તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Goddess Ahalya Wanted To Bring Indore But Did Not Move The Buggy And Installed It There

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 હાથ ધરાવતા ગોવર્ધનનાથજીની દુર્લભ પ્રતિમા:દેવી અહલ્યા ઇન્દોર લાવવા માગતાં હતાં પણ બગી આગળ નહીં વધતાં ત્યાં જ સ્થાપિત કરી દીધી

ઇન્દોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 300 વર્ષથી કમ્પેલમાં બિરાજિત છે, પૂજારીને સ્વપ્નમાં દર્શન બાદ તળાવમાંથી મૂર્તિ મળી હતી

ઇન્દોર પાસે કમ્પેલમાં 10 હાથ ધરાવતાં ભગવાન ગોવર્ધનનાથની દુર્લભ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. કાળા પાષાણની અઢી ફૂટ ઊંચી પ્રતિમાને 1778માં દેવી અહલ્યા ઇન્દોર લાવવા માંગતાં હતાં. કહેવાય છે કે જે બગીમાં પ્રતિમા રાખી હતી તે આગળ નહીં વધતાં અહલ્યાબાઈએ ત્યાં જ મૂર્તિ સ્થાપિત કરી દીધી હતી.

ઉદયપુરથી દ્વારકાધીશની મૂર્તિ લવાઈ હતી
કમ્પેલ દેવી અહલ્યાની રાજધાની રહ્યું છે. પૂજારી ગણેશદાસ બૈરાગી અને પવનદાસ બૈરાગી કહે છે કે ઉદયપુરથી દ્વારકાદાસ અને રામદાસ તથા પરમહંસદાસ મહારાજ દ્વારકાધીશની મૂર્તિ લઈને આવ્યા હતા. તેની એક ઝૂંપડીમાં સેવા કરતા હતા. સ્વપ્નમાં દુર્લભ પ્રતિભાના દર્શન થયા. પ્રતિભા ઉન્ડેલના તળાવમાંથી મળી જેને 1698માં ગામના પટેલ સાલમસિંહે સ્થાપિત કરાવી હતી.

શેષનાગ, ગરુડ, ગોપી અને વાછરડાને દૂધ પીવડાવતી ગાય પણ: પ્રતિમાના દસ હાથમાંથી ચારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, બે હાથમાં વાંસળી અને એક હાથમાં ગોવર્ધન પર્વત છે. એક હાથ આશીર્વાદ આપવાની મુદ્દામાં છે. એક તિલાંજલિ અને દસમો હાથ મસ્તક પર છે. શેષનાગ પર ગરુડ છે, તેના પર ભગવાને એક પગ મૂક્યો છે. પર્વત ઉપર સૂર્ય દેવતાના દર્શન થાય છે. બંને તરફ ત્રણ-ત્રણ ગોપી અને વાછરડાને દૂધ પીવડાવતી એક-એક ગાય પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો