તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • General Secretary Of Ram Janmabhoomi Trust Champat Rai Reached Chitrakoot And Clarified That The Sangh Was Not Satisfied; But Hold The Decision To Remove, Also Apply The Conditions

રામ જન્મભૂમિ જમીન વિવાદ:રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ચિત્રકૂટ પહોંચીને ખુલાસો કર્યો, સંઘ સંતુષ્ટ નહીં; પરંતુ હટાવવાનો નિર્ણય હોલ્ડ, પણ શરતો લાગુ

ચિત્રકૂટ2 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • સંઘ ચંપત રાયને લઈને મૂંઝવણમાં છે, કારણ કે ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે

ચિત્રકૂટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 5 દિવસના મંથનમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના વિવાદનો મુદ્દો પણ ઊઠ્યો. ખરેખર આ વિવાદ બાબતે મીડિયા અને વિપક્ષ દરેકની નજર સંઘના સ્ટેન્ડ પર છે. માનવામાં આવી રહ્યું છે કે સંઘના મંથનમાં ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રીપદ પરથી હટાવવાના નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ આવું ન થયું. ચિત્રકૂટ પહોંચેલા ચંપત રાયે સંઘની સામે પોતાની દલીલ રાખી અને તેમને હાલમાં અભયદાન મળી ગયું છે, પરંતુ શરતોની સાથે. સંઘે હજી તેમને મંત્રીપદ પર રાખવાનો જ નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યુ હતું કે ચંપત રાયની સ્પષ્ટતા પર સંઘના ટોચના પદાધિકારી પૂર્ણ રીતે સંતુષ્ટ નથી. તેમને સંઘની અદાલતથી ક્લીન ચિટ મળી નથી. જોકે સંઘના ટોચના નેતૃત્વે ચંપત રાયને જોકે અભયદાન જરૂરથી આપી દીધું છે.

સંઘે નિવેદનબાજી ન કરવાની ભલામણ કરી
સંઘે સૂચના આપી છે કે ચંપત રાયે કોઈપણ સંજોગોમાં આ વિવાદ પર નિવેદનબાજી ન કરવી જોઈએ. આ શરત પર, તેમને આ પદ પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક તો ભૂલ થઈ ગઈ છે. આને કારણે સંઘની છબિને નુકસાન થયું છે.

એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો શ્રીરામ જન્મભૂમિ જમીન વિવાદ વધુ વકાર્યો તો ચંપત રાયને પદ પરથી હટાવવા પણ પડી શકે છે

હજી પણ ચંપત રાય પર લટકી રહી છે તલવાર
ખરેખર, સંઘ ચંપત રાયને લઈને મૂંઝવણમાં છે. ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં જો ચંપત રાયને હટાવવામાં આવે છે તો લાગે છે કે સંઘ દ્વારા જ આ આરોપની પુષ્ટિ કરવામાં આવી છે. જો વિપક્ષે રામ જન્મભૂમિ જમીન વિવાદ મામલામાં ગડબડ થયા પછી પણ તેમણે કોઈ એકશન નહીં લેવાને મુદ્દો બનાવ્યો તો હિન્દુ જનતાને નુકસાન થઈ શકે છે, તેથી મુદ્દાને શાંત રાખવાની વ્યૂહરચના પણ સંઘ બનાવી રહ્યો છે. તેમ છતાં જો આ મુદ્દો સળગતો રહેશે તો ચંપત રાયને તેમના પદ પરથી હટાવવાનો આદેશ આપવામાં આવશે.

ચંપત રાયને જોકે અભયદાન આપવાનું સૌથી મોટું કારણ આગામી ઉત્તરપ્રદેશની ચૂંટણી છે. સંઘ ઈચ્છતો નથી કે આ મામલાને ચૂંટણીમાં હવા મળે.
ચંપત રાયને જોકે અભયદાન આપવાનું સૌથી મોટું કારણ આગામી ઉત્તરપ્રદેશની ચૂંટણી છે. સંઘ ઈચ્છતો નથી કે આ મામલાને ચૂંટણીમાં હવા મળે.

