તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Government Informs Parliament: IS Active In 12 States Of The Country, 122 People Associated With It Arrested In Five Southern States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં આતંકવાદનું નેટવર્ક:સરકારે સંસદમાં માહિતી આપી- દેશનાં 12 રાજ્યમાં IS સક્રિય, દક્ષિણનાં પાંચ રાજ્યમાં તેની સાથે સંકળાયેલા 122 લોકોની ધરપકડ થઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં કહ્યું- IS ભારતમાં સોશિયલ મીડિયા મારફત લોકોને પોતાની સાથે જોડે છે
  • ગૃહ રાજ્ય મંત્રી રેડ્ડીએ સ્વીકાર્યું કે IS સાથે જોડાયેલા લોકો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વિદેશમાંથી ભંડોળ મેળવે છે

દેશમાં આતંકવાદી સંગઠન ISનું નેટવર્ક 12 રાજ્યમાં ફેલાઈ ચૂક્યું છે. NIAની માહિતી પ્રમાણે જે રાજ્યોમાં IS સૌથી વધારે સક્રિય છે એમાં દક્ષિણનાં પાંચ રાજ્ય કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુનો સમાવેશ થાય છે. આ પાંચ રાજ્યમાં ISની ઉપસ્થિતિને લગતા 17 કેસ નોંધાયા છે. 122 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સાથે પણ તેના તાર જોડાયેલા છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે સંસદમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે IS ભારતના લોકોને પોતાની સાથે જોડવા માટે અને પોતાની વિચારધારાનો ફેલાવો કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ભારતીય એજન્સી આ પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી છે. આ પ્રકારની બાબતોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

વિદેશમાંથી ભંડોળ મળે છે

રેડ્ડીએ જણાવ્યું હતું કે IS સાથે જોડાયેલા લોકોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વિદેશમાંથી ફંન્ડિંગ મળે છે. આ ફંન્ડિંગ કયાં દેશમાંથી મળે છે એ અંગે તેમણે કંઈ પણ કહ્યું ન હતું. IS, ઈસ્લામિક સ્ટેટ, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને લેવેન્ટ (ISIL),ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા (ISIS),દાએશ, ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન જેવાં અનેક નામોથી કામ કરે છે. આ સંગઠનોને કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કાયદા પ્રમાણે પ્રતિબંધિત યાદીમાં સામેલ કરેલ છે.

અનેક દેશોમાં ISની શાખા

ISએ વર્ષ 2014માં સિરિયા અને ઈરાકના અનેક વિસ્તારો પર કબજો કર્યો હતો. તેની બાંગ્લાદેશ, માલી, સોમાલિયા જેવા દેશોમાં શાખા છે. તે અન્ય આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોઈબા અને અલ કાયદા જેવાં આતંકવાદી સંગઠનો સાથે મળી કામ કરે છે. ઓગસ્ટ 2014માં અમેરિકા અને ઈરાને ઈરાક તથા સિરિયામાં ISનાં સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. ત્યાર બાદ 14 અન્ય દેશોએ પણ તેના પર હુમલા કર્યા. આ હુમલામાં ISના અનેક મોટા આતંકવાદી માર્યા ગયા અને તે નબળું પડ્યું.

ISએ ભારતમાં નવો પ્રાંત બનાવ્યાનો દાવો કર્યો હતો

ISએ 10 મે 2019ના રોજ એક ન્યૂઝ એજન્સી અમાકને ટાંકી દાવો કર્યો હતો કે તેણે ભારતમાં એક નવો પ્રાંત 'વિલાયાહ ઓફ હિંદ' સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. આ દાવો કાશ્મીરમાં એક એન્કાઉન્ટર બાદ થયો હતો. આ અથડામણમાં સોફી નામનો આતંકવાદી માર્યો ગયો હતો, જેનો સંબંધ આ સંગઠન સાથે હતો. તે આશરે 10 વર્ષ કરતાં વધારે સમયથી કાશ્મીરમાં અનેક આતંકવાદી સંગઠનો સાથે કામ કરતો હતો. બાદમાં તે ISમાં સામેલ થઈ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser