તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Giving A Bumper Discount Will Rock The Flash Cell? Find Out Why The Government Wants To Ban

લટકતી તલવાર:બમ્પર ડિસ્કાઉન્ટ આપતાં ફ્લેશ સેલ પર રોક લાગશે? જાણો સરકાર કેમ પ્રતિબંધ મૂકવા ઈચ્છે છે

3 મહિનો પહેલા

ફ્લેશ સેલ. આ નામ સાંભળીને સૌ કોઈ લલચાતા હોય છે. એનું એકમાત્ર કારણ છે મોંઘી અને લેટેસ્ટ વસ્તુઓ પર હેવી ડિસ્કાઉન્ટ. પણ આ જ ફ્લેશ સેલ પર પ્રતિબંધની તલવાર લટકી છે. હા, કેન્દ્ર સરકારે ફ્લેશ સેલ પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને કારણે ઇ-કોમર્સ કંપનીઓ, બ્રાન્ડ અને સેલર્સ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. પ્રસ્તાવ મુજબ ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સ્કીમો દ્વારા વેચાણ ચાલુ રાખી શકે છે, પરંતુ ખાસ પ્રકારના ફ્લેશ સેલ નહીં.

ફ્લેશ સેલ કેવી રીતે કામ કરે છે?
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફ્લેશ સેલ સૌથી વધારે સ્માર્ટફોનની કેટેગરીમાં જોવા મળે છે. બજેટ સ્માર્ટફોન બનાવતી કંપની જૂનો સ્ટોક કાઢવા અથવા નવા ફોનને લોકો સુધી જલ્દી પહોંચાડવા ફ્લેશ સેલ ચલાવતી હોય છે. હાલના એડવાન્સ્ડ ટેક્નોલોજીના યુગમાં દર અઠવાડિયે નવા સ્માર્ટફોન લોન્ચ થતા હોય છે, ત્યારે માર્કેટ કેપ્ચર કરવા માટે અને ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઓનલાઈન ફ્લેશ સેલ સૌથી વધુ કારગર સાબિત થાય છે. દિગ્ગજ ઇ-કોમર્સ કંપનીઓના કુલ વેચાણમાં 40-50 ટકા હિસ્સો સ્માર્ટફોનના વેચાણનો રહે છે.

સરકાર ફ્લેશ સેલ પર પ્રતિબંધ કેમ લગાવવા માગે છે?
આપને જણાવ્યું એ રીતે સ્માર્ટફોન માર્કેટમાં કોમ્પિટશન વધારે છે. ફ્લેશ સેલના કારણે કંપની પોતાના પર જ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. જે ગ્રાહકોની પસંદગીને મર્યાદિત બનાવે છે અને કિંમતમાં વધારો કરે છે. તેમજ બધા માટે એકસરખી તક વાળુ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવાથી રોકે છે. દાખલા તરીકે, જો ફ્લેશ સેલમાં તમને રેડમીનો લેટેસ્ટ ફોન તમારા બજેટમાં મળતો હોય તો તમે બીજી કંપનીઓના ફોનને ખરીદવાનું નહીં વિચારો. મોટા ભાગની સ્માર્ટફોન બ્રાન્ડ્સ નવા ડિવાઇસિસ યુનિટ્સ ઓનલાઇન પ્લેટફોર્મને સપ્લાય કરે છે. જેના લીધે ઓફલાઇન સ્ટોરમાં સ્ટોક ઓછો રહે છે. એમાં પણ કોરોના મહામારીને લીધે ઓફલાઇન સ્ટોરના વેચાણની પરિસ્થિતિ કફોડી જોવા મળી રહી છે. આ જ વાત, ક્લોથિંગ, ગ્રોસરી અને બીજી વસ્તુઓમાં પણ લાગુ પડે છે.

છેલ્લા ઘણા સમયથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર આ પ્રકારની ફ્લેશ સેલની સંખ્યા વધી રહી છે. જેની અસર સ્મોલ અને લોકલ બિઝનેસ પર પડી રહી છે. સરકાર ઈચ્છે છે કે તમામને સમાન તક મળે અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર કંપનીઓ વચ્ચે હેલ્ધી કોમ્પિટીશન બની રહે.

સાથે જ સરકારને ઈ-કોમર્સ અને ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી અને અનુચિત વ્યવહારની અનેક ફરિયાદો મળી હતી. જે બાદ સરકારે ઈ-કોમર્સ માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સમાં પણ ફેરફારની તૈયારી શરૂ કરી છે. જેના માટે સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જે રીતે નોડલ અને કમપ્લાયંસ અધિકારીને અપોઈન્ટ કર્યા છે તે જ રીતે ઈ-કોમર્સ કંપનીઓએ પણ ભારતમાં હવે નોડલ, કંપ્લાયંસ અને રેસિડેન્ટ ગ્રેવિઆંસ ઓફિસર અપોઈન્ટ કરવા પડશે.

પ્રસ્તાવિત સંશોધનો મુજબ ઈ-કોમર્સ કંપનીઓએ કોઈપણ કમ્પલેઈનનો 72 કલાકમાં જવાબ આપવો પડશે. જો કે, આ હજુ પ્રસ્તાવ જ છે. આ માટે સરકારે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પાસેથી 6 જુલાઈ સુધીમાં સૂચન માગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...