ઉત્તરાખંડમાં પ્રલય:ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી 170 લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા; તપોવન ટનલમાંથી 16 લોકોને કાઢવામાં આવ્યા, બીજીમાં કેટલાક લોકો ફસાયા

દેહરાદૂન2 વર્ષ પહેલા

ઉત્તરાખંડમાં રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી. તેને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધિન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આ આપદામાં અહીં નુકસાન થયું છે.

ITBPના જણાવ્યા પ્રમાણે ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 15થી 20 શ્રમિકો લાપતા છે. આ સાથે જ NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકોના મૃત્યુ થયા હોવાની શક્યતા છે. પ્રોજેક્ટ સાઈટથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠ જેટલા મૃતદેહ મળ્યા હતા. તેની પુષ્ટી ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કરી છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પૈકી 12 તપોવન અને 13 રૈણીથી છે.

દુર્ઘટના બાદ 125 લોકો ગુમ
રાવતના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના બાદ કુલ 125 લોકો ગુમ છે. રાવતના જણાવ્યા પ્રમાણે ઋષિગંગા પ્રોજેક્ટમાં ચાર પોલીસકર્મચારી સહીત 39 લોકો ગુમ છે. અહીંથી 5 કિલોમીટર અંતરે NTPCના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. અહીં 176 શ્રમિકો ડ્યુટી પર આવવા માટે નિકળ્યા હતા. અહીં બે ટનલ છે. એક ટનલમાંથી 16 લોકોને કાઢવામાં આવ્યા છે. બીજી ટનલમાં કેટલા લોકો છે તેની ચોક્કસ માહિતી મળી નથી.

રાત્રીના સમયે બચાવ કામગીરી જારી રહેશે
દુર્ઘટના બાદ NDRF અને ADIRFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ITBPના PRO વિવેક પાંડેના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂ ઓપરેશન રાત્રીના સમયે પણ ચાલું રહેશે. બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાંથી પણ 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયતા મળશે.

ગંગા કિનારાના વિસ્તારોમાં દહેશત

ગ્લેશિયર તૂટવાથી ધૌલી નદીએ રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધું. થોડી ક્ષણોમાં જ માર્ગમાં આવતા તમામ અવરોધને તે પોતાની સાથે વહાવી લઈ ગઈ હતી. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ સાઈટ સુધી પહોંચતા-પહોંચતા નદીએ એટલુ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ કે તેણે સમગ્ર બંધ વહાવી તેની સાથે લઈ ગઈ હતી. સ્થળ પર રહેલા તમામ મશીનરી અને લોકો પણ તેની ઝપટમાં આવી ગયા હતા.

ત્યારબાદ સક્રીય બનેલા પ્રશાસને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કર્યું અને ટિહરી બંધથી ભગીરથીમાં પાણીનો ડિસ્ચાર્જ બંધ કરી દીધો છે.મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા છે.

આ ઘટના બાદ અલકનંદા અને ગંગા કિનારાના વિસ્તારોમાં દહેશત છે. ઋષિકેશમાં રાફ્ટિંગ તથા નાવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ ઉપરાંત શ્રીનગર હાઈડ્રો પાવર પ્રોજેક્ટના બંધને પણ ખાલી કરવામાં આવ્યો છે.

દુર્ઘટના બાદ 125 લોકો ગુમ
રાવતના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના બાદ કુલ 125 લોકો ગુમ છે. રાવતના જણાવ્યા પ્રમાણે ઋષિગંગા પ્રોજેક્ટમાં ચાર પોલીસકર્મચારી સહીત 39 લોકો ગુમ છે. અહીંથી 5 કિલોમીટર અંતરે NTPCના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. અહીં 176 શ્રમિકો ડ્યુટી પર આવવા માટે નિકળ્યા હતા. અહીં બે ટનલ છે. એક ટનલમાંથી 16 લોકોને કાઢવામાં આવ્યા છે. બીજી ટનલમાં કેટલા લોકો છે તેની ચોક્કસ માહિતી મળી નથી.

રાત્રીના સમયે બચાવ કામગીરી જારી રહેશે
દુર્ઘટના બાદ NDRF અને ADIRFની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ITBPના PRO વિવેક પાંડેના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂ ઓપરેશન રાત્રીના સમયે પણ ચાલું રહેશે. બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાંથી પણ 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયતા મળશે.

ઉત્તરાખંડની આપદા ક્યારે આવી, કેવી રીતે આવી અને કેટલું નુકસાન થયું, 5 પોઇન્ટમાં સમજો....

1. ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીનું સ્તર વધ્યું ચમોલીના તપોવન વિસ્તારમાં સવારે આશરે 10:30 વાગે ગ્લેશિયર તૂટીને ઋષિગંગામાં તૂટીને પડી ગયો. તેને લીધે નદીનું જળ સ્તર વધી ગયું. અહીં નદી રૈણી ગામમાં જઈને ધૌલીગંગાને મળે છે માટે તેનું જળસ્તર પણ વધી ગયું. નદીઓના કિનારે વસેલા ઘર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. ત્યારબાદ આજુબાજુના ગામોને ખાલી કરવામાં આવ્યા.

