તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Government Announces Unlock 5 Guidelines; Cinema Halls Can Be Opened With 50% Capacity

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર:15 ઓક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ ખૂલશે; ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ પણ ખોલાશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકશે
 • સ્કૂલ શરૂ થયા પછી વિદ્યાર્થીને સ્કૂલે આવવા ફરજ પાડી શકાશે નહીં
 • 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી

કેન્દ્ર સરકારે આજે (બુધવારે) અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિયેટર અને મલ્ટિપ્લેક્સ ખોલી શકાશે.

15 ઓક્ટોબર પછી આ રીતે અમલ થશે

 • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.
 • બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે.
 • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે.
 • મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
 • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
 • હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
 • સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
 • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
 • હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, એનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
 • સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
 • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.
 • પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી.
 • કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે.
 • બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
 • કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત.
 • મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળો બંધ રહેશે.
 • 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી.
 • રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે.
 • આંતરરાજ્ય તથા રાજ્યની અંદરના પરિવહન પર કોઈ રોકટોક નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser