તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમે અનેક પ્રકારના લગ્ન જોયા હશે પરંતુ શું ક્યારેય ઊંડા પાણીની અંદર લગ્નનો આનંદ ઉઠાવ્યો છે? તમિલનાડુમાં એક એવાં જ લગ્ન થયા છે જ્યાં દુલ્હા-દુલ્હને 60 ફુટ ઊંડા પાણીમાં એક બીજાને વરમાળા પહેરાવી અને સમુદ્રના સાક્ષીમાં જીવનભર સાથે રહેવાના વચન આપ્યાં. આ આઈટી કપલે લગ્નના ફેરા પણ પાણીની અંદર જ લીધા. સોશિયલ મીડિયા પર આ લગ્નએ ઘણી ચર્ચા જગાવી છે. કપલ 45 મીનિટ પાણીમાં રહ્યું હતું.
તમિલનાડુના નીલકંરઇ સમુદ્ર કાંઠે ઊભા રહીને ચિન્નાદુરઇ અને શ્વેતાએ લગ્નના મુર્હૂતની રાહ જોઈ અને જેવો જ લગ્નનું મૂર્હુત થયું બંનેએ સમુદ્રમાં છલાંગ લગાવી દિધી. આ દરમિયાન બંનેએ લગ્નના પારંપરિક પોશાક પણ પહેર્યા હતા.
Ab yehi baaki reh gaya tha. 🤣🤣🤣 V Chinnadurai and S Swetha tied the knot 60 feet underwater off the coast of
— Susegad Sameer (@sameerkeny) February 2, 2021
Neelankarai, Chennai, in a "traditional" Ceremony. The wedding date was finalised in the morning, based on the Ocean currents🤣🤣🙏🙏 Be Susegad. Keep Smiling😀 pic.twitter.com/hX63avWP8C
દુલ્હન પહેલાં ડરી રહી હતી
દુલ્હન શ્વેતા કોયમ્બતૂરમાં રહે છે. શ્વેતાએ જણાવ્યું કે, જ્યારે તેના પતિ ચિન્નાદુરઈએ સમુદ્રના પાણીની અંદર જઈને લગ્નનો પ્રસ્તાવ મુક્યો તો તેને ઘણું જ આશ્ચર્ય થયું અને તે આ વાતને લઈને ડરી ગઈ હતી. પરંતુ જ્યારે ચિન્નાદુરઇએ તેની સાતે વાત કરી તો તેને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. તો તિરુવન્નમલઈનો રહેવાસી દુલ્હા ચિન્નાદુરઈએ કહ્યું કે નાનપણથી જ તરવાનો ભારે શોખ હતો અને તે 12 વર્ષથી સ્કૂબા ડાઈવિંગ કરે છે. ચિન્નાદુરઇએ જણાવ્યું કે જેની પાસેથી તેને તરવાની ટ્રેનિંગ લીધી છે તેને જ આ પ્રકારે લગ્ન કરવાનો આઈડિયા આપ્યો હતો. જે તેને ઘણો જ પસંદ આવ્યો હતો.
ઊંડા પાણીની અંદર 45 મિનિટ
ચિન્નાદુરઇએ કહ્યું કે અમે પાણીની નીચે 45 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. તેને પહેલાં શ્વેતાને પાણીની અંદર જ બુકે આપીને લગ્ન માટેનું પ્રપોઝ કર્યું. પ્રપોઝ પછી બંનેએ એકબીજાના ગળામાં માળા પહેરાવી. સમુદ્રને સાક્ષી માનીને વચન આપ્યાં અને ફેરા પણ ફર્યા.
દરિયો શાંત પડે તેની રાહ જોઈ
લગ્નની તારીખ નક્કી થઈ પરંતુ દરિયો શાંત ન હોવાને કારણે નિશ્ચિત થયેલી તારીખે લગ્ન ન થઈ શક્યા. જે બાદ દરિયો શાંત થાય તેની રાહ જોઈ. સોમવારની સવારે લગભગ સાડા સાત વાગ્યે જ્યારે દરિયો શાંત થયો ત્યારે બંનેએ તેમાં ડુબકી મારી અને લગ્નની વિધિ પૂરી કરી.
લગ્ન માટે માછીમારોના સંપર્કમાં હતો દુલ્હો
આ લગ્નને લઈને નવદંપતિનું કહેવું છે કે તેઓ પોતાના લગ્નમાં સંબંધીઓ અને મિત્રોને ન બોલાવી શક્યા. કેમકે લગ્નની તારીખ જ નક્કી ન હતી. તેઓ માછીમારોના સંપર્કમાં હતા. માછીમારોએ જ્યારે તેઓને ફોન પર જણાવ્યું કે દરિયો શાંત છે તો બંને ત્યાં પહોંચ્યા અને લગ્ન કર્યા. હવે આ મહિનાના અંતમાં શોલિંગનલ્લૂરમાં આયોજિત સમારંભમાં તેઓ બધાંને આમંત્રણ આપશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.