તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Genome Sequencing Report Reveals Corona's UK Strain In Rajasthan, The Strain Responsible For Increasing Rural Cases

રાજસ્થાનમાં કોરોનાનો UK સ્ટ્રેન:ગામડાઓમાં વધતા સંક્રમણ પાછળ આ જ સૌથી મોટું કારણ, 25 દિવસમાં એક્ટિવ કેસ બમણ થવાની આશંકા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયપુરના SMSમાં પણ તપાસ થશે

રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની તેની પાછળ વાયરસનો UK સ્ટ્રેન જવાબદાર છે. જીનોમ સિક્વેન્સિંગથી રાજસ્થાનમાં UK સ્ટ્રેન મળ્યા હોવાની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યું કે હજુ બે ત્રણ દિવસ પહેલાં જ રિપોર્ટ આવ્યો જેમાં ખ્યાલ આવ્યો કે રાજસ્થાનમાં UK સ્ટ્રેન છે. જીનોમ સિક્વેન્સિંગની સુવિધા આખા દેશમાં 10 જગ્યાએ જ છે, જે ભારત સરકારના નિયંત્રણ હેઠળ છે. તમામ રાજ્યો ત્યાં રેગ્યુલર પોતાના સેમ્પલ મોકલી રહ્યાં છે. ગત દિવસોમાં પેન્ડેન્સી વધુ હતી, ત્યારે અમે અપ્રોચ કર્યું કે જેથી અમને સ્ટ્રેનની ખબર તો પડે કે પ્રદેશમાં કોરોનાનો કયા સ્ટ્રેનથી પીડિત થઈ રહ્યાં છીએ. હાલ બે ત્રણ દિવસ પહેલાં જ રિપોર્ટ આવ્યો જેમાં ખ્યાલ આવ્યો કે રાજસ્થાનમાં UKનો સ્ટ્રેન છે.

કોરોનાનો UK સ્ટ્રેન મળ્યા બાદ હવે સ્વાસ્થ્ય વિભાગ સજાગ થઈ ગયું છે. UK સ્ટ્રેન ઝડપથી ફેલાય છે. તેના પુરાવા રાજસ્થાનમાં કોરોનાના આંકડા છે. રાજસ્થાનમાં 8 એપ્રિલ પછી ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે. 8 એપ્રિલે પ્રદેશમાં 3526 પોઝિટિવ કેસ આવ્યા હતા અને 21 હજાર કુલ એક્ટિવ કેસ હતા. 11 મેનાં રોજ એક્ટિવ કેસ 2.05 લાખનો આંકડો પાર કરી ગયા છે, અને દરરોજ આવતા કેસ 17 હજારની આસપાસ છે. ગત 8-10 દિવસથી રોજ 16થી 18 હજારની આસપાસ પોઝિટિવ કેસ આવી રહ્યાં છે.

UK સ્ટ્રેન તેજીથી ફેલાય છે, તેથી 6 જૂન સુધી પ્રદેશમાં 4 લાખ એક્ટિવ કેસનો અંદાજ છે
UK સ્ટ્રેન ઝડપથી ફેલાય છે, આ જ કારણ છે કે આ વખતે શહેરની સાથે ગામડાંમાં પણ કોરોના ફેલાય રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ 40 ટકા કેસ ગ્રામીણ વિસ્તારોમાંથી આવી રહ્યાં છે, કોરોનાથી 40 ટકાની આસપાસ મોત પણ ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહ્યાં છે. પ્રદેશમાં હજુ 2.05 લાખ એક્ટિવ કેસ છે, 26 દિવસ પછી એટલે કે 6 જૂનની આસપાસ પ્રદેશમાં 4 લાખ એક્ટિવ દર્દી થઈ જશે.

હવે જયપુરની SMS મેડિકલ કોલેજમાં શરૂ થશે કોરોનાની જીનોમ સિક્વેન્સિંગ, નવા સ્ટ્રેનની જાણ તુરંત થશે
રાજસ્થાન સરકારે જ્યારે પાટનગર જયપુરની SMS મેડિકલ કોલેજમાં જીનોમ સિકવેન્સિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી જીનોમ સિક્વેન્સિંગ માટે બહાર સેમ્પલ મોકલવા પડતા હતા. કેન્દ્ર સરકારને આધીન આવતી 10 લેબમાં જ આ સુવિધા છે. આ કારણે ત્યાં રિપોર્ટ આવવામાં ઘણો સમય લાગે છે. રાજસ્થાનમાં UK સ્ટ્રેનનો ખ્યાલ ઘણે મોડેથી થઈ. જો સ્થાનિક સ્તરે જીનોમ સિક્વેન્સિંગની સુવિધા હોત તો વાયરસનો સ્ટ્રેન કયો છે તેની જાણ ઝડપથી થઈ હોત, જેનાથી ઈલાજની પેટર્નમાં બદલાવ કરીને દર્દીઓના જીવ બચાવવાની સાથે તેનો ફેલાવો પણ રોકી શકાયો હોત.

સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યું- હવે આપણે જીનોમ સિક્વેન્સિંગનું કામ જયપુરની SMS મેડિકલ કોલેજમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વિભાગના અધિકારી તેની તૈયારીઓમાં લાગી ગા છે. આ સુવિધા જયપુરમાં શરૂ થવાથી વાયરસના સિંગલ, ડબલ કે ટ્રિપલ મ્યૂટન્ટ હોવાનો અને સ્ટ્રેનની ખબર પડી જશે. તેનાથી આપણને લાઈન ઓફ ટ્રીટમેન્ટમાં મદદ મળશે અને તાત્કાલિક યોગ્ય ઉપચાર શરૂ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...