તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂતોના નરસંહાર વાળા ટ્વિટર હેશટેગ પર કેન્દ્ર સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સરકારે આ મુદ્દે ટ્વિટરને ફાઈનલ નોટિસ આપી છે અને કહ્યું છે કે, જો ટ્વિટર દ્વારા સરકારની વાત માનવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ નોટિસ સુચના પ્રોદ્યોગિક મંત્રાલય તરફથી ત્યારે આપવામાં આવી છે જ્યારે સોમવારે આવા 250 ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા. પહેલાં તેને મંત્રાલયની ફરિયાદના આધારે બ્લોક કરવામાં આવ્યા હતા. પાંચ પેજની આ નોટિસમાં ખૂબ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પાંચ પેજની નોટિસમાં ઘણું કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, #ModiPlanningFarmerGenocide હેશટેગ સાથે ટ્વિટર પર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવી છે. તે તથ્યાત્મક રીતે ખોટી છે અને તેનો હેતુ નફરત ફેલાવાનો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ એક મોટિવેટેડ કેમ્પેઈન છે. જે સમાજમાં તણાવ ઉભો કરે છે અને તે કોઈ પણ આધાર વગર ચલાવવામાં આવી રહ્યું છે.
નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, નરસંહારને પ્રોત્સાહન આપવું ફ્રિડમ ઓફ સ્પીચ નથી. તે કાયદો અને વ્યવસ્થા માટે જોખમ છે. દિલ્હી ગણતંત્ર દિવસે હિંસા જોઈ ચૂકી છે. નોંધનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી સીમાઓ પર મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. 26 જાન્યુઆીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા પણ થઈ હતી. બીજી બાજુ સીમાઓ પર સુરક્ષા પણ ટાઈટ કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં ટ્વિટર પણ ખેડૂત આંદોલન વિશે તેમના મત રજૂ કરી રહ્યા છે.
આ દરમિયાન ટ્વિટર પર ચાલતા ખેડૂતોના નરસંહારવાળા હેશટેગ સાથે પણ લોકોએ ટ્વિટ કર્યા છે. ટ્વિટર પર ખેડૂતોના નરસંહાર સાથે જોડાયેલું હેશટેગ ચલાવવામાં આવતું હતું. સરકારે ટ્વિટરને આવા એકાઉન્ટ પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. જેમાં આ હેશટેગ સાથે ટ્વિટ કરવામાં આવી હોય. જોકે ટ્વિટરે પહેલાં જ આવા એકાઉન્ડ સસ્પેન્ડ કરવાનું કામ શરૂ કરી દીધું છે.
આ વાતને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ આપતા કહ્યું છે કે, ટ્વિટરે સરકારનો આદેશ માનવો પડશે, નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલેકે વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરનાર જે ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની સામે ટ્વિટરે ફરી કાર્યવાહી કરવી પડશે. સરકારની નોટિસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર કોર્ટની જેમ નિર્ણય ન કરી શકે.
500 એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા
આ પહેલાં 27 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા પછી ટ્વિટરે 500 એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. ટ્વિટરે કહ્યું હતું કે, આ એકાઉન્ટ પર લેબલ પણ લગાવાયા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.