તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણમાં રજનીકાંત:લક્ષ્ય- એમજીઆર જેવી સફળતા, જોખમ- વિજયકાંત જેવા હાલ

ચેન્નઈ4 મહિનો પહેલાલેખક: આર. રામકુમાર
 • કૉપી લિંક
મેં કહ્યું હતું કે જનતા આંદોલન માટે તૈયાર હોય ત્યારે જ રાજકારણ થઇ શકે છે. હું આખા તમિલનાડુનો પ્રવાસ કરવા ઇચ્છતો હતો પરંતુ કોરોનાના કારણે તે શક્ય ન બન્યું. ડૉક્ટર્સે મને રાજ્યનો પ્રવાસ ખેડવાની ના પાડી છે અને લોકો સાથે સીધો સંવાદ પણ ટાળવા કહ્યું છે. -રજનીકાંત - Divya Bhaskar
મેં કહ્યું હતું કે જનતા આંદોલન માટે તૈયાર હોય ત્યારે જ રાજકારણ થઇ શકે છે. હું આખા તમિલનાડુનો પ્રવાસ કરવા ઇચ્છતો હતો પરંતુ કોરોનાના કારણે તે શક્ય ન બન્યું. ડૉક્ટર્સે મને રાજ્યનો પ્રવાસ ખેડવાની ના પાડી છે અને લોકો સાથે સીધો સંવાદ પણ ટાળવા કહ્યું છે. -રજનીકાંત
 • તમિલ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારે 2021ની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી, 31 ડિસેમ્બરે પક્ષ રચશે
 • 1996માં તેમણે કહ્યું હતું કે જો જયલલિતા ફરી સત્તા પર આવશે તો તમિલનાડુને ઇશ્વર પણ નહીં બચાવી શકે. પછી જયલલિતાનો પક્ષ હારી ગયો હતો.

‘કોઇ નથી જાણતું કે હું ક્યારે અને કેવી રીતે આવીશ પરંતુ જ્યારે પણ આવીશ, રાઇટ ટાઇમે આવીશ.’ આ તમિલ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતના ઘણા મશહૂર ડાયલોગ્સ પૈકી એક છે, અને 2021માં યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષ રચવાની તેમની જાહેરાત પર બરાબર ફિટ બેસે છે. 1950ની 12 ડિસેમ્બરે બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં જન્મેલા શિવાજીરાવ ગાયકવાડ તમિલનાડુ આવીને જ રજનીકાંત બન્યા.

તમિલ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર્સ પૈકી એક કહેવાયા અને હવે એમજીઆર, એમ. કરુણાનિધિ (સ્ક્રીપ્ટ રાઇટિંગ), જયલલિતા અને વિજયકાંતની જેમ સિનેમામાંથી રાજકારણ ભણી ડગ માંડી રહ્યા છે. રજનીકાંતના ડાયલોગ મુજબ રાજકારણમાં તેમની એન્ટ્રીનો રાઇટ ટાઇમ આવી ચૂક્યો છે. 69 વર્ષના દિગ્ગજ ફિલ્મ અભિનેતાએ ગુરુવારે જણાવ્યું કે તેઓ 31 ડિસેમ્બરે રાજકીય પક્ષની જાહેરાત કરશે અને જાન્યુ.માં તેનું લૉન્ચિંગ થશે. તેમણે નારો આપ્યો કે, અભી નહીં તો કભી નહીં, આપણે બધું જ બદલી નાખીશું.

રજનીકાંતની આ જાહેરાત કંઇક અંશે ચોંકાવનારી પણ છે. ઓક્ટો.માં તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીના આ સમયમાં ડૉક્ટર્સે તેમને રાજકારણમાં ઝંપલાવવાની ના પાડી છે પણ હવે તેમણે બે દાયકાથી ઘૂંટાતા રહસ્યનો અંત લાવતાં નવો પક્ષ રચવાની જાહેરાત કરી જ દીધી. તેમણે કહ્યું કે, રાજકારણમાં ઝંપલાવ્યા પછી મારી જીત કે હાર બધું જ જનતાનું છે. હું જીતીશ તો તે તેમની જીત હશે અને જો હાર્યો તો તે તેમની પણ હાર હશે. આ સમય તમિલનાડુનું ભાગ્ય બદલવાનો છે.

રાજકીય સમીક્ષક રંગરાજન કહે છે કે રજનીકાંત તમિલનાડુના રાજકારણ પર ચોક્કસપણે અસર કરશે. તેમનો ફેન બેઝ બહુ જ મોટો છે અને યુવા વર્ગને અપીલ પણ કરે છે. પરિણામ ચૂંટણી સાથીઓ, મજબૂત ઉમેદવારો, જ્ઞાતિ સમીકરણો સહિત ઘણાં મુદ્દા પર નિર્ભર હશે. રજનીનો પક્ષ એડીએમકે અને ડીએમકે જેવા પક્ષોના બીજા-ત્રીજા સ્તરના નેતાઓને આકર્ષિત કરશે, કેમ કે અહીં તેમને ટિકિટ મળવાની વધુ તક દેખાશે.

પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે રજનીનો પક્ષ, ગઠબંધનની શક્યતા ઓછી
રાજકીય સમીક્ષક રાધાકૃષ્ણન જણાવે છે કે 2017માં રજનીકાંતે કહેલું કે તેમનો પક્ષ આપબળે ચૂંટણી લડશે. જોકે, તેમ કરવાથી તેમના પક્ષના એવા જ હાલ થઇ શકે છે કે જેવા 2006ની ચૂંટણીમાં અન્ય ફિલ્મ સ્ટાર વિજયકાંતના પક્ષના થયા હતા. વિજયકાંતનો પક્ષ 2006માં તમામ 234 બેઠક પરથી લડ્યો હતો પણ માત્ર 1 બેઠક જીતી શક્યો હતો. વળી, કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઇ, એમડીએમકે અને વીસીકે હાલ ડીએમકેના સાથી છે, જેઓ ડીએમકે ગઠબંધન છોડવા નહીં ઇચ્છે.

રજની ફેન ક્લબના 1 કરોડથી વધુ સભ્ય, મતલબ કે રાજ્યના 18થી 20% મતદારો
રજનીકાંતે 2018માં તેમની ફેન ક્લબ આરએમએમ લૉન્ચ કરી હતી. ઓનલાઇન લૉન્ચ કરાયેલી આ ક્લબના બે દિવસમાં જ 50 હજાર ફેન રજિસ્ટર્ડ થઇ ગયા. દરેક ફેને વોટર આઇડી સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. લૉન્ચિંગના અઠવાડિયા પછી ઓફલાઇન રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવાયું. ફેબ્રુઆરી, 2018ના પહેલાં અઠવાડિયા સુધીમાં તેના 50 લાખ સભ્ય થઇ ચૂક્યા હતા. જુલાઇ સુધીમાં આંકડો 1.20 કરોડને પાર જઇ ચૂક્યો હતો. અંદાજે 6 કરોડની વસતીવાળા તમિલનાડુના લગભગ 18-20 ટકા મતદારો રજનીકાંતના રજિસ્ટર્ડ ફેન બની ચૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો