ઈન્દોર:બોયફ્રેન્ડ માટે હોર્ડિંગ પર ચઢી ગઈ છોકરી, રાતના સમયે હાઈ વોલ્ટેજ ડ્રામા

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સગીર પ્રેમી સાથે લગ્ન કરવા માટે સગીરાએ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરીને છોકરી રાતના સમયે રોડ પરના હોર્ડિંગ પર ચઢી ગઈ. છોકરીને હોર્ડિંગ પર ચઢેલી જોઈ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ દરમિયાન લોકોએ તેને નીચે ઊતરી જવા સમજાવી પણ તે એકની બે થઈ નહીં. આખરે પરિવારજનો અને પોલીસની ટીમ પણ અહીં પહોંચી ગઈ. આ સમયે છોકરીએ ચીમકી આપી કે, પ્રેમી સાથે લગ્ન કરી દેવામાં આવશે નહીં તો તે કૂદી જશે. આખરે પોલીસ અને પરિવારની સમજાવટથી પોણો કલાક બાદ સગીરા નીચે ઉતરી હતી. પોલીસે કાઉન્સેલિંગ કરી તેને ઘરે મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...