તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Manojpur Maharaj Of Kanpur Makes A Mask Worth Rs 5 Lakh, Claims To Last For Three Years

ગોલ્ડન માસ્ક:કાનપુરના મનોજાનંદ મહારાજે બનાવ્યું 5 લાખ રૂપિયાનું માસ્ક, ત્રણ વર્ષ સુધી ટકતું હોવાનો કરાયો દાવો

કાનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોલ્ડન બાબાના નામથી જાણીતા મનોજ સેંગર. - Divya Bhaskar
ગોલ્ડન બાબાના નામથી જાણીતા મનોજ સેંગર.
  • માસ્કનું નામ શિવશરણ માસ્ક રાખવામાં આવ્યું છે

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગોલ્ડન બાબાના નામથી જાણીતા મનોજ સેંગર, જેમને મનોજાનંદ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે સોનાનું માસ્ક બનાવ્યું છે. એની કિંમત 5 લાખ રૂપિયા છે. આ માસ્ક ટ્રિપલ કોટેડ છે અને એ 3 વર્ષ સુધી ટકવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ફેશન ટ્રેન્ડ બન્યા માસ્ક
કોરોનાથી બચવા માટે હાલ દરેક માટે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. માસ્ક એટલું જરૂરી થઈ ગયું છે કે ઘરમાંથી બહાર નીકળતી વખતે કદાચ તમે કોઈ બીજી વસ્તુ ભૂલી જાવ તો ચાલે, પરંતુ માસ્ક નહિ. બીજી તરફ, માસ્ક હવે કેટલાક લોકો માટે ફેશન ટ્રેન્ડ પણ બની ગયો છે. લોકો હવે તેમના ડ્રેસને મેચ થાય એવાં માસ્ક પહેરવા લાગ્યાં છે.

સોનાના આ માસ્કની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે.
સોનાના આ માસ્કની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે.

માસ્કની કિંમત લગભગ 5 લાખ રૂપિયા
જોકે હવે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છે એ વાત સાંભળીને તમે અચરજ પામશો. કાનપુરના જાણીતા ગોલ્ડન બાબાએ સોનાનું માસ્ક બનાવ્યું છે. તેઓ હાલ સમાચારમાં છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગોલ્ડન બાબાએ સોનાનું માસ્ક બનાવ્યું છે. આ માસ્કની કિંમત લગભગ 5 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

સોનું પહેરવાનો શોખ ધરાવે છે મનોજ
મનોજાનંદ મહારાજ ઉર્ફે ગોલ્ડન બાબાનું કહેવું છે કે માસ્કની અંદર એક સેનિટાઇઝરનું લેયર છે, જે 36 મહિના સુધી કામ કરશે. તેમણે પોતાના માસ્કનું નામ શિવશરણ માસ્ક રાખ્યું છે. તેઓ કહે છે કે બીજી COVID લહેર ઘાતક રહી છે. ઘણાએ યોગ્ય રીતે માસ્ક પહેર્યું નહોતું. આ માસ્ક ટ્રિપલ કોટેડ છે, સેનિટાઈઝ કરવામાં આવ્યું છે અને 3 વર્ષ સુધી ટકી શકે છે. ઉલ્લેખનીય છે કે તેમને સોનું પહેરવાનો ખૂબ જ શોખ છે, આ કારણે જ ગોલ્ડન બાબાના નામથી ઓળખવામાં આવે છે.