વડપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં થનાર ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરી દીધું છે. આ કોન્ફરન્સ દિલ્હીના ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર કેમ્પસમાં આયોજિત કરવામાં આવી છે. આ અવસરે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉપર એક ડાક ટિકિટ અને સિક્કાને પણ લોન્ચ કર્યા છે. આ સિવાય વડાપ્રધાન બાયર સેલર મીટ અને પ્રદર્શનનું પણ ઉદ્ધાટન કર્યું. આ અવસરે તેઓ કોન્ફરન્સ સંબોધિત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં 100થી વધારે દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સ 19 માર્ચે પૂરી થશે.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને કોશિશ પછી જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ઘોષિત કર્યું છે. જ્યારે વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ માનવામાં આવી રહ્યું છે ત્યારે ભારત આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પ્રકારના આયોજન માત્ર વૈશ્વિક ભલાઈ માટે જરૂરી છે પરંતુ વૈશ્ચિવ ભલાઈમાં ભારતની વધતી જવાબદારીનું પણ પ્રતીક છે.
કોન્ફરન્સમાં 100થી વધારે દેશના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે
આ કાર્યક્રમમાં 100થી વધારે દેશના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ 19 માર્ચે પૂરી થશે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને આ વર્ષ ભારત માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે ભારત 2023માં G20ની મેજબાની કરી રહ્યું છે. સરકારે મિલેટ્સને G20 બેઠકનો પણ એક ભાગ બનાવ્યો છે.
આ કોન્ફરન્સમાં પીએમ મોદીની મુખ્ય વાતો...
મિલેટ્સ એટલે શ્રી અન્નઃ આપણાં દેશમાં મિલેટ્સને હવે શ્રી અન્નની ઓળખ આપવામાં આવી છે. આ માત્ર ખેતી અને ખાવા સુધી જ સીમિત નથી. શ્રી અન્ન ભારતમાં સમગ્ર વિકાસનું એક માધ્યમ બની રહ્યું છે. તેમાં ગામ અને ગરીબ પણ જોડાયા છે. ભારતના 75 લાખથી વધારે ખેડૂત આજે વર્ચુઅલી આ કાર્યક્રમ સાથે જોડાયેલાં છે.
2.5 કરોડ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરી રહ્યા છે મિલેટ્સઃ મિલેટ્સ હવે લોકો માટે રોજગારનું માધ્યમ પણ બની રહ્યું છે. 2.5 કરોડ ખેડૂતો મિલેટ્સ સાથે જોડાઇ રહ્યા છે. શ્રી અન્ન માટે આપણું મિશન આ બધા ખેડૂતો અને તેની સાથે જોડાયેલા તંત્રને ફાયદો પહોંચાડશે. તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે.
મિલેટ્સનો સ્થાનિક વપરાશ વધી રહ્યો છેઃ અમે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સતત કામ કર્યું છે. અમારે ત્યાં 12-13 રાજ્યોમાં મિલેટ્સની ખેતી થાય છે પરંતુ અત્યાર સુધી તેનો સ્થાનિક વપરાશ ઓછો હતો. એક વ્યક્તિ મહિનામાં 2-3 કિલો મિલેટ્સ જ ખાતી હતી. આજે આ વપરાશ વધીને 14 કિલો પ્રત્યે મહિને થઈ ગયો છે.
ગ્લોબલ નોર્થની ફૂડ પ્રોબ્લેમનું સમાધાન છે મિલેટ્સ- એક તરફ ગ્લોબલ સાઉથ છે, જે પોતાના ગરીબોની ફૂડ સિક્યોરિટીને લઇને ચિંતિત છે. બીજી ગ્લોબલ નોર્થનો ભાગ છે, જ્યાં ફૂડ હૈબિટ્સ સાથે જોડાયેલી બીમારીઓ એક મોટી સમસ્યા છે. શ્રી અન્ન એવી દરેક સમસ્યાનું સમાધાન આપે છે. મોટાભાગે મિલેટ્સને ઉગાડવા સરળ હોય છે. તેમાં ખર્ચ પણ ખૂબ જ ઓછો છે અને બીજીબાજુ પાકની સરખામણીએ તે જલ્દી તૈયાર પણ થઈ જાય છે. તેમાં પોષણ તો વધારે હોય છે, સાથે જ સ્વાદમાં પણ ખાસ હોય છે.
