તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Government Expedites Review Of Pfizer And AstraZeneca Vaccines, Seeks Emergency Clearance

કોરોના વેક્સિનની પ્રતિક્ષા:સરકારે ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની વેક્સિનની રિવ્યૂ પ્રક્રિયા ઝડપી બનાવી,માંગી ચુક્યા છે બન્ને ઈમર્જન્સી મંજૂરી

નવી દિલ્હી/બેંગ્લુરુ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સીરમે રવિવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે કોરોના વેક્સિનની ઈમર્જન્સી મંજૂરી માટે અરજી કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં 96.73 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે - Divya Bhaskar
સીરમે રવિવારે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે કોરોના વેક્સિનની ઈમર્જન્સી મંજૂરી માટે અરજી કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં 96.73 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે

દેશમાં ઈમર્જન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવા અંગે ફાઈઝર તથા એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન માટે રિવ્યૂ ઝડપી કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોને ટાંકી ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે વેક્સિનના માસ સપ્લાઈ માટે સરકારે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ને લઈ વિશેષ આશા છે. SIIએ સોમવારે જ કોરોના વેક્સિન કોવીશીલ્ડના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માંગી છે. જ્યારે ફાઈઝરે 4 ડિસેમ્બરના રોજ આ માટે અરજી કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રિવ્યૂની પ્રક્રિયા ચાલી રહી છે. તે સીરમ માટે પણ લાગૂ થાય છે. તે સમયની માંગ છે. આ માટે અમારે શક્ય એટલા જલ્દીથી આ માંગ પૂરી કરવાની રહેશે.

SII પ્રથમ સ્વદેશી કંપની
SIIએ કોવીશીલ્ડના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માંગી છે. આ સાથે જ સીરમ ઈન્સ્ટિટ્યુટ દેશની પહેલી સ્વદેશી કંપની બની ગઈ છે, જે કોરોના વેક્સિનને માર્કેટમાં લોંચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના CEO એ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે કંપનીના આ પગલાથી અનેક લોકોના જીવન બચાવી શકાશે.

વેક્સિન 90 ટકા અસરકારક
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાએ ગયા મહિને જ એક નિવેદનમાં કહ્યું કે UK અને બ્રાઝીલમાં કરવામાં આવેલા ટેસ્ટમાં વેક્સિન (AZD1222)ખૂબ જ અસરકારક છે. અડધો ડોઝ આપવાથી વેક્સિન 90 ટકા સુધી અસરકારક રહી હતી. ત્યારબાદ બીજા મહિનામાં સંપૂર્ણ ડોઝ આપવાથી 62 ટકા અસરકારક દેખાઈ હતી. તેના એક મહિના બાદ બે ફૂલ ડોઝ આપવાથી વેક્સિનની અસર 70 ટકા દેખાઈ હતી. આ વેક્સિન પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં તૈયાર કરવામાં આવી છે.

ફાઈઝરે 4 ડિસેમ્બરના રોજ મંજૂરી માંગી હતી । 4 ડિસેમ્બરના રોજ અમેરિકાના કંપની ફાઈઝરે ભારતીય ડ્રગ કન્ટ્રોલર પાસેથી તેની વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ કરવા મંજૂરી માંગવામાં આવી હતી. ફાઈઝરની વેક્સિન લગાવવાથી UK અને બહેરીને મંજૂરી આપી દીધી છે. ભારતે અગાઉથી જ સ્પષ્ટતા કરી છે કે દેશમાં કોઈ પણ વેક્સિન ત્યારે જ લાવવામાં આવશે કે જ્યારે તેના ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરા કરી લે.

3 દેશોએ મંજૂરી આપી
કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં ચીને 4, રશિયાએ 2 અને UKએ 1 વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. બીજી બાજુ ભારત પ્રી-ઓર્ડરમાં આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનને લઈ ગયા સપ્તાહે ખૂબ જ સક્રિયતા દર્શાવી છે. 28 નવેમ્બરના રોજ મોદીએ અમદાવાદ, પુણે અને હૈદરાબાદની કંપનીઓમાં જઈ વેક્સિનની તૈયારીનું આંકલન કર્યું હતું. 30 નવેમ્બરના રોજ તેમને કેટલીક કંપનીના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાત કરી હતી. 4 ડિસેમ્બરના રોજ તેમણે વેક્સિન અંગે વાતચીત કરવા સર્વપક્ષિય બેઠક બોલાવી હતી.

કોવેક્સિનના ત્રીજા તબક્કાનો ટ્રાયલ શરૂ
ચેન્નાઈની SRM મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે સોમવારે કોવેક્સિનના ત્રીજા તબક્કાનો હ્યૂમન ટ્રાયલ શરૂ કરવા અંગે જાહેરાત કરી. તેને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ત્રીજા તબક્કામાં એક હજારથી 15 સો વોલેન્ટિયર્સ પર પરીક્ષણ કરવામાં આવશે.

5 મહત્વની વેક્સિનની સ્થિતિ

વેક્સિનસ્થિતિક્યારે આવશે/શુ ચાલી રહ્યું છેકિંમત પ્રતિ ડોઝ
મોર્ડના (અમેરિકા)ઈમર્જન્સી યુઝની તૈયારી, 94.5% સુધી અસરકારકઆ મહિને આવી શકે છેરૂપિયા 1850-2750
ફાઈઝર (અમેરિકા)ઈમર્જન્સી યુઝની મંજૂરી માંગી, 95% સુધી અસરકારકઈમર્જન્સી મંજૂરી માંગીરૂપિયા 1450
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા (બ્રિટન)UK-બ્રાઝીલમાં પરીક્ષણોમા ં90% સુધી અસરકારકઈમર્જન્સી મંજૂરી માંગીરૂપિયા 500-600
કોવેક્સિન (ભારત)ત્રીજો ટ્રાયલ શરૂઆશરે 26 હજાર લોકો પર ટ્રાયલ થશે-
સ્પુતનિક (રશિયા)બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ ચાલી રહ્યા છેબે ડોઝની રસી આપવામાં આવશેહજુ નક્કી નથી

(નોંધઃ વેક્સિનના 2 ડોઝ જરૂરી બનશે)