• Gujarati News
  • National
  • Giving 80 Per Cent Scholarship To Muslims Is Unconstitutional, Muslims Offended; Christians Welcomed The Verdict

કેરળ હાઈકોર્ટે રદ્દ કર્યો 6 વર્ષ જૂનો ચુકાદો:મુસ્લિમોને 80 ટકા સ્કોલરશીપ આપવી તે ગેરબંધારણીય, મુસ્લિમો નારાજ; ખ્રિસ્તીઓએ ચુકાદાને આવકાર્યો

તિરુવનંતપુરમ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારના 6 વર્ષ જૂના ચુકાદાને રદ્દ કરી દીધો છે. આ ચુકાદા અંતર્ગત કેરળમાં મુસલમાનોને લઘુમતીના નામે 80% સ્કોલરશીપ આપવામાં આવતી હતી. બાકીની 20 ટકા સ્કોલરશીપ ખ્રિસ્તીઓને આપવામાં આવતી હતી. કોર્ટના આ ચુકાદા બાદ હવે સરકાર સામે મુશ્કેલી સર્જાઈ છે. કોર્ટના આ આદેશથી મુસલમાનોમાં ભારે નારાજગી છે. તેનાથી વિપરીત ખ્રિસ્તીઓએ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એસ મનીકુમાર અને ન્યાયમૂર્તિ શાજી પી ચેલીએ આ ચુકાદો આપ્યો છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કોર્ટના ચુકાદાને વાંચ્યા બાદ જ કોઈ નિર્ણય લેવાની વાત કહી છે. કેરળમાં મુસલમાનોના સૌથી મોટા સંગઠન ઈન્ડિયન યુનાઈટેડ મુસ્લિમ લીગ (IUML)એ આ ચુકાદા અંગે રાજ્ય સરકાર સામે પ્રશ્નાર્થ કર્યો છે. IUMLએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું છે કે સરકાર કોર્ટ સામે હકીકત સ્થિતિ રજૂ કરવામાં અસફળ રહી છે. સરકારે સ્કોલરશિપનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો મુસલમાનોને આપવો જોઈએ.

કેરલના સૌથી મોટું મુસ્લિમ સંગઠન વિરોધ માટે માર્ગો પર ઉતર્યું
IUMLના રાષ્ટ્રીય સચિવ ઈટી મોહમ્મદ બશીરે કહ્યું કે રાષ્ટ્રીયસ્તર પર આવેલા સચ્ચર સમિતિના રિપોર્ટ બાદ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી હતી. LDF સરકારમાં મુસલમાનો માટે તૈયાર કરવામાં આવતી યોજનામાં સુધારા કરી વર્ષ 2015માં લેટિન કેથોલિક તથા કન્વર્ટેડ ખ્રિસ્તીઓને તેનો 20 ટકા હિસ્સો આપવાની જોગવાઈ કરી હતી. સરકારે અન્ય ધર્મના લઘુમતીઓ માટે અલગ યોજના તૈયાર કરવી જોઈએ.

ખ્રિસ્તી સંગઠનોએ આ ચુકાદો તાત્કાલિક અમલી બનાવવા માગ કરી
કેરળના ખ્રિસ્તી સંગઠનોએ હાઈકોર્ટના ચુકાદાને તાત્કાલિક લાગૂ કરવાની માગ કરી છે. ચર્ચના ટ્રસ્ટી અને જૈકોબાઈટ બિશપ જોસેફ ગ્રેગોરિયસે કહ્યું છે કે ખ્રિસ્તીઓની કોચિંગમાં મળતી હિસ્સેદારીથી તેમને વંચિત કરવામાં આવ્યા છે. આશા છે કે સરકાર હાઈકોર્ટના ચુકાદાને લાગૂ કરી અમને ન્યાય અપાવશે. મુખ્યમંત્રી અમારા ખ્રિસ્તીઓના મુદ્દાને પ્રાથમિકતા આપશે.

5000 મુસ્લિમ વિદ્યાર્થીઓને થતો હતો ફાયદો
કેરળના 11 સભ્યની સમિતિ ન્યાયમૂર્તિ રાજિંદર સચ્ચર સમિતિની ભલામણને લાગૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા 5000 મુસ્લિમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવતી હતી. ફેબ્રુઆરી,2011માં આ યોજનામાં કન્વર્ટેડ ખ્રિસ્તીઓ અને લેટિન કેથોલિક ખ્રિસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2015માં સરકારે ફરીથી નિર્ણયમાં ફેરફાર કર્યો અને નવા આદેશમાં કહેવામાં આવ્યું કે સ્કોલરશિપને 80 અને 20 ટકાના પ્રમાણમાં વહેચવામાં આવશે. એટલે કે 80 ટકા મુસલમાનો અને 20 ટકા ખ્રિસ્તીઓ માટે હશે. આ નિર્ણયને કેરળના એક વકીલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.