તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Government Hospitals Water Logging Problems In Patna; Snakes In Gardanibag Hospital Campus

હોસ્પિટલમાં ફરી રહ્યા છે સાપ:સરકારી હોસ્પિટલોમાં પાણી ભરાયાં, OPDમાં સાપ જોઈ દર્દીઓની હાલત ખરાબ; 48 કલાક પછી પણ પાણી ભરાયેલાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પટનામાં ગર્દનીબાગ હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાયાં. - Divya Bhaskar
પટનામાં ગર્દનીબાગ હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાયાં.

જો તમે સરકારી હોસ્પિટલોના ઓપીડીમાં સારવાર કરાવવા જઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો. આસપાસ નજર દોડાવતા રહેજો, કારણ કે અહીં ઝેરીલા સાપ ફરી રહ્યા છે. થોડી પણ બેદરકારી રાખશો તો જીવ ગુમાવી દેશો. બિહારના પટનામાં ગર્દનીબાગ હોસ્પિટલમાં આવું થઈ રહ્યું છે. છેલ્લા 48 કલાકથી કેમ્પસમાં પાણી ભરાયેલાં છે, જેમાં સાપ ફરી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં અહીં ઘણી વખત સાપ નીકળવાની ઘટનાઓ થતી રહે છે. આ વખતે કેમ્પસમાં પાણી ભરાવાને કારણે જોખમ વધી ગયું છે.

હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલી થઈ રહી છે.
હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલી થઈ રહી છે.

કૂતરું કરડવાનું ઈન્જેક્શ લેવા આવ્યા છો, સાપ ડંખ ના દઈદે જોજો
યારપુરમાં રહેતા રાજ કુમારના 4 વર્ષના દીકરા પ્રદીપને કૂતરું કરડ્યું છે. તેઓ તેમના દીકરાને લઈને બપોરે ગર્દનીબાગ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાઈ ગયાં છે. આ જ કારણથી જિલ્લા સ્વાસ્થ્ય સમિતિના ગેટની અંદર ગયા અને દીકરાને લઈને વોર્ડમાં ગયા હતા. અહીંનું દૃશ્ય જોઈને રાજકુમાર ખૂબ જ ગભરાઈ ગયો અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ત્યાર પછી તે તેના દીકરાને દોડીને ભાગવા લાગ્યો. તે એટલો ડરી ગયો હતો કે શ્વાસ પણ નહોતો લઈ શકતો. રાજકુમારે જણાવ્યું હતું કે તે હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ દાખલ હતા ત્યાં પહોંચ્યો અને આગળ વધી રહ્યો હતો ત્યારે સામેથી એક કાળા રંગનો મોટો સાપ દેખાયો. જો તે થોડો આગળ વધ્યો હોત તો સાપ તેને ડંખ મારી દેત.

યોગ્ય સફાઈના અભાવે સાપ ઊભરાય છે
ગર્દનીબાગ હોસ્પિટલમાં યોગ્ય સફાઈ ના થવાને કારણે ઘણા ઝાડી-ઝાંખરા છે. હોસ્પિટલનો કચરો પણ કેમ્પસમાં જ ફેંકવામાં આવે છે. હોસ્પિટલની બાજુમાં જ રેલવે છે અને ત્યાં પણ ઘણાં ઝાડી-ઝાંખરાં છે. આ કારણથી આજુબાજુના વિસ્તારોમાં સાપની સંખ્યા ઘણી વધી ગઈ છે. અહીં પોલિયોના બોક્સથી લઈને અન્ય ઘણો એવો કચરો ભેગો થાય છે જ્યાં સાપ ભરાઈ રહેતા હોય છે. હોસ્પિટલનું બિલ્ડિંગ પણ જૂનું છે અને ભેજને કારણે અહીં વધારે જોખમ રહે છે. દિવસે પણ ઘણું અંધારું છવાયેલું રહે છે, જેને કારણે ડોક્ટર્સ અને નર્સો પણ ડરેલા રહે છે. સ્ટોરથી લઈને વેક્સિન રૂમમાં પણ દિવસે અજવાળું નથી હોતું. રાત્રે તો હોસ્પિટલમાં વધારે જોખમ હોય છે.

વેક્સિન સ્ટોરમાં આંતરે દિવસે સાપ નીકળે છે
ગર્દનીબાગ હોસ્પિટલ કેમ્પસમાં વેક્સિનનો જિલ્લા સ્ટોર છે, જે ઘણો જૂનો છે. જોકે હવે થોડા સમારકામ પછી સ્થિતિમાં સુધારો આવ્યો છે, નહીં તો ઘણી વખત ગરમીને કારણે સાપ સ્ટોરમાં જતા હતા. અહીં ઘણી વખત અધિકારીઓ તેમનો જીવ બચાવીને ભાગ્યા છે. આખા કેમ્પસમાં પૂરતી ચોખ્ખાઈના હોવાને કારણે સાપ ઊભરાવાનો પ્રશ્ન યથાવત્ રહ્યો છે.

પાણીમાં કેવી રીતે ચાલશે OPD
ગર્દનીબાદ હોસ્પિટલમાં 48 કલાકથી પાણી ભરાયેલાં છે. સોમવારે પણ લોકો હોસ્પિટલની અંદર નહોતા પહોંચી શક્યા. હોસ્પિટલમાં ગંદું પાણી ભરાયું હોવાને કારણે લોકોનું ઓપીડી સુધી પહોંચવું મુશ્કેલ છે. અહીં ક્યાં સુધીમાં સફાઈ કરાવી દેવામાં આવશે એ વિશે તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર નથી. વરસાદી પાણી હોસ્પિટલની ગંદકી સાથે મળીને સડો પેદા કરી રહ્યું છે, જે બીમારીનું કારણ પણ બની શકે છે. આ દરમિયાન દર્દીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. હોસ્પિટલ તરફથી પણ સફાઈ કરાવવાનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. એ ઉપરાંત મચ્છર કે સાપ અન્ય જીવાણુ વાયરસથી બચવા પણ કોઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...