2. ઋષિગંગા અને NTPC પ્રોજેક્ટને નુકસાન
ઋષિગંગા નદીના કિનારે આવેલા રૈણી ગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે. અહીંથી આશરે 15-20 શ્રમિકો ગુમ છે. અહીં જોશીમઠ મલારિયા હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રિજ પણ તૂટી ગયો છે. અહીં બચાવ ટીમ પહોંચી છે. ઋષિગંગાનું પાણી જ્યાં ધૌલીગંગામાં મળે છે, ત્યાં પણ જળ સ્તર વધી ગયું. પાણી NTPC પ્રોજેક્ટમાં ઘુસી ગયું. તેને લીધે ગામને જોડતા બે ઝૂલા બ્રીજ પણ વહી ગયો. NTPC પ્રોજેક્ટ પર કામ કરનારા આશરે 150 શ્રમિકોના મૃત્યું થયાના સમાચાર છે.

3. અત્યાર સુધી 10 મૃતદેહ મળી આવ્યા
અત્યાર સુધી 10 મૃતદેહ મળી આવ્યા છે. NTPCની સુરંગથી 16 શ્રમિકોને બચાવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમે સતત ઓપરેશન ચલાવી રહ્યા છે.

4. રેસ્ક્યૂમાં આર્મી અને એરફોર્સ જોડાયા
SDRF, NDRF, ITBP ઉપરાંત આર્મીએ પણ તેના 600 જવાન ચમોલી મોકલ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યા છે.વાયુસેનાએ કહ્યું કે જરૂર પડશે તો વધુ એરક્રાફ્ટ મોકલવામાં આવશે.

5. શું હજુ પણ જોખમ છે?
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર જઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે વસેલા શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. બિજનોર, કન્નોજ,ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર,ગાજીપુર અને વારાણસી જેવા અનેક જીલ્લામાં અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

Edit Video Thumb

ફોટો તપોવન ડેમનો છે, જ્યાં ધૌલીગંગાનું જળસ્તર વધ્યા બાદ ઘણું નુકસાન થયું છે.
ફોટો તપોવન ડેમનો છે, જ્યાં ધૌલીગંગાનું જળસ્તર વધ્યા બાદ ઘણું નુકસાન થયું છે.

અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પ્રજાને અપીલ કરી છે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 જાહેર કર્યાં છે. સરકારે અપીલ કરી છે કે આ ઘટના અંગે જૂના વીડિયો સર્ક્યુલેટ કરી અફવા ન ફેલાવવા અપીલ કરી છે. હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે અને માટે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગ્લેશિયર ફાટ્યા બાદ ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘરો પાણીમાં વહી ગયા.
ગ્લેશિયર ફાટ્યા બાદ ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘરો પાણીમાં વહી ગયા.

અપડેટ્સ...

  • NDRFની કેટલીક ટીમો દેહરાદુનથી જોશીમઠ મોકલવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને કેટલીક ટીમોને દેહરાદુન મોકલવામાં આવશે.
  • ઉતરાખંડ પોલીસના જણાવ્યા મુજબ, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર આવી શકે છે. ગ્લેશિયર ફાટ્યા પછી ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘર પાણીમાં વહી ગયા.
  • ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે ફોન પર વાત કરી.
  • મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે નંદપ્રયાગથી આગળ અલકાનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેઓ પોતે ચમોલી રવાના થઈ ચૂક્યા છે.
  • ઉતરપ્રદેશમાં પણ હાઈએલર્ટ. મુખ્યમંત્રી આદિત્યનાથે ગંગા કિનારે વસેલા તમામ જિલ્લામાં નદીના જળસ્તર પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે.
  • ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ દુર્ઘટનાથી ઘણુ નુકસાન થયું છે.
  • સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 બહાર પાડ્યા છે. સરકારે અપીલ કરી છે કે આ દુર્ઘટનામાં જુના વીડિયો સરક્યુલેટ કરીને અફવા ન ફેલવવામાં આવે.
  • હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈ અલર્ટ આપી છે.
  • ITBPના 200થી વધુ જવાન, SDRFના 10 અને NDRFની ટીમ રેસ્ક્યુ કામમાં લાગી છે. બીજી કેટલીક ટીમો એરફોર્સના હેલિકોપ્ટરથી પહોંચી રહી છે.

હરીદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈઅલર્ટ આપી દીધી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી લીધી. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે. અલકાનંદ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે. હું પોતે ઘટના સ્થળે જઈ રહ્યો છે.

પાવર પ્રોજેક્ટ અને તપોવન બંધ તૂટ્યો
ચમોલી પોલીસના જણાવ્યા મુજબ, ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે. અલકાનંદા નદીના કિનારે રહેનાર લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ધૌલી નદીમાં પુર આવવાથી તપોવન બંધ પણ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. અધિકારીઓએ સરોવરનું પાણી ઘટાડવાનો આદેશ આપ્યો છે. જેથી અલકાનંદનું વોટર લેવલ વધવા પર વધારાનું પાણી છોડવામાં મુશ્કેલી ન સર્જાય.

જૂન 2013માં આશરે 4 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા
16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પુરમાં તણાઈ ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં વહી ગઈ હતી. 2141 ભવનોનું નામ-નિશાન મટી ગયું. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.