તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Government Can Waive 10% Customs Duty On Vaccine Imports, Private Companies Can Also Sell

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનની કટોકટી પૂરી થવાનાં એંધાણ:સરકાર વેક્સિનની આયાત પર 10% કસ્ટમ ડ્યૂટી માફ કરી શકે છે, ખાનગી કંપનીઓ પણ વેચાણ કરી શકશે

21 દિવસ પહેલા
  • સરકારે વેક્સિનની ખરીદી અર્થે 4500 કરોડ આપ્યાઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને 3 હજાર કરોડ રૂ. અને ભારત બાયોટેકને 1500 કરોડ રૂ. આપ્યા છે

કોરોનાવાયરસની બીજી લહેરના પ્રકોપ વચ્ચે ભારતમાં વેક્સિન અંગે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કોવિડ વેક્સિન પર લાગેલી 10 ટકા કસ્ટમ ડ્યૂટીને સરકાર માફ કરી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે હવે ભારતમાં ખાનગી કંપનીઓને પણ વેક્સિન આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે.

જો સરકાર આ પ્રમાણેનો નિર્ણય લેશે તો ભારતમાં વેક્સિનના ડોઝની જે અછત સર્જાઈ રહી છે એમાં ઘણી રાહત થશે. સરકારે કોવિડની બીજી લહેર વચ્ચે રશિયાની સ્પુતનિક-V વેક્સિનને ભારતમાં આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. આની સાથે ફાઈઝર, મૉડર્ના અને જોહન્સન એન્ડ જોહન્સન સાથે પણ વેક્સિનના ડોઝ દેશમાં આયાત કરવાની ચર્ચા કરવામાં આવી છે.

એક અધિકારીએ ગુપ્ત ઓળખ રાખવાની શરતે માહિતી આપી હતી કે સરકાર ખાનગી કંપનીઓને પણ વેક્સિનની આયાત કરવા અર્થે મંજૂરી આપવા વિચાર કરી રહી છે. કેટલીક ખાનગી કંપનીઓ માર્કેટમાં આ વેક્સિનનું વેચાણ કરી શકશે, જેમાં સરકાર કોઈપણ પ્રકારના વિક્ષેપો નહીં કરે. આ તમામ કંપનીઓને વેક્સિનની કિંમત નક્કી કરવાની અનુમતિ પણ આપવામાં આવશે. અત્યારે સમગ્ર દેશમાં કોવિડ-19 વેક્સિનના ખરીદ અને વેચાણ ઉપર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેલું છે.

એશિયાઈ દેશોમાં 20% સુધી આયાત ડ્યૂટીની ઉઘરાણી કરાઈ રહી છે
અત્યારે મોટા ભાગના એશિયાઈ દેશોમાં વેક્સિનની આયાત પર 10-20% સુધી આયાત ડ્યૂટી લાદવામાં આવી છે, જેમાં નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. આના સિવાય લેટિન અમેરિકી દેશ આર્જેન્ટીના અને બ્રાઝિલ પણ કોવિડ વેક્સિનની આયાત પર 20% સુધી આયાત ડ્યૂટીની ઉઘરાણી કરી રહી છે. ભારતમાં કોવિડ વેક્સિનની આયાત પર 10% જેટલી બેઝિક કસ્ટમ ડ્યૂટી લાદવામાં આવી છે, જેના પર 10% સોશિયલ વેલ્ફેર સરચાર્જ અને 5% આઈજીએસટીની પણ લાદવામાં આવે છે.

સરકારે વેક્સિનની ખરીદી અર્થે 4500 કરોડ આપ્યા
કેન્દ્ર સરકારે વેક્સિનની ખરીદી માટે 4500 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. તેણે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને 3 હજાર કરોડ રૂપિયા અને ભારત બાયોટેકને 1500 કરોડ રૂપિયા આપ્યા છે. આ રકમને બે-ત્રણ મહિના સુધી વેક્સિનના પુરવઠાને પહોંચી વળવા માટે એડવાન્સ પેટે ચૂકવવામાં આવ્યા છે. આની પહેલાં માહિતી મળી રહી હતી કે સરકારે વેક્સિનનું નિર્માણ કરતી કંપનીઓને ગ્રાન્ટ ફાળવી છે.

1લી મેથી 18+ તમામ લોકોને કોવિડ વેક્સિન લેવાનો લાભ મળશે
સરકારે કોવિડ વેક્સિનેશન અંગે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિનેશનમાં ભાગ લઈ શકશે તેવી જાહેરાત કરી છે. સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે વેક્સિનનું નિર્માણ કરતી કંપનીઓ પોતાના નિર્માણનો 50% સુધીનો પુરવઠો કેન્દ્રને આપશે. આમાંથી બાકી રહેલા 50%નો પુરવઠો તે રાજ્ય સરકારને અથવા બજારમાં વેચવામાં સમર્થ હશે. પહેલાંની જેમ જ લોકોએ વેક્સિનેશન માટે કોવિન દ્વારા નોંધણી કરવાની આવશ્યકતા રહેશે. કોઈપણ પ્રદેશમાં વેક્સિનની અછત ન સર્જાય એના માટે રાજ્ય સરકારને કંપનીઓ પાસેથી સીધો પુરવઠો ખરીદવાની સત્તા પણ આપવામાં આવી છે.

IOCL-BPCL દ્વારા સૌથી પ્રભાવિત રાજ્યોને ફ્રીમાં ઓક્સિજન અપાશે
સરકારી ઓઈલ કંપની IOCL અને BPCL કોવિડ મહામારીના પ્રકોપને કારણે પ્રભાવિત થયેલાં રાજ્યોને ફ્રીમાં ઓક્સિજન આપશે. IOCLએ દિલ્હી, હરિયાણા અને પંજાબની હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવાનું શરૂ પણ કરી દીધું છે. BPCLએ હોસ્પિટલોને પ્રત્યેક મહિને 100 ટન ઓક્સિજન ફ્રીમાં આપવાનું શરૂ કરી દીધું છે.

સતત ત્રીજા દિવસે પણ 2.50 લાખથી વધુ દર્દીઓ નોંધાયા
દેશમાં સતત 3 દિવસોથી 2.50 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જોકે સારી વાત એ છે કે રવિવારની તુલનામાં આ આંકમાં થોડોક ઘટાડો થયો છે. ગત 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. રવિવારે 1.75 લાખ લોકો પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે દેશમાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક 1 લાખ 54 હજાર 234 લોકો સાજા પણ થયા હતા. આની પહેલાં 18 એપ્રિલે એક દિવસમાં સૌથી વધુ 1.43 લાખ લોકોએ કોરોનાને માત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો