તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Gonda Ram Janki Temple Priest Latest News Updates: Priest Faked Attack On Himself With Hired Shooter To Frame Rival In Gonda Uttar Pradesh

ગોંડામાં પૂજારી પર હુમલાનો ઘટસ્ફોટ:દુશ્મનને ફસાવવા માટે પૂજારીએ શૂટર પાસે જાતે જ પોતાની પર ફાયરિંગ કરાવ્યું;કાવતરામાં મંદિરના મહંત પણ સામેલ હતા, 7ની ધરપકડ

ગોંડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના ગોંડામાં 7 દિવસ પહેલા શ્રીરામ જાનકી મંદિરના પૂજાર પર થયેલા જીવલેણ હુમલાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાના કાવતરામાં પૂજારી પોતે સામેલ હતો. જેના માટે મુનન્ના સિંહ નામના પ્રોફેશનલ શૂટરને બોલાવવામાં આવ્યો હતો. કેસમાં 9 આરોપી સામે આવ્યા છે.જેમાંથી 7ને ઝડપીને જેલમાં ધકેલી દેવાયા છે. પૂજારીની સારવાર લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં ચાલી રહી છે. તેની પણ સાજા થયા પછી ધરપકડ કરી લેવાશે.આ ઉપરાંત, કાવતરું કરનાર પ્રધાનનો દીકરો સૂરજ સિંહ ફરાર છે.

ઘાયલ પૂજારી સમ્રાટ દાસની સારવાર લખનઉમાં ચાલી રહી છે. બીજી તસવીરમાં શ્રીરામ જાનકી મંદિર જ્યાં ઘટના બની હતી.

સૂતી વખતે ગોળી મારવામાં આવી હતી
ઈટિયાથોક વિસ્તારના તિર્રેમનોરામા ખાતે આવેલા મંદિરમાં 10 ઓક્ટોબરની રાતે સૂતી વખતે પૂજારી સમ્રાટ દાસને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. પૂજારી ઘાયલ થયા હતા. આ અંગે મંદિરના મહંત તિર્રેમનોરામાના રહેવાસી મુકેશ સિંહ, ભયહરણ સિંહ, અમર સિંહ, દરોગા સિંહ વિરુદ્ધ કેસ કર્યો હતો. મંદિરના જ મહંત સીતારામ દાસે અમર સિંહને મુખ્ય આરોપી ગણાવ્યા હતા. કહ્યું હતું કે, અમર સિંહને મુખ્ય આરોપી ગણાવ્યો હતો. કહ્યું હતું કે, અમર સિંહ મંદિરની જમીન પર ગેરકાયદે કબજો કરવા માગે છે.

120 વિઘા જમીનનો વિવાદ હતો
ગોંડાના એસપી શૈલેન્દ્ર કુમાર પાંડેયે જણાવ્યું કે, તિર્રેમનોરામામાં 20 વિઘા શ્રીરામ જાનકી મંદિરની જમીન છે. આ અંગે મહંત સીતારામ દાસ અને અમર સિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત હાલના પ્રધાન વિનય સિંહ અને અમર સિંહ વચ્ચે ચૂંટણી કાવતરા પણ ચાલી રહ્યા છે. મહંત સીતારામ દાસ અને વિનય સિંહે મળીને પ્લાન બનાવ્યો કે જો અમર સિંહને કોઈ મામલામા ફસાવીને જેલ ભેગો કરી દેવાય તો તેનો હેતું સફળ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો