કરશે, US સરકાર તેના નાગરિક દીઠ સરેરાશ 4.55 લાખ ખર્ચ કરશે

Government of India will spend Rs.1,200 per citizen through relief package, US government will spend on average Rs 4.55 lakh per citizen
રાહત પેકેજ જાહેર કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ
રાહત પેકેજ જાહેર કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ
X
Government of India will spend Rs.1,200 per citizen through relief package, US government will spend on average Rs 4.55 lakh per citizen
રાહત પેકેજ જાહેર કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણરાહત પેકેજ જાહેર કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ

  • કોરોના વાઈરસને લીધે ભારત સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું 
  • એક દિવસ અગાઉ અમેરિકાએ 151 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું
  • અમેરિકાના રાહત પેકેજની તુલનામાં ભારતનું પેકેજ માંડ 1.1 ટકા છે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 08:42 PM IST

બિઝનેસ ડેસ્કઃ કોરોના વાઈરસની મહામારીને લીધે દેશમાં અત્યારે લોકડાઉનની સ્થિતિ છે. ગરીબ અને નબળા વર્ગને મદદ કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે રૂપિયા 1.70 લાખ કરોડ (આશરે 2300 કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ મારફતે ગરીબો માટે ખાદ્ય ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવશે. DBT મારફતે જરૂરિયાતમંદોના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. આ અગાઉ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ સહિત અનેક દેશોએ રાહત પેકેજની જાહેરાત કરી ચુક્યા છે.

ભારત સરકાર આ પેકેજ મારફતે એક નાગરિક પાછળ સરેરાશ આશરે 1200 રૂપિયા ખર્ચ કરશે. આ પેકેજ અમેરિકી રાહત પેકેજના એક દિવસ બાદ આવ્યું છે. બુધવારે અમેરિકી સંસદના સેનેટે કોરોના સંકટની સ્થિતિ વચ્ચે દેશના આશરે 30 કરોડ લોકો માટે 2 ટ્રિલિયન ડોલર (151 લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ મારફતે ટ્રમ્પ સરકાર એક નાગરિક પાછળ સરેરાશ 4.55 લાખ ખર્ચ કરશે. આ પેકેજ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટુ રાહત પેકેજ માનવામાં આવે છે. એટલું જ નહીં તે વિશ્વમાં કોઈ દેશ દ્વારા જારી કરવામાં આવેલા પેકેજની તુલનામાં સૌથી મોટો પેકેજ છે. તેની અસર પણ જોવા મળી રહી છે, બુધવારે અમેરિકાના શેરબજાર ડાઉ જોન્સમાં 1929થી વધારે પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે ભારત સરકારના રાહત પેકેજની અમેરિકાના પેકેજની તુલનામાં કંઈ જ નથી.

રકમની દ્રષ્ટિએ અમેરિકામાં રાહત પેકેજ સૌથી મોટુ (રૂપિયા 151 લાખ કરોડ કે 2 લાખ કરોડ ડોલર) છે. તે જો દેશોની વસ્તી અને વ્યક્તિ દીઠ મદદ પ્રમાણે સૌથી મોટુ પેકેજ થાય છે. આશરે 28 લાખ વસ્તી ધરાવતા કતારે 2300 કરોડ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ રીતે પેકેજ પ્રતિ વ્યક્તિ 8214  ડોલર (લગભગ 6.18 લાખ રૂપિયા) થાય છે. ત્યારબાદ જર્મની (5.48 લાખ રૂપિયા) નંબર આવે છે. યુરોપિયન યુનિયનના સભ્ય દેશો માટે 82,000 કરોડ ડોલર પેકેજ જારી કર્યું છે.ફ્રાંસ સહિત ઈયુના અન્ય દેશોએ પણ આ પ્રકારના પેકેજ જારી કર્યા છે.

ભારતમાં હજુ વધુ જાહેરાતો થઈ શકે છે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ગુરુવારે જારી કરેલું રાહત પેકેજ અંતિમ નહીં હોય. સરકાર કોરોના વાઈરસને લીધે સંકટનો સામનો કરી રહેલી કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાની મદદથી ભવિષ્યમાં જાહેરાત કરી શકે છે. આમ કરવાથી ભારતમાં રાહત પેકેજ મોટુ થઈ જશે અને પ્રતિ વ્યક્તિ મદદનો આંકડો પણ વધી જશે.

અમેરિકાની તુલનામાં ભારતનું રાહત પેકેજ

રુપિયાની દ્રષ્ટિએઃ

  • ભારત સરકારનું રાહત પેકેજ અમેરિકાના પેકેજનું માંક 1.1 ટકા છે.
  • અમેરિકાનુ કુલ અર્થતંત્ર 21.44 ટ્રિલિયન ડોલર છે. ટ્રમ્પ સરકારે 2 ટ્રિલિયન ડોલરનું પેકેજ આપ્યું છે. આ રકમ કુલ અર્થતંત્રના 10.72 ટકા છે.
  • ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક 7,060 ડોલર છે, જ્યારે અમેરિકામાં પ્રતિ વ્યક્તિ આવક 60,200 ડોલર છે.
  • ભારતનું અર્થતંત્ર 2.94 ટ્રિલિયન ડોલર છે. એટલે કે ભારતની જીડીપી અમેરિકાના રાહત પેકેજથી માંડ 0.94 ટ્રિલિયન ડોલર વધારે છે.

વસ્તીની દ્રષ્ટિએઃ

  • ભારતની વસ્તી 138 કરોડ છે. મોદી સરકાર રાહત પેકેજ મારફતે એક નાગરિક પાછળ સરેરશ 1200 રૂપિયા ખર્ચ કરશે.
  • અમેરિકાની વસ્તી 33 કરોડ છે. ટ્રમ્પ સરકાર રાહત પેકેજથી પ્રત્યેક નાગરિક પાછળ સરેરાશ 4.55 લાખ રૂપિયા ખર્ચ કરશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી