• Gujarati News
  • National
  • Government Announces New Guidelines For Home Isolation, Now Three Days Leave Without Fever

ક્વોરન્ટીનના નવા નિયમ નોંધી લો:પોઝિટિવ દર્દીને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો હોમ આઇસોલેશન પૂરું કરી શકશે; ક્વોરન્ટીન પૂરું થયા પછી ટેસ્ટ કરાવવાની જરૂર નથી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ટૂંક સમયમાં દરેક નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. એમાં સૌથી મોટો ફેરફાર હોમ આઇસોલેશનને લઈને બનાવવામાં આવેલી નવી ગાઇડલાઇન્સમાં થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- પોઝિટિવ થયા બાદ ત્રણ દિવસ સુધી સતત તાવ ન આવે તો હોમ આઇસોલેશનના દર્દીને રજા આપવામાં આવશે અને આઇસોલેશન પૂરું થઈ જશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે એ પણ જણાવ્યું હતું કે હોમ આઇસોલેશનનો સમય પૂરો થયા બાદ ફરી ટેસ્ટિંગ કરવાની જરૂર હવે નથી. આંકડાઓ પ્રમાણે, છેલ્લા 9 દિવસમાં દેશમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસો ત્રણ દિવસોમાં ડબલ થઈ રહ્યા છે, તેથી દેશમાં નવી હોમ આઇસોલેશન ગાઇડલાઇન્સ જાહેર કરવી જરૂરી હતી.

હોમ આઇસોલેશનના નવા નિયમો

  • વૃદ્ધ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ હોમ આઇસોલેશનની મંજૂરી મળશે.
  • હળવાં લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે. તેમના માટે પ્રોપર વેન્ટિલેશન રાખવું જરૂરી રહેશે.
  • કોરોના દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવશે.
  • દર્દીને પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપવામાં આવશે.
  • HIV સંક્રમિત, ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર અને કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ પર જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

આ જાણવું જરૂરી છે

  • હળવાં લક્ષણોવાળા દર્દીઓ, જેમનું ઓક્સિજન લેવલ 93%થી વધુ હશે તેમને હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી મળશે.
  • માઈલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓને જિલ્લા સ્તરના કંટ્રોલ રૂમના સંપર્કમાં સતત રહેવું પડશે.
  • કંટ્રોલ રૂમ તેમને જરૂર પડવા પર ટેસ્ટિંગ અને હોસ્પિટલ બેડ સમય પર પહોંચાડશે.
  • દર્દીઓને સ્ટિરોઈડ લેવાની મનાઈ છે. સીટી સ્કેન અને ચેસ્ટ એક્સરે વગર ડોક્ટરની સલાહ નહીં મળી શકે.

આ લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી

  • ત્રણ દિવસ સુધી જો સતત તાવ 100 ડીગ્રી ફેરનહાઈટથી વધુ રહે.
  • જો શ્વાસ લેવામાં તકલીફ થાય કે શ્વાસ ફૂલવા લાગે.
  • શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટીને 93%થી ઓછો થાય.
  • છાતીમાં સતત દુખાવો થાય.
  • ગંભીર થાક કે શરીર તૂટતું હોય.
અન્ય સમાચારો પણ છે...