• Gujarati News
  • National
  • Government Ambulances Don’t Come, Private Ones Cost More; So He Tied The Bed On The Bike And Brought His Daughter To The Hospital

MPમા અનોખી એમ્બ્યુલન્સ:સરકારી એમ્બ્યુલન્સ આવતી નથી, પ્રાઈવેટનો ખર્ચ વધુ; માટે બાઇક પર ખાટ બાંધીને દીકરીને લઈ આવ્યા હોસ્પિટલ

દેવાસ2 મહિનો પહેલા
  • બીમાર દીકરીની સારવાર કરાવવા માટે પિતાએ 3 લાખ રૂપિયા વ્યાજે લીધા છે

મધ્યપ્રદેશના દેવાસમાં પિતા પોતાની બીમાર દીકરીને બાઇક પર ખાટ બાંધીને એમ્બ્યુલન્સ બનાવીને હોસ્પિટલ લઈ આવ્યા હતા. યુવતી લકવાગ્રસ્ત છે. તેને દર મહિને સારવાર માટે ગામેથી હોસ્પિટલ લઈને આવવું પડે છે. પરિવારનું કહેવું છે કે ફોન કરવા છતાં પણ સરકારી એમ્બ્યુલન્સ આવતી નથી. પ્રાઈવેટ એમ્બ્યુલન્સનો ખર્ચ એક જ વખતમાં 1500 રૂપિયા જેટલો થાય છે. આ કારણે બાઇક પર ખાટ બાંધીને યુવતીને હોસ્પિટલ લઈ આવ્યા છીએ. એક વ્યક્તિએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે કે મધ્યપ્રદેશમાં દર્દીને હોસ્પિટલ પહોંચવા માટે કેવી મુશ્કેલીઓ પડી રહી છે. બીમાર યુવતીનું નામ યોગિતા (19) છે.

આ બાબતે CMHO ડો. એમપી શર્માનું કહેવું છે તે યુવતી સગર્ભા ન હતી. તેને લકવો થયો છે. દર વખતે તે યુરીનની નળી બદલવા માટે તે આવતી રહે છે. કોઈ કારણોસર એમ્બ્યુલન્સ ન મળતા તે આ રીતે અહીં પહોંચી હતી. સોમવારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચાડીને તેની સારવાર કરાવવામાં આવશે.

બાઇક પર ખાટ બાંધીને હોસ્પિટલ જવા માટે મજબૂર પિતા
બીમાર યોગિતા (19) એમપીના દેવાસ જિલ્લાના ખાતેગામની રહેવાસી છે. પરિવારજનો છેલ્લા 18 મહીનાથી તેની સારવાર કરાવી રહ્યા છે. હવે યોગિતાને દર મહીને હોસ્પિટલ જવું પડે છે. સારવાર માટે શનિવારે તેના પરિવાર બાઇક પર ખાટ બાંધીને હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન સમગ્ર ઘટનાનો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.

સારવાર મારે 3 લાખ રૂપિયા વ્યાજે લીધા છે
દીકરીની સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોંચેલા પિતા કૈલાશે જણાવ્યુ હતું કે યોગીતાનો કમરથી નીચેનો ભાગ કામ કરી રહ્યો નથી. 18 મહીના પહેલા તે ખાડામાં પડી ગઈ હતી, ત્યારથી લઈને આજ સુધી તે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. યોગીતાના ભાઈ વિજેશે જણાવ્યુ કે પિતા મજૂરી કરે છે. બહેનની સારવાર કરાવવા માટે અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા વ્યાજ પર લીધા છે, પરંતુ સરકારી સુવિધાનો કોઈ જ લાભ આજ સુધી મળ્યો નથી. અમે એમ્બ્યુલન્સ માટે ફોન કરીએ છીએ તો પણ કોઈ જવાબ મળતો નથી. એક વખત ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટે 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ખર્ચ ઓછો થાય, માટે અમે એક દિવસ પહેલા જ તેને બાઇક પર ખાટ બાંધીને પિતા હોસ્પિટલ લઈ ગયા હતા.

જસ્ટિસ ફોર લખવિન્દરે આ કર્યું હતું ટ્વીટ

અન્ય સમાચારો પણ છે...