• Gujarati News
  • National
  • Ghulamani, Who Left Jammu Airport With People, Will Hold A Big Rally In A Few Minutes

ગુલામનબી પાર્ટી બનાવશે:કહ્યું- ઝંડો અને નામ કાશ્મીરના લોકો નક્કી કરશે; કોંગ્રેસ પર કટાક્ષ કરતા બોલ્યા- અમને બદનામ કરનારાઓની પહોંચ ટ્વિટ સુધી

જમ્મુ22 દિવસ પહેલા

કોંગ્રેસથી અલગ થયેલા ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુમાં કહ્યું કે તે પોતાની નવી પાર્ટી બનાવશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો ઝંડો એવો હશે, જેને દરેક ધર્મના માણસો સ્વીકારશે. પાર્ટીનો ઝંડો અને નામ કાશ્મીરની પ્રજા નક્કી કરશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી આ આઝાદની પ્રથમ રેલી છે.

આઝાદે કોંગ્રેસ હાઈકમાન્ડમાંથી કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે મારી નવી પાર્ટી બનવાથી તેઓ ડરેલા છે, જોકે હું કોઈનું પણ ખરાબ ઈચ્છતો નથી.

આઝાદની પાર્ટીના 3 એજન્ડા
1. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો
2. બહારના માણસો જમીન ન ખરીદે
3. નોકરી માત્ર જમ્મુ-કાશ્મીરના લોકોને મળે

નવી પાર્ટી પર અને કોંગ્રેસ પર શું કહ્યું
નવી પાર્ટીઃ હજી સુધી મેં પાર્ટીનું નામ નક્કી કર્યું નથી. કાશ્મીરના લોકો ઝંડો અને નામ નક્કી કરશે. મારી પાર્ટીને હું હિન્દુસ્તાની નામ આપીશ, જેથી દરેક સમજી શકે.

કોંગ્રેસઃ કોંગ્રેસ અમે બનાવી છે, પોતાના લોહી-પરસેવાથી બનાવી છે. કોંગ્રેસ કમ્પ્યુટર અને ટ્વિટરથી બની નથી. જે લોકો અમને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે, તેમની પહોંચી કમ્પ્યુટર અને ટ્વિટર સુધી છે. આ કારણે જ હવે કોંગ્રેસ જમીન પર ક્યાંય દેખાતી નથી. અમે વૃદ્ધો, ખેડૂતોની સાથે સારા છે. તેમને તેમની બાદશાહત મુબારક.

​​નવી પાર્ટીમાં સામેલ થઈ શકે છે જમ્મુના 64 કોંગ્રેસ નેતા
આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ છોડી દીધી હતી. તે પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર સહિત ચાર નેતાઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ, પૂર્વ મંત્રી માજિદ વાની અને મનોહર લાલ શર્માએ પણ કોંગ્રેસ છોડી હતી. કુલ 64 નેતાઓ આઝાદની પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

આઝાદના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
આઝાદના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

જમ્મુના 64 કોંગ્રેસ નેતા પણ સામેલ થશે
આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ છોડી હતી. તે પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર સહિત ચાર નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ્ર, પૂર્વ મંત્રી માજિદ વાની અને મનોહર લાલા શર્માએ પણ કોંગ્રેસ છોડી દીધી હતી.

આઝાદે કહ્યું હતું ન મને ફાયદો ન ભાજપને
કોંગ્રેસથી અલગ થયા પછી આઝાદે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધનથી ન તો તેમને ફાયદો થશે ન ભાજપને. આઝાદની પાસે જમ્મુ-કાશ્મીરમાં બીજેપી, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીની સાથે ગઠબંધન કરવાનો વિકલ્પ હશે.

કોંગ્રેસના DNAવાળા નિવેદન પર આપ્યો જવાબ
કોંગ્રેસના ઘણા નેતા હવે ખુલ્લેઆમ ગુલામ નબીની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યાં છે. તાજેતરમાં જ કોંગ્રેસે આઝાદના DNA પર સવાલ ઉઠાવ્યો હતો. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે આઝાદનું ડીએનએ બદલાઈને મોદી-મય થઈ ગયું છે. હવે આઝાદે પોતાના ડીએનએ અંગે ઉઠેલા સવાલના જવાબ આપ્યા છે. તેમણે આ અંગે કહ્યું કે જો તમે બીજી કોઈ પાર્ટીના લોકોને મળો છો અને તેમની સાથે વાત કરો છો તો તેનાથી તમારું ડીએનએ બદલાઈ જતું નથી.

3 ઘટનાઓ જે ભાજપ અને આઝાદની નજીકતા દેખાડે છે

  • 5 ઓગસ્ટ 2019એ કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ 370 અને આર્ટિકલ 35Aને હટાવી દીધા હતા. તે પછી મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા સહિતના તમામ મોટા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. જોકે ગુલામ નબી તે સમયે પણ આઝાદ હતા.
  • ફેબ્રુઆરી 2021 પછીથી ગુલામ નબી આઝાદ લોકસભા અને રાજ્યસભાના સભ્ય નથી. તેમની પાસે કોઈ બીજુ મહત્વનું પદ પણ નથી. તેમ છતાં લુટિયન્સમાં તેમનો બંગલો ખાલી કરાવવામાં આવ્યો નથી. ઓગસ્ટ 2022માં જ તેમના બંગલાનું એક્સટેન્શન કરવામાં આવ્યું હતું.
  • 29 ઓગસ્ટે ગુલામ નબી આઝાદે એક સવાલના જવાબમાં કહ્યું- હું તો મોદીજીને ક્રૂર માણસ સમજતો હતો. મને લાગતું હતું કે તેમણે લગ્ન કર્યા નથી અને તેમને બાળકો નથી તો તેમને કોઈ ફરક પડતો નથી, જોકે તેમનામાં માનવતા તો છે.
અન્ય સમાચારો પણ છે...