તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Gokaran, An Artist From Chhattisgarh, Paints Even Though He Is Differently Abled, Born Without Hands

હિંમત:છત્તીસગઢના આર્ટિસ્ટ ગોકરણ ડિફરન્ટલી એબલ્ડ હોવા છતાં ભલભલાનાં દાંત ખાટા કરે તેવી પેન્ટિંગ પગનાં પંજાથી બનાવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોકરણને જન્મથી જ હાથ ન હતા, પરંતુ હિંમત ન હારીને તેમણે પોતાના શોખને જ પોતાનું કામ બનાવ્યું
  • આ વીડિયોને IAS ઓફિસર પ્રિયંકા શુક્લાએ ટ્વિટર પર શેર કર્યો છે

સોશિયલ મીડિયા પર હાલ ડિફરન્ટલી એબલ્ડ ગોકરણ પાટિલ છવાઈ ગયા છે. તેઓ ડિફરન્ટલી એબલ્ડ હોવા છતાં ભલભલાનાં દાંત ખાટા કરે તેવી પેન્ટિંગ બનાવે છે. તેમના પગની આંગળીથી પેન્ટિંગ બનાવે છે. આવો પ્રેરણાદાયી વીડિયો IAS ઓફિસર પ્રિયંકા શુક્લાએ ટ્વિટર પર શેર કર્યો છે.

ગોકરણને જન્મથી જ હાથ ન હતા અને તેમણે શ્રવણશક્તિ પણ ગુમાવી છે, પરંતુ હિંમત ન હારીને તેમણે પોતાના શોખને જ પોતાનું કામ બનાવ્યું. ગોકરણ અન્ય આર્ટિસ્ટ જેવી જ પેન્ટિંગ બનાવે છે. પ્રિયંકાએ શેર કરેલ વીડિયોમાં તેઓ પગની આંગળીઓની મદદથી પેન્ટિંગ કરતાં જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની બાજુમાં અનેક રમણીય પેન્ટિંગ્સ છે.

અત્યાર સુધીમાં આ વીડિયોને 1.65 લાખ વ્યૂઝ મળ્યા છે અને 5 હજારથી વધારે લાઈક્સ મળ્યા છે. ટ્વિટર પર આ વીડિયોને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો