• Gujarati News
  • National
  • Gold Mining In 15 Places In The Country, Diamond Deposits In Three Regions, Mining Will Start This Year

ભાસ્કર એક્સક્લુઝિવ:દેશમાં 15 સ્થળે સોનાના, ત્રણ ક્ષેત્રમાં હીરાના ભંડાર, ખનન આ જ વર્ષે શરૂ થશે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસઆઈના સર્વેમાં સંકેત મળ્યા

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણને દેશના 15 સ્થળે સોનાના ભંડારના સંકેત મળ્યા છે. વર્ષના અંત સુધી આ વિસ્તારોનો રિપોર્ટ તૈયાર થઈ ગયા પછી ખનન શરૂ થવાની આશા છે. 2015ના સરવે પ્રમાણે, દેશમાં 25% સોનું એકલા રાજસ્થાનમાં હોવાનું અનુમાન છે. ઉદયપુરના દેવગાંવ, બાંસવાડાના ઘટિયાનામાં જમીનમાં સોનુ શોધવા સર્વે કરાઈ રહ્યો છે, જ્યારે ઉદયપુરના ખોરી મહુરી અને બાંસવાડાના જગપુરા ઉત્તરમાં બીજા સ્તરનો સર્વે થઈ ચૂક્યો છે.

પહેલા સર્વેના રિપોર્ટમાં શુભ સંકેત મળ્યા પછી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે 2021માં દેશના 222 સ્થળે સર્વે શરૂ કર્યો હતો. બિહારના જમુઈમાં દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ સંસદમાં આ માહિતી આપી ચૂક્યા છે.

ભૂવિજ્ઞાનીઓનું અનુમાન છે કે, બિહારમાં સોનાનો ભંડાર 44% છે, જે દેશમાં સૌથી વધુ છે. ત્યાર પછી રાજસ્થાનમાં 25% સોનાનો ભંડાર છે. સોના માટે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, આંધ્ર, કર્ણાટક, લક્ષદ્વીપ, રાજસ્થાનમાં સર્વે થઈ રહ્યો છે. છત્તીસગઢના રાયગઢ, મધ્ય પ્રદેશના બરાયથા, ઓડિશાના પદમપુર, પાઈકમલ, ઝારબંધ અને આંધ્રના કનાગનપલ્લે, ધર્માવરમમાં હીરાના ભંડાર મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...