બિહારમાં લઠ્ઠાકાંડથી 23ના મોત:ઝેરીલા દારુથી ગોપાલગંજમાં 13 અને બેતિયામાં 10 લોકોના જીવ ગયા, 14ની હાલત ગંભીર

એક મહિનો પહેલા

બિહારમાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પિવાના કારણે બે જિલ્લામાં 21 લોકોના મોત થયા છે જ્યારે કુલ 16ની હાલત ગંભીર છે. તેમાંથી 13 લોકોએ ગોપાલગંજમાં જીવ ગુમાવ્યા છે. 7ની હાલત ગંભીર છે. અહીં ત્રણ લોકોની આંખોની રોશની જતી રહી છે. બીજી તરફ બેતિયામાં 8 લોકોના મોત થયા છે. નવ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ગોપાલગંજમાં દારૂ પીવાથી તબિયત બગડનારાઓની મોતીહારી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તમામ મૃતકો કુશહર, મોહમ્મદપુર, મંગોલપુર, બુચેઆ, છપરા અને રસૌલી ગામના રહેવાસી હતા. આ બધાએ મંગળવારે દારૂ પીધો હતો. એ પછી તેની તબિયત બગડવા લાગી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજ સુધી આઠ લોકોના મોત થયા હતા. મોતીહારી અને ગોપાલગંજ હોસ્પિટલમાં દાખલ વધુ પાંચ લોકોના ગુરુવારે સવાર સુધી મોત થયા હતા. તેનાથી મૃત્યુઆંક વધીને 13 થયો છે. જોકે વહીવટીતંત્રે ગુરુવારે સવાર સુધી મૃત્યુઆંકમાં વધારો થયો છે તે બાબત નકારી કાઢી હતી. ખાણ કામ પ્રધાન જનક રામ ગુરુવારે સાંજે મૃત્યુ પામેલા તમામ આઠ લોકોના ઘરે પહોંચ્યા હતા અને તેમણે કાર્યવાહીની ખાતરી આપી હતી.

બેતિયા પ્રશાસને કહ્યું- મામલો શંકાસ્પદ છે
પીડિતોના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આ શખ્સોએ બુધવારે સાંજે ગામમાં દેશી ચુલ્હાઈ દારૂ પીધો હતો. તબિયત લથડતાં મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 8 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે. ડીએમ કુંદન કુમારનું કહેવું છે કે આ કેસ શંકાસ્પદ લાગે છે. મેડિકલ ટીમ મોકલીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...