તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈશ્વર-અલ્લાહના આસ્થાધામો સૂના, લોકોએ ઘરમાં રહીને સ્વયંશિસ્ત દાખવી, આવશ્યક ચીજોની દુકાનો ખુલ્લી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દૌરમાં રાજબાડાની સામે સફાઈ કરતા કર્મચારી - Divya Bhaskar
ઈન્દૌરમાં રાજબાડાની સામે સફાઈ કરતા કર્મચારી
  • ભોપાલ, ગ્વાલિયર સહિત સંપૂર્ણ પ્રાંતમાં જનતા કર્ફ્યુનો ચુસ્ત અમલ
  • મંદિર, મસ્જિદ, પાર્ક સહિત તમામ સડકો પર નર્યો સન્નાટો

નેશનલ ડેસ્કઃ વડાપ્રધાનના આહ્વાનના પગલે સમગ્ર રાજ્યમાં જનતા કર્ફ્યુની ચુસ્ત અસર જોવા મળી રહી છે. ગ્વાલિયર, ભોપાલ સહિત રાજ્યના દરેક મુખ્ય શહેરોની સડકો સૂમસામ જોવા મળે છે અને દુકાનો બંધ છે. સડકથી માંડીને મંદિર-મસ્જિદ સહિત સર્વત્ર સન્નાટો છે. ભોપાલમાં જનતા કર્ફ્યુની અસર વહેલી સવારથી જ જોવા મળી રહી છે. દરરોજ નિત્યક્રમ મુજબ શ્રદ્ધાળુઓ મંદિરોમાં પહોંચતાં હતાં ત્યાં આજે કોઈ જોવા મળતું નથી. રોજ સવારે શાહપુરા તળાવ વિસ્તારમાં એકઠી થતી ભીડ પણ આજે ગાયબ છે. દરરોજ અહીં આશરે 300 લોકો મોર્નિંગ વોક માટે આવતાં હોય છે પરંતુ આજે કોઈ નથી. અયોધ્યા બાયપાસ પર દરરોજ 100 લોકો જોગિંગ માટે આવતાં હોય છે એ પણ આજે ખાલી છે.

અપડેટ્સઃ

  • ભોપાલમાં અયોધ્યા નગર બાયપાસ પર સવારે 7 વાગ્યે ખૂલેલાં રિલાયન્સ સ્ટોરને પોલીસ કર્મીઓએ બંધ કરાવી દીધો હતો. ચોકિયાતે જણાવ્યું કે રોજના ક્રમ મુજબ અમે દૂધ વેચવા માટે સ્ટોર ખોલ્યો હતો પરંતુ પોલીસકર્મીઓએ બંધ કરવાની ફરજ પાડી છે. તેમણે કહ્યું હતું કે સ્ટોર ખોલવાના નથી. જો ખોલશો તો સીલ કરી દેવામાં આવશે.
  • જનતા કર્ફ્યુને લીધે રોજિંદી કમાણી કરનારા લોકોની સ્થિતિ કફોડી છે. અન્નાનગરના મહેનતકશ શ્રમિકોને આજે ક્યાંય કામ મળવાનું નથી. સાધારણ સંજોગોમાં રોજ સવારના 7 વાગ્યે તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ્સ કે ઘરઘરાઉ કામ માટે નીકળી જતાં હોય છે. તેમણે ઉદાસ સ્વરે કહ્યું હતું કે અમારા માટે તો આ બંધ ભૂખમરા સમાન છે. કામ નહિ મળે તો ખાશું શું એ સવાલ છે.
  • શહેરમાં દૂધ-દવાની સાથે પેટ્રોલ પમ્પ પણ ખૂલ્લાં જ છે પરંતુ ગ્રાહકોની ગેરહાજરી છે.
  • નરેલા જોડ પર પેટ્રોલ પમ્પ ખૂલ્લાં તો છે પરંતુ સ્થિતિ બંધ જેવી જ છે. સવારના 9 વાગ્યા સુધીમાં ફક્ત પાંચ ગ્રાહકો જ આવ્યા હતા.
  • ટી સ્ટોલ જેવી જગ્યાએ જ્યાં રોજ ભીડ જમા થતી હોય છે ત્યાં દુકાનો બંધ કરાવી હોવાથી સન્નાટો હતો. જ્યાં કાયમ 500 લોકોની ભીડ એકઠી થતી હોય છે ત્યાં પણ આજે કોઈની હાજરી ન હતી. મંદિરોમાં પણ ખાલીપો છે.

બસના ચક્કાજામ
    દરરોજ પ્રવાસીઓની ભીડથી ધમધમતા ભોપાલના બસસ્ટેન્ડ પર આજે સન્નાટો છે. બસોના પૈડા થંભી ગયા છે. સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે. ભેલ વિસ્તારમાં સિટી બસ પાર્ક કરવામાં આવી છે.

ગ્વાલિયર અપડેટ્સઃ
સરસ્વતી નગરની દૂધ ડેરી ખુલ્લી છે પરંતુ લેવા માટે ગ્રાહકો નથી આવતાં. રોજ મોર્નિંગ વોક પર જનારા લોકોએ પણ આજે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. યુનિવર્સિટી રોડ પર ભરાતું શાકબજાર પણ આજે બંધ છે. સડકો સૂમસામ છે.

અન્ય સમાચારો પણ છે...