તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If You Give The Plastic Bottle To The Shopkeeper Instead Of Throwing It In The Trash, You Will Get Money

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચરામાંથી કમાણી:પ્લાસ્ટિકની બોટલને કચરાના ડબામાં ફેંકવાની જગ્યાએ દુકાનદારને આપશો તો પૈસા મળશે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
 • કૉપી લિંક
 • ખાવાની વસ્તુના પેકેજિંગવાળા પ્લાસ્ટિકને રિ-સાઈકલ કરાશે

પર્યાવરણમાં વધતાં પ્લાસ્ટિકના કચરાને ઘટાડવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ વન પર્યાવરણ મંત્રાલય પાસે ખાદ્ય પદાર્થવાળા પ્લાસ્ટિક પેકેટ રિ-સાઈકલ કરવાની મંજૂરી માગી છે. FSSAI એવી યોજના ઘડી રહ્યું છે જેમાં ગ્રાહક પ્લાસ્ટિકની બોટલને કચરાના ડબામાં ફેંકવાની જગ્યાએ દુકાનદારને પાછી આપશે તો તેને થોડા પૈસા મળશે.

ખરેખર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રતિબંધને લીધે પ્લાસ્ટિકમાં પેક ખાદ્યપદાર્થના ઉપયોગ પછી એ પ્લાસ્ટિકને ફરીવાર યુઝ નથી કરી શકાતું. FSSAIએ મંત્રાલયને પત્ર લખી આ પ્રતિબંધ હટાવવાનો આગ્રહ કર્યો છે. FSSAI મુજબ દેશમાં જે ખાદ્યપદાર્થ પ્લાસ્ટિક પેકેટમાં મળી રહ્યા છે તેમાં 43 ટકા સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. રિ-સાઈકલ કરવાથી સમાધાન થઈ શકે છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-2018 હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિ-સાઈકલ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ વાતાવરણમાં પ્લાસ્ટિક કચરાની માત્રા વધારવામાં મોટું કારણ હતું.

FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ સિંઘલે કહ્યું કે અમે પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ સાથે બેઠક કરવાના છીએ. તેમાં કંપનીઓને જવાબદારી સોંપાશે કે એવા ગ્રાહકોને થોડી રકમ ચૂકવે જે પ્લાસ્ટિકની બોટલ દુકાનદારને પરત આપે. સાથે જ કંપનીઓ દુકાન પાસેથી એ બોટલોને ઉપાડવાની વ્યવસ્થા પણ કરાવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો