• Gujarati News
  • National
  • Ghulam Nabi Azad Said That Congress Leaders Like 5 Star Culture, It Cannot Win Elections

ગુલામ નબીના આઝાદ વિચારો:ગુલામ નબી આઝાદે કહ્યું - ફાઈવ સ્ટાર કલ્ચરે કોંગ્રેસને ખતમ કરી નાંખી, ઇશારામાં રાહુલ, પ્રિયંકા, સોનિયાને જવાબદાર ઠેરવ્યાં

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુલામ નબી આઝાદ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ગુલામ નબી આઝાદ (ફાઈલ ફોટો)

કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક હુંસાતુંસી હવે સપાટી પર આવી ગઈ છે. પક્ષના નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, હું હાર માટે નેતૃત્વને જવાબદાર નથી માનતો, પરંતુ કોંગ્રેસે જમીની સ્તરનું જોડાણ ગુમાવી દીધું છે. ચૂંટણી ફાઈવ સ્ટાર કલ્ચરથી નથી જીતી શકાતી. પક્ષના નેતા કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમના નેતૃત્વને લઈને પુનર્વિચાર કરવાનો અર્થ એ પણ છે કે, પક્ષમાં ઉચ્ચ સ્તરેથી નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવે. બીજી તરફ, ગાંધી પરિવારના નજીકના મનાતા સલમાન ખુર્શીદે કોંગ્રેસ હાઈ કમાન્ડનો બચાવ કરતા કહ્યું છે કે, પક્ષમાં કોઈ પણ પ્રકારના નેતૃત્વની મુશ્કેલી નથી. જે લોકોને આંખો છે, તેઓ સ્પષ્ટ જોઈ રહ્યા છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લોકોનું સંપૂર્ણ સમર્થન છે.

નેતૃત્વ મુદ્દે જાહેરમાં વાત કરવાની જરૂર નથી
એક ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ કાર્યસમિતિના સ્થાયી આમંત્રિત સભ્ય સલમાન ખુર્શીદે કહ્યું કે, દરેક ચૂંટણી વખતે વિશ્લેષણ કરાય છે. અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી. જે આગેવાનો લીડરશીપિનો હિસ્સો છે, તેઓ જોશે કે ક્યાં ખોટું થયું. કોંગ્રેસમાં આ મુદ્દે જાહેરમાં વાત ના થવી જોઈએ. નોંધનીય છે કે, ખુર્શીદનું આ નિવેદન બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ પછી આવ્યું છે કારણ કે, એ વખતે કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમના નેતૃત્વ સામે સવાલ ઉઠાવાયા હતા. સિબ્બલે કહ્યું હતું કે, મુશ્કેલી એ છે કે, રાહુલ દોષ વર્ષ પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનવા નથી માંગતા. આટલો સમય વીત્યા પછી હું પૂછવા માંગુ છું કે, કોઈ રાષ્ટ્રીય પક્ષ આટલો લાંબો સમય અધ્યક્ષ વિના કામ કેવી રીતે કરી શકે?

72 વર્ષમાં સૌથી ન્યૂનત્તમ સ્તરે કોંગ્રેસ
તેમણે કહ્યું કે 5 સ્ટાર કલ્ચરથી ચૂંટણી જીતી શકાતી નથી. આજે નેતાઓ સાથે આ મુશ્કેલ છે તે તેમને ટિકિટ મળે છે તો તેઓ સૌથી પહેલા 5 સ્ટાર હોટલ બૂક કરાવે છે. જો માર્ગો ખરાબ છે તો તેની ઉપર નહીં જાય. જ્યા સુધી આ 5-સ્ટાર કલ્ચરને છોડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ જ ચૂંટણી જીતી શકાશે નહીં.

છેલ્લા 72 વર્ષમાં કોંગ્રેસ સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. કોંગ્રેસ પાસે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી. જોકે, કોંગ્રેસે લદ્દાખ હિલ કાઉન્સિલની ચૂંટણીઓમાં 9 બેઠક જીતી છે. ત્યા અમે આ પ્રકારના પોઝિટિવ પરિણામની અપેક્ષા રાખતા ન હતા.

