- Gujarati News
- National
- German Pilot Builds Syringe Model In The Sky In Celebration Of Vaccine Arrival: London's Regent Street Sale Down, Bella’s Strongest Gusts Hit
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:એક તરફ કોરોનાનો કહેર, બીજી બાજુ કાતિલ ઠંડીએ ભરડો લીધો તો બ્રિટનમાં વાવાઝોડાનો સપાટો
છત્તીસગઢમાં કાતિલ ઠંડીએ જોર પકડતા લોકો થથરી રહ્યા છે. છત્તીસગઢના મૈનપાટમાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતર્યા પછી વનસ્પતિઓ પર બાઝેલા ઝાકળના ટીપાં થીજી ગયા હતા.
શિમલામાં બરફની ચાદર છવાઈ
પર્યટન સ્થળ શિમલામાં બરફવર્ષાથી સહેલાણીઓ ગેલમાં આવી ગયા છે. કોરોનાકાળમાં પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી છે. શિમલામાં ચોતરફ રસ્તાઓ તેમજ વાહનો અને મકાનો હિમાચ્છાદિત નજરે પડતા મનોરમ દૃશ્યો સર્જાયેલા જોવા મળ્યા.
દેશમાં કોલ્ડવેવના આસાર
કાતિલ ઠંડી વચ્ચે વિદિશામાં બેતવા નદી પર ધુમ્મસ. આગામી દિવસોમાં રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
લંડનની રિજન્ટ સ્ટ્રીટ સૂમસામ
બોક્સિંગ ડે નિમિત્તે સામાન્ય રીતે ભીડથી ભરચક રહેતી લંડનની રિજન્ટ સ્ટ્રીટ સૂમસામ જોવા મળી. કોરોના વાઇરસનો કહેર જે રીતે વ્યાપી રહ્યો છે અને ખાસ કરીને કોરોનાના નવા સ્ટ્રેનના અસ્તિત્વમાં આવ્યા પછી કડક પ્રતિબંધો આવ્યા છે, જેને કારણે લોકો ઘરોની બહાર આવવાથી અને શોપિંગથી દૂર રહ્યા છે. આ વર્ષે કોરોનાને લીધે ગત વર્ષની તુલનામાં રિજન્ટ સ્ટ્રીટ સહિતની અનેક બજારોમાં વેચાણ ધરખમ રીતે ઘટી જશે એવી ભીતિ છે.
બ્રિટનમાં વાવાઝોડું-બેલા ત્રાટક્યું: વીજળી ડૂલ, પરિવહનમાં અવરોધ
હરિકેન બેલાએ બ્રિટનના અનેક ભાગોને ધમરોળી નાખ્યા છે. વાવાઝોડાની અસરથી ભારે વરસાદ વરસતાં અનેક સ્થળે પૂરનાં પાણી ફરી વળ્યાં.
બ્રિટનમાં વાવાઝોડું-બેલા જનજીવનને અસર કરી રહ્યું છે. 170 કિમી પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે, જેને કારણે ટ્રેન અને સડક પરિવહનમાં અવરોધ સર્જાયો છે. અનેક ટ્રેનો કેન્સલ અથવા તો વિલંબિત થઈ છે. અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે તો વેલ્સમાં 21,000 જેટલાં ઘરોમાં વીજળી ડૂલ થઈ છે, જ્યારે નોર્ધમપ્ટન ખાતે 1000 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
કોરોનાની રસીની ખુશીઃ પાઇલટે હવામાં બનાવ્યું સિરિન્જનું મોડલ
જર્મનીમાં કોરોના વેક્સિનના સમર્થનમાં પાઇલટે હવામાં બનાવ્યું સિરિન્જનું મોડેલ. 20 વર્ષના પાઇલટે રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ કામ કર્યું. યુરોપિયન યુનિયનના દેશોએ રવિવારથી વેક્સિનેશનની શરૂઆત થઈ છે. રસી આવવાની ખુશીમાં જર્મનીના આ પાઇલટે 200 કિમીના ઉડ્ડયનમાં આકાશમાં જ સિરિન્જનું મોડલ બનાવ્યું. હાલમાં સેંકડો લોકો રસી લગાવવાનો વિરોધ પણ કરી રહ્યા છે, ત્યારે પાઇલટની આ હરકત લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે.
બાંગ્લાદેશ ચોખા પરની આયાત ડ્યૂટી ઘટાડશે
કોરોના વાઇરસને કારણે લોકડાઉન બાદ ફરી ડાંગરનું પ્રોસેસિંગ બાંગ્લાદેશમાં શરૂ થયું છે. સ્થાનિક ભાવોના નિયંત્રણ માટે બાંગ્લાદેશ સરકારે રાઈસ ઈમ્પોર્ટ્સ પરની ડ્યૂટી ઘટાડવાની વિચારણા કરી.