• Gujarati News
  • National
  • Give People A Monthly Account Of The Treasury, Whether The Funds Of The Schemes Came From Earnings Or By Debt.

ચન્ની સરકારને 'સુપર CM'સિદ્ધુનું નવું ટાસ્ક:લોકોને દર મહિને ખજાનાનો હિસાબ આપો, જણાવો કે યોજનાઓનું ફંડ કમાણીમાંથી આપ્યું કે દેવું કરીને

ચંડીગઢ13 દિવસ પહેલાલેખક: મનીષ શર્મા
  • કૉપી લિંક

પંજાબમાં 'સુપર CM'ની જેમ કામ કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ ચીફ નવજોતસિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત ચન્નીની સરકારને નવો ટાસ્ક આપ્યો છે. તેઓએ કહ્યું કે સરકારને દર મહિને ખજાનાની સ્થિતિને સાર્વજનિક કરવી જોઈએ. સ્કીમ પર જે ફંડ લગાવી રહ્યાં છીએ તે કમાણી છે કે દેવું તે પંજાબના લોકોને જણાવવું જોઈએ.

સિદ્ધુની આ માગ એટલા માટે મહત્વની છે કેમકે પંજાબમાં ચૂંટણી નજીક છે તેને પગલે ચન્ની સરકાર ઝડપથી રાહત આપી રહ્યાં છે. વીજળી બિલમાં માફીથી લઈને તેના રેટ ઘટાડવા તેમજ પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરવાની વાત સામેલ છે. પંજાબમાં સરકાર હંમેશા ખજાનો ખાલી હોવાનું જ રટણ કરતી હોય છે. એવામાં જો ચન્ની સરકાર તેને સાર્વજનિક કરશે તો તેમની પોતાની જ પોલ ખુલી શકે છે.

સિદ્ધુનું ટ્વીટ
સિદ્ધુનું ટ્વીટ

પંજાબમાં અડધાંથી વધુ ખર્ચાઓ દેવું કરીને થઈ રહ્યાં છે
સિદ્ધુએ ટ્વિટર હેશટેગ PunjabBeyond2022 અને HaqiqatPunjabdiની મદદથી ચન્ની સરકાર પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ ટ્વીટ કરી કહ્યું કે આજે પંજાબ દેશનું સૌથી દેવાદાર રાજ્ય છે. પંજાબ પર GDPના 50% દેવું છે. અડધાંથી વધુ ખર્ચ મોંઘી લોનને કારણે થઈ રહ્યાં છે. પંજાબને તે સત્યથી ન ભટકવા દેવું જોઈએ, જેનું દરેક પંજાબી અને દરેક પાર્ટી વર્કરે સમર્થન કરવું જોઈએ.

નાણાંકીય જવાબદારી અને પારદર્શિતાનો અર્થ સમજાવ્યો
નાણાંકીય જવાબદારી અને પારદર્શિત પંજાબ મોડલના સ્તંભ છે. જવાબદારીનો અર્થ તે જણાવવાનો છે કે દરેક યોજના પર થતો ખર્ચ ક્યાંથી આવી રહ્યો છે. શું આ કમાણી કે પછી દેવું છે. પારદર્શિતાનો અર્થ છે રાજ્યની નાણાંકીય સ્થિતીને દર મહિને સાર્વજનિક કરવાનો છે.

સિદ્ધુનું ટ્વીટ
સિદ્ધુનું ટ્વીટ

દેવું કરવું તે કોઈ ઉકેલ નથી
સિદ્ધુએ ટ્વીટમાં વધુ લખ્યું કે દેવું કરવું તે કોઈ ઉકેલ નથી. ટેક્સની કમાણી દેવું ચુકવવામાં ન ખર્ચાવી જોઈએ. પરંતુ વિકાસ થકી લોકોને પાછી મળવી જોઈએ. એવું પહેલી વખત નથી કે સિદ્ધુએ ખજાનાને લઈને નિશાન સાધ્યું છે. પહેલાં પણ ચન્ની સરકારે રાહતની જાહેરાત કરી હતી તે સમયે સિદ્ધુએ ખજાનાની સ્થિતિને લઈને સવાલો કર્યા હતા. સિદ્ધુએ ત્યાં સુધી કહ્યું હતું કે જો પંજાબની સ્થિતિ ના સુધરી તો અહીં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સોનિયાએ મીડિયાના માધ્યમથી વાત ના કરવાની સલાહ આપી હતી.
કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સોનિયાએ મીડિયાના માધ્યમથી વાત ના કરવાની સલાહ આપી હતી.

સોનિયાની સલાહને પણ અવગણી રહ્યાં છે સિદ્ધુ
નવજોતસિંહ સિદ્ધુ તે અંદાજમાં કામ કરી રહ્યાં છે કે તેઓ પાર્ટીના ઈન્ટરિમ અધ્યક્ષા સોનિયા ગાંધીની વાત પણ નથી સાંભળતા. તેઓએ નેતાઓને કહ્યું હતું કે સાર્વજનિક નિવેદનબાજીથી બચો. તેમ છતાં સિદ્ધુ ટ્વીટ કરીને પોતાની જ સરકાર સાથે વાત કરી રહ્યાં છે. પહેલાં પણ સિદ્ધુએ સોનિયાને રાજીનામું મોકલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું.

AGને હટાવવામાં આવ્યા બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં CM ચરણજીત ચન્ની નબળા પુરવાર થયા હતા. જેમાં CMએ શરૂઆતમાં જ પંજાબી ગીતની કડીઓ ગાઈ હતી.
AGને હટાવવામાં આવ્યા બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં CM ચરણજીત ચન્ની નબળા પુરવાર થયા હતા. જેમાં CMએ શરૂઆતમાં જ પંજાબી ગીતની કડીઓ ગાઈ હતી.

સિદ્ધુની મનમાની સામે હાઈકમાન્ડ અને CMનું સરેન્ડર
સિદ્ધુની મનમાની સામે કોંગ્રેસ હાઈકમાન્ડ અને CM ચરણજીત ચન્ની સરેન્ડર કરી ચુક્યા છે. સિદ્ધુની જિદ સામે CM ચન્નીએ ઈચ્છા ન હોવા છતાં એડવોકેટ જનરલ એપીએસ દેઓલને હટાવવા પડ્યા છે. હવે તેમની પસંદથી નિયુક્ત કરાયેલા DGP ઈકબાલપ્રીત સહોતાને પણ હટાવવાનો નિર્ણય લેવાયો છે. તો સામે જિદ પૂરી થયા બાદ પણ સિદ્ધુ કોંગ્રેસ ભવન નથી જઈ રહ્યાં કે ન તો સંગઠન બનાવ્યું છે કે ન કોઈ પ્રચાર કરી રહ્યાં છે. એવામાં સિદ્ધુ પણ હવે કોંગ્રેસને કેપ્ટન અમરિંદર સિંહની જેમ જ ચલાવવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...