ખરાબ વાતાવરણ અને પાણીની અછતમાં પણ ઉગાડી શકાય છે મિલેટ્સઃ મિલેટ્સની એક અન્ય તાકાત ઉપર જોર આપવા ઇચ્છું છું. મિલેટ્સની તાકાત છે- તેનું ક્લાઇમેટ રેસિલિએન્ટ હોવું. તે ખૂબ જ ખરાબ વાતાવરણમાં પણ સરળતાથી ઉગી જાય છે. તેની વાવણીમાં પાણીની જરૂર ખૂબ જ ઓછી હોય છે.
આજે મિલેટ્સનો શુભારંભ ઉત્સવ છે- નરેન્દ્ર સિંહ તોમર
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અવસરે કહ્યું કે આજે મિલેટ્સનો શુભારંભ ઉત્સવ છે. મિલેટ્સ વિષયને લઇને જ્યારે પણ કોઈ સવાલ ઊભો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ઉત્સાહ સાથે અમારું માર્ગદર્શન કર્યું અને તેના પરિણામસ્વરૂપ આ કાર્યક્રમ ઊંચાઈએ પહોંચી રહ્યો છે.
ગ્લોબલ મિલેટ્સ શું છે, તેના અંગે વિસ્તારથી જાણો...
મિલેટ્સને બરછટ અનાજ પણ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જુવાર, બાજરો, રાગી જેવા અનાજ આવે છે. કેન્દ્ર સરકારના આવાહન હેઠળ જ યૂનાઇટેડ નેશન 2023ના રોજ ઇન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે ઉજવી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ પણ આ કડીનો એક મુખ્ય ભાગ બનવા જઈ રહ્યો છે.
મિલેટ્સ ન્યૂટ્રિશનનો ભંડાર છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહિત કરી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાની કોશિશ કરી રહી છે. સાથે જ, સામાન્ય લોકોને મિલેટ્સ પ્રત્યે જાગરૂત કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે.
મિલેટ્સને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રોત્સાહન મળશે
આ કાર્યક્રમથી મિલેટ્સને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રોત્સાહન મળવાનું છે. દેશના નાના ખેડૂતો માટે તે ખૂબ જ હિતકારી જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે PM મોદીએ પણ કહ્યું છે- મિલેટ્સને ગ્લોબલી ઓળખ મળવાનો અર્થ એવો છે કે આપણાં નાના ખેડૂતો માટે ગ્લોબલ માર્કેટ તૈયાર થાય.
તેના દ્વારા ભારતને હવે મિલેટ્સને આખા વિશ્વમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સિક્યોરિટી સુનિશ્ચિત કરવાની પોતાની ક્ષમતાને બતાવવાનો પણ અવસર મળશે. એટલે પણ આ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
મિલેટ્સ ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં પહેલું સ્થાન છે. તેના બળે હવે ભારત વિશ્વમાં પોતાની ખાસ ઓળખ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. મિલેટ્સ ખાવાના અનેક ફાયદા પણ છે.
મિલેટ્સના ફાયદા
મિલેટ્સ ખાવાના પોતાના ઘણાં ફાયદા પણ છે. જેમ કે, સ્ટેબલ અને એડેપ્ટેબલ છે. તેને વાવવા માટે પાણીની જરૂરિયાત ઓછી પડે છે. તે ગ્લૂટેન ફ્રી ડાયટ છે. વજન વધારવામાં ગ્લૂટેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. શરીરનું વજન વધવાના કારણે અનેક રોગ થવા લાગે છે. એટલે મેડિકલ એક્સપર્ટ ગ્લૂટેન ફ્રી ડાયટની સલાહ આપે છે.
આ સિવાય મિલેટ્સ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સિક્યોરિટીનો મુખ્ય સ્ત્રોત છે. એવામાં આ બાયોડાયવર્સિટીના મેન્ટર માનવામાં આવે છે. આ બધા જ ફાયદાથી સ્પષ્ટ થઈ જાય છે કે આપણાં શરીરથી યોગ્ય ડેવલપમેન્ટ માટે મિલેટ્સ આપણા માટે કેટલાં ફાયદાકારક છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.