નિમાયેલા પદાધિકારી ગ્રાઉન્ડ સુધી જતા નથી
ગુલામ નબી આઝાદે કહ્યું કે પદાધિકારીઓને પોતાની જવાબદારી સમજવી જોઈએ. જ્યાં સુધી પદાધિકારી નિયુક્ત કરવામાં આવશે તેઓ ગ્રાઉન્ડ પર નહીં જાય. જો તમામ પદાધિકારી એક પ્રક્રિયાથી ચૂંટાય છે તો તેઓ પોતાની જવાબદારી સમજશે. અત્યારે કોઈને પણ પક્ષમાં કોઈ પણ પદ મળી જાય છે.

જ્યા સુધી અમે દરેક સ્તર પર અમારા કામકાજની પદ્ધતિ નહીં બદલીએ ત્યાં સુધી સ્થિતિ નહીં બદલાય. લીડરશિપને પાર્ટી કાર્યકર્તાઓને એક પ્રોગ્રામ આપવા અને પદો માટે ચૂંટણી યોજવાની જરૂર છે. કોઈને પણ આ લાયક થવું જોઈએ કે જેમની ઉપસ્થિતિ ન હોવાના સંજોગોમાં નૈતૃત્વ તેમના વિશે પૂછે.

પાર્ટીનું માળખુ તૂટી ગયુ છે
આઝાદે કહ્યું કે અમારા પક્ષનું માળખુ તૂટી ગયુ છે. આપણે તેને ફરી તૈયાર કરવાની જરૂર છે. પછી તે કોઈ નેતા તે માળખા પ્રમાણે ચૂંટાય છે તો તે પદ્ધતિ કામ કરશે. પણ એવું કહેવું કે અમે બિહાર અથવા યુપી, એમપી જીતી લઈશું તો તે બાબત ખોટી છે. એક વખત જ્યારે આપણે વ્યવસ્થા બદલશું તો

ગાંધી પરિવારને ક્લિન ચિટ
તેમણે કહ્યું હું કોરોનાને લીધે ગાંધી પરિવારને ક્લીન ચિટ આપી રહ્યો છું. તેઓ અત્યારે કંઈ કરી શક્યા નથી. અમારી માંગોમાં કોઈ ફેરફાર થયો નથી. તે અમારી મોટાભાગની માંગો પર સહમત થઈ ગયા છીએ. દેશમાં વિકલ્પ બનવા ઈચ્છીએ છીએ અને પક્ષને ફરી પુનઃજીવિત કરવા ઈચ્છતા હોઈએ તો લીડરશિપે પાર્ટીમાં પદો માટે ચૂંટણી કરવી જોઈએ.

કપિલ સિબ્બલ પણ પરિવર્તનની માંગ કરે છે
કેટલાક મહિના અગાઉ કોંગ્રેસ વર્કિંગ સમિટી (CWC)ની બેઠક બાદથી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પણ સતત પક્ષના કામકાજને લઈ ટીકા કરી રહ્યા છે. આ અગાઉ પાર્ટીના 23 નેતાઓએ આ મુદ્દે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો. તેમા કપિલ સિબ્બલ સાથે ગુલામ નબી આઝાદનો સમાવેશ થતો હતો. પત્રમાં પાર્ટીમાં ઉપરથી લઈ નીચે સુધી આમૂલ પરિવર્તનની માંગ કરવામાં આવી હતી.

CWCની બેઠકમાં પત્ર લખનાર નેતાઓની ભાજપ સાથેની મિલીભગતના આરોપ અંગે બન્ને નારાજ થઈ ગયા હતા. બિહાર ચૂંટણીમાં હાર બાદ કપિલ સિબ્બલે ત્યાં સુધી કહ્યુ હતું કે કદાંચ ચૂંટણીમાં હારને નિયતિ માની લેવામાં આવે છે. તેને પાર્ટીના ટોપ લીડરશિપ એટલે કે સોનિયા તથા રાહુલ ગાંધી પર નિશાન માનવામાં આવતુ હતું.