• Gujarati News
  • National
  • Government Doctor Beat Aunt With Stick By Dropping Her On Road, Also Beat Sister For Making Video

સરકારી ડૉક્ટરની દાદાગીરી:કાકીને રસ્તા પર લાકડીથી માર માર્યો, વીડિયો બનાવવા પર બહેનને પણ મારી; હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી

એક મહિનો પહેલા

વિદિશાના ગંજબાસૌદામાં ઉત્તર પ્રદેશના સરકારી ડૉક્ટરનો લાકડીથી માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. ડૉક્ટરે પોતાની કાકી અને પિતરાઈ બહેનને રસ્તા પર નિર્દયતા પૂર્વક માર માર્યો. ઈજાગ્રસ્ત મા-દીકરીની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. MPના મીલ માર્ગ સ્થિત તરણ તારણ પાઠશાળાની આ ઘટના છે. આરોપી ડૉક્ટર મધ્યપ્રદેશનો છે અને મથુરામાં નોકરી કરે છે.

50 વર્ષીય પુષ્પલતા જૈન પોતાની 18 વર્ષીય દીકરી સંસ્કૃતિ સાથે પોતાની સાડીની દુકાન પર બેસી હતી, ત્યારે તેમનો જેઠ સૂરજમલ જૈન પોતાના દીકરા ડૉ.આશિષ જૈન સાથે આવ્યો હતો. ગાળો બોલીને તે જ સમયે મકાન ખાલી કરવાનું દબાણ કરવા લાગ્યો. તેમણે દુકાનનો સામાન બહાર ફેંકી દીધો. જ્યારે તેને આવું કરવાથી રોકવામાં આવ્યો અને પોલીસ ફરિયાદની વાત કહી તો સૂરજમલ અને આશિષ ભડકી ગયા હતા. બંને પુષ્પલતા અને સંસ્કૃતિને લાકડીથી મારપીટ શરુ કરી દીધી. તે જીવ બચાવીને ભાગી તો દોડાવી-દોડાવીને નિર્દયતા પૂર્વક માર માર્યો. ત્યારબાદ રસ્તા પર સૂવડાવી લાકડીથી મારતો રહ્યો. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો. આ બાબતે પોલીસ અધિકારી સુમી દેસાઈનું કહેવું છે કે મહિલા અને દીકરીના હાથ-પગમાં ઈજા પહોંચી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મહિલાના હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી છે, અગાઉ પણ ચપ્પાથી હુમલો કરી ચૂક્યો છે આરોપી આશિષ
મહિલાના હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી છે, અગાઉ પણ ચપ્પાથી હુમલો કરી ચૂક્યો છે આરોપી આશિષ

અડધો કલાક સુધી મારપીટ કરી
પુષ્પલતાએ કહ્યું- અમને ઘરે જતા સમયે ચાર રસ્તે મારવામાં આવ્યાં. જ્યારે તે મને મારી રહ્યો હતો તો દીકરીએ વીડિયો બનાવી દીધો. આ જોઈને તેણે દીકરીને પણ મારવાની શરુ કરી દીધી. તે અડધો કલાક સુધી અમને મારતો રહ્યો. મારા શરીરમાં ખૂબ જ ઈજા પહોંચી છે. દીકરીને ઉભું કરનારું કોઈ નહોતું, મુશ્કિલથી તેને સ્કુટર પર હોસ્પિટલ પહોંચાડી. હોસ્પિટલમાં પણ વ્યવસ્થિત સારવાર નહોતી મળી. પોલીસની એક મેડમ આવી હતી. બધા કાગળ લઈને જતી રહી.

કાકાના તબીબ દીકરાએ મારપીટ કરી
ઈજાગ્રસ્ત દીકરીએ કહ્યું તે મથુરામાં સરકારી ડૉક્ટર આશિષ મારા મોટા કાકાનો દીકરો છે. જ્યારે મારપીટ કરી ત્યારે મારા પિતા દવા લેવા ગયા હતાં. અમે પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે આશિષ અને ત્રણ લોકો આવ્યા અને અમને લાકડીથી મારવાનું શરુ કરી દીધું. અમે પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં કોઈ કામ થયું નહીં. અમને જ ચૂપ કરાવી રહ્યા હતાં. ત્યારબાદ અમે હોસ્પિટલ જતા રહ્યાં, અમે પપ્પાને કોલ કર્યો તો તેમણે જણાવ્યું કે આશીષ ઘરે આવી ગયો છે. અમે હોસ્પિટલથી ઘરે જતા હતા ત્યારે આશિષ ફરી અમને રસ્તા પર મળી ગયો અને તેણે માને લાકડીથી મારવાનું શરુ કરી દીધું. તેનો હું વીડિયો બનાવવા લાગી તો મને પણ મારવાનું શરુ કરી દીધું.

લાડકીઓથી મારનારો મથુરામાં સરકારી ડોક્ટર છે
લાડકીઓથી મારનારો મથુરામાં સરકારી ડોક્ટર છે

આરોપી અગાઉ પણ ચપ્પાથી હુમલો કરી ચૂકયો છે
સૂરજમલ જૈન નિવૃત શિક્ષક છે. વર્તમાનમાં વિદિશામાં રહે છે. વિદિશા જતા પહેલા ગંજબાસૌદાના જે ભાડાના મકાનમાં રહેતા હતા તે તરણ તારણ ટ્રસ્ટનું હતું. જતી વખતે તેણે ભાઈ દિનેશને રહેવા માટે તે મકાન આપ્યું હતું. તેમનો દીકરો આશિષ જૈન UPના મથુરામાં સરકારી ડૉક્ટર છે. બંને છેલ્લા કેટલાક સમયથી મકાન ખાલી કરવા બાબતે દબાણ બનાવી રહ્યા છે. આ અગાઉ પણ ભત્રીજો પોતાની કાકી પર ચપ્પાથી હુમલો કરી ચૂક્યો છે. તેનો કેસ પણ કોતવાલીમાં દાખલ છે.

રસ્તા પર કાકીની મારપીટ કરતો ડોક્ટર
રસ્તા પર કાકીની મારપીટ કરતો ડોક્ટર

સમ્રગ વિવાદ શું છે?
સૂરજમલ જૈન અગાઉ ગંજબસૌદામાં ભાડાના મકાનમાં રહેતો હતો. મકાન જે જમીન પર બન્યું હતું, તે જમીન તારણ તરણ ટ્રસ્ટની હતી. સૂરજમલ જ્યારે ત્યાંથી વિદિશા જવા લાગ્યો તો તેણે મકાન પોતાના નાના ભાઈ જીનેશ જૈનને આપી દીધું. સૂરજમલ પરિવાર સાથે વિદિશામાં શિફ્ટ થઈ ગયો. હવે આ જમીન પર જીનેશે મકાન બનાવી લીધું છે. આ મકાનમાં દુકાન પણ છે. આ મકાનને ખાલી કરાવવા માટે સૂરજમલ અને આશિષ સતત જીનેશના પરિવાર પણ દબાણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...