તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Going Closer To The Bride To Take A Photo, The Groom Jumped Up, Angry At The Photographer's Move.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ વીડિયો:દુલ્હનની વધુ નજીક જઈને ફોટો લેવા જતાં ભરાઈ ગયો, ફોટોગ્રાફરની હરકતથી ગુસ્સે થઈને વરરાજાએ લાફો માર્યો

એક મહિનો પહેલા

વીડિયો ડેસ્ક: લગ્નમાં ફોટોગ્રાફરને દુલ્હનના ફોટો પાડવા મોંઘા પડ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ફોટોગ્રાફરે સ્ટેજ પર જઈને પહેલા તો વરરાજાને સાઈડમાં ખસેડ્યા હતા. વરરાજા પણ કંઈ બોલ્યા વગર બાજુમાં ખસીને તેમની દુલ્હનનું ફોટો સેશન જોવા લાગે છે. જો કે, બધું બરાબર જ ચાલી રહ્યું હોય છે ત્યાં જ ફોટોગ્રાફર સારા પોટ્રેટ લેવા માટે દુલ્હનની નજીક સરકે જાય છે. થોડીવારમાં તો તેણે દુલ્હનના ફેસને પકડીને અલગ અલગ એંગલથી ફોટો લેવાનું શરૂ કરતાં જ વરરાજાને ગુસ્સો આવ્યો હતો. તરત જ તેમણે ફોટોગ્રાફરને લાફો મારી દીધો હતો. જેના કારણે ફોટોગ્રાફર પણ બે ઘડી હેબતાઈ જાય છે. દુલ્હન તો આ નજારો જોઈને તરત જ હસીહસીને એટલી લોથપોથ થઈ જાય છે કે સ્ટેજ પર બેસી ગઈ હતી. અંતે થોડીવારમાં જ આ ત્રણેય જણા હસવા લાગે છે. આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો