• Home
  • National
  • Government claims: In the first two phases, 29 lakh cases of corona were avoided, 78 thousand lives were saved

લોકડાઉનનો ફાયદો / સરકારનો દાવો- પહેલા બે ફેઝમાં કોરોનાના 29 લાખ કેસ ટળ્યા, 78 હજાર લોકોના જીવ બચ્યા

આ તસવીર રાજસ્થાનના કિશનગઢની છે, જ્યાં માટીકામ કરનારાઓ માટલા પર કોરોનાની જાગૃતિના સંદેશ લખી રહ્યા છે.
X

  • અલગ-અલગ સ્ટેટિસ્ટિકસલ મોડલ્સના અનુમાનોના આધારે આ આંકડા બતાવ્યા છે
  • કહ્યું- લોકડાઉને સંક્રમણની ગતિ ધીમી કરી, 3 એપ્રિલ પછી કોરાનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:15 PM IST

નવી દિલ્હી. સરકારનું માનવું છે કે લોકડાઉનને કારણે કોરોનાના 29 લાખ કેસ ટળ્યા હતા અને 78 હજાર લોકોનો જીવ બચ્યા હતો. સ્ટેટિસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મિનિસ્ટ્રીના સેક્રેટરી પ્રવીણ શ્રીવાસ્તવે અલગ-અલગ સ્ટેટિસ્ટિકસલ મોડલ્સના અનુમાનોના આધારે આ આંકડા બતાવ્યા છે. આ લોકડાઉનના પહેલા બે ફેઝમાં થયેલા ફાયદાનું અનુમાન છે.

શ્રીવાસ્તવે જુદા જુદા આંકડા પણ આપ્યા. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપનું અનુમાન છે કે લોકડાઉનથી 36 લાખથી 70 લાખ કેસ લોકડાઉનના કારણે ટળ્યા છે અને 1.2થી 2.1 લાખ લોકોનો જીવ પણ બચ્યો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, લોકડાઉને 78 હજાર લોકોનો જીવ બચાવ્યો હતો. બે સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે 2.3 મિલિયન કેસ ટળી ગયા છે અને 68 બજાર લોકોના મોત ટળ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે લોકડાઉનથી કોરોનાના 1.5 મિલિયન કેસ ટળી ગયા છે અને 51 હજાર લોકોના જીવ બચ્યા છે. શ્રીવાસ્તવ કહે છે કે આમાંના મોટાભાગના અનુમાન વ્યાજબી છે.

કોરોના 80% એક્ટિવ કેસ 5 રાજ્યોમાં 
શ્રીવાસ્તવે કહ્યું કે સંપૂર્ણ વિશ્વાસ છે કે જો કોઈ લોકડાઉન ન હોત તો બહુ મોટું નુકસાન થયું હોત. કોરોના પર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ-1 ના અધ્યક્ષ વી.કે. પોલના જણાવ્યા મુજબ, કોરોનાના 80% એક્ટિવ કેસ 5 રાજ્યોમાં છે જ્યારે 60% એક્ટિવ કેસ 5 શહેરોમાં છે. 3 એપ્રિલથી કોરોના કેસોમાં તીવ્ર ઘટાડો સાથે લોકડાઉન ચેપની ગતિ ધીમી પડી છે.

31મે સુધી લોકડાઉનનો ચોથો ફેઝ
પીએમ નરેન્દ્ર મોદીએ 25 માર્ચથી દેશમાં લોકડાઉનનાં પ્રથમ ફેઝની જાહેરાત કરી હતી. તેમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. અત્યારે ચોથો ફેઝ ચાલી રહ્યો છે, જે 31 મે સુધી રહેશે. ચોથા ફેઝમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ઘરેલું હવાઈ મુસાફરી સોમવારથી શરૂ થશે અને ટ્રેનો પણ 1 જૂનથી શરૂ થશે. અત્યારે ફક્ત વિશેષ ફ્લાઇટ્સ અને ટ્રેનો ચાલુ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી