તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિયાળામાં ગ્લેશિયર પીગળવા દુર્લભ ઘટના છે. ઠંડી, વરસાદ અને બરફવર્ષામાં ગ્લેશિયર પોતાની મરામત કરતા રહે છે. એવું જણાય છે કે પ્રદેશમાં બરફવર્ષામાં રેકોર્ડ ઘટાડો પણ તબાહીના કારણો પૈકી એક છે. ભાસ્કર એક્સપર્ટ ડૉ. ડી. બી. ડોભાલ, વિજ્ઞાની આ વિશે શું કહે છે જાણીએ.
બરફવર્ષા ઘટવાના કારણે આ તબાહી આવી, પહાડો પર હાલ 5 ડિગ્રી વધુ તાપમાન
સમગ્ર ક્ષેત્રમાં વર્ષ 2000થી બરફવર્ષા ઘટી રહી છે. ગંગા અને બ્રહ્મપુત્ર બેઝિનના કિનારે બરફનું ક્ષેત્ર પણ ઘટી રહ્યું છે. તેથી હિમાલયી વિસ્તારો ઝડપથી ગરમ થઇ રહ્યા છે. ઉચ્ચ હિમાલયમાં સ્થિત પર્વતોમાં હાલ બપોરનું તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ રહે છે. સાથે જ વૃક્ષછેદન, પહાડો પર બાંધકામ મુખ્ય કારણ જણાય છે.
યુરોપમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ઝેરી ગેસ આવી રહ્યા હોવાથી હિમાલયની હાલત બગડી રહી છે
તાજેતરમાં જ વાડિયા ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચથી માલૂમ પડ્યું હતું કે યુરોપના વિવિધ દેશોમાંથી ફેલાતું પ્રદૂષણ હિમાલય રેન્જની હાલત બગાડી રહ્યું છે. તેના કારણે ગ્લેશિયર પીગળી રહ્યા છે. જાન્યુ.માં બ્લેક કાર્બન ભારતમાંથી નહીં પણ યુરોપના દેશોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે આવી રહ્યું છે. જાન્યુ.માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લઇને આવે છે ત્યારે તેની સાથે આ ઝેરી ગેસ પણ આવે છે. એટલે કે ગ્લેશિયરો પીગળવાનું કારણ જેટલું લોકલ છે તેટલું જ ગ્લોબલ પણ છે.
સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન થતો હિમપ્રપાત જાન્યુઆરીથી માર્ચમાં શિફ્ટ થઇ ગયો છે
અગાઉ હિમાલયની પર્વતમાળા તથા મધ્ય હિમાલયના પહાડો પર હિમપ્રપાત સપ્ટેમ્બરથી જ શરૂ થઇ જતો હતો. સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન પડેલો બરફ માર્ચ આવે ત્યાં સુધીમાં ઘણો કઠણ થઇ જતો, કેમ કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ હિમપાત થાય છે જ. તેથી બરફની ચાદરની જાડાઇ ઘણી વધારે રહેતી પણ હવે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી થતો હિમપાત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન શિફ્ટ થઇ ગયો છે. એવામાં જે બરફ પડે છે તેને કઠણ થવાનો સમય નથી મળતો, કેમ કે માર્ચ પછી ગરમી શરૂ થઇ જાય છે.
બરફવર્ષામાં ગ્લેશિયર પર નજર રાખવી મુશ્કેલ, ક્ષેત્રમાં 200 ગ્લેશિયર ભારે ખતરનાક શ્રેણીમાં
આ વિસ્તાર સંપર્કવિહોણો બની જાય છે અને અહીં રહેવું ખૂબ જોખમભર્યું હોય છે. માત્ર માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન જ ગ્લેશિયર પર નજર રખાય છે. હિમાલયી ક્ષેત્રમાં અંદાજે 8,800 ગ્લેશિયર લૅક ફેલાયેલા છે. તેમાંથી 200 ગ્લેશિયર ભારે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાજેતરના વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે હિમાલયમાં આવતા પૂરનું કારણ મોટા પાયે ભૂસ્ખલન છે, જે પહાડી નદીઓને હંગામી ધોરણે અવરોધે છે. બેફામ અને અનિયોજિત બાંધકામો પહાડોના સંતુલન માટે મોટો પડકાર છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.