ચંપત રાયે કહ્યું- કાયદાનું પાલન કરીને લેવામાં આવે પગલાં
સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે ચંપત રાયે સંઘ સમક્ષ કહ્યું હતું કે તેમણે જે કંઈપણ કર્યું એ તેણે "નીતિશાસ્ત્ર" અને "કાયદા" ની મર્યાદામાં રહેતા કર્યું. જે જમીન મંદિર માટે ખરીદી હતી એ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું હતું. નિર્માણાધીન મંદિરની કાલ્પનિક રચના એ જમીન વિના પૂર્ણ થઈ શકી ન હોત.

તેમને કહ્યું- 'તમે લોકો જે નિર્ણય લેશો, હું તેનો સ્વીકાર કરીશ. તમે ઈચ્છો તો મને પદ પરથી હટાવી શકો છો. મે હિન્દુ ધર્મ માટે મારુ જીવન સમર્પિત કર્યું છે. સંઘનો આદેશ જે હશે, તેનો હું પાલન કરીશ.'

જો કે, ચંપત રાયને પદ પરથી દૂર ન કરવાનો વિશ્વાસ આપ્યો. બેઠકમાં તે વાતનો પણ નિર્ણય લેવામાં આવ્યો કે હજી મંદિર માટે ટ્રસ્ટ તરફથી ખરીદવામાં આવી રહેલી જમીન પર સંપૂર્ણ પણે રોક રહેશે. ચંપત રાયને તે પણ જણાવવામાં આવ્યું હતું કે રામ જન્મભૂમિ સાથે જોડાયેલા મામલામાં તેઓ કોઈ નિર્ણય નહીં લેશે. મીડિયા જ નહીં, કોઇની સાથે પણ આ વિવાદ પર વાત નહીં કરે.

સંઘ ચંપક રાયને લઈને મૂંઝવણમાં છે. ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં જો ચંપત રાયને હટાવવામાં આવે છે તો લાગશે કે સંઘ દ્વારા જ આ આરોપની પુષ્ટિ કરવામાં આવી છે.
સંઘ ચંપક રાયને લઈને મૂંઝવણમાં છે. ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં જો ચંપત રાયને હટાવવામાં આવે છે તો લાગશે કે સંઘ દ્વારા જ આ આરોપની પુષ્ટિ કરવામાં આવી છે.

ચંપત રાયને ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં કારણે મળ્યું અભયદાન?
સૂત્રોનું માનીએ તો ચંપત રાયણે જો કે અભયદાન દેવાની સૌથી મોટું કારણ આગામી ઉત્તર પ્રદેશની ચૂંટણી છે. સંઘ નથી ઇચ્છતા કે ચુંટણીમાં આ મામલો વકરે. પ્રયાસ છે કે ચૂંટણી સુધી ચંપાર રાયને આ પાડા પરથી દૂર કરવામાં નહીં આવે. જો સ્થિતિ સંભાળશે નહીં તો પછી ચંપત રાયણે કઠેડામાં ઊભા કરીને પદ પરથી હટાવવાનો આદેશ આપવામાં આવશે.

ખુલાસ પહેલાં ભગવાન રામની શરણમાં પહોંચ્યા ચંપત રાય
ચંપત રાયે સંઘની બેઠકમાં હજાર થતાં પહેલા 69 જુલાઈની સવારે ચિત્રકૂટના દેવતા કામતા નાથ (રામનું જ એક સ્વરૂપ)ના દર્શન કર્યા. ત્યાર બાદ કામદગિરિ પ્રમુખ દ્વાર કમાતા નાથ મંદિરના સ્વામી મદન ગોપાલ દાસજી મહારાજ સાથે મુલાકાત થઈ. મદન ગોપાલ દાસજી જણાવ્યુ, 'ચંપાર રાયે જમીન વિવાદ મામલા અંગે તેમની સામે બધી જ સ્થિતિ સ્પષ્ટ કરી. તેમને જમીન ખરીદવાથી લઈને જમીનના ભાવ વધવા સુધીની તમામ વાતો જણાવી. તેમને એવું પણ જણાવ્યુ હતું કે તેઓ તપાસ માટે તૈયાર છે. તેમની વાતો સાંભળ્યા બાદ મને નથી લાગતું કે તેમની તરફથી કોઈ ગોટાળો થયો નથી. તેમનું જીવન એકદમ ડાઘ વિનાનું છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલા માટે તેમાં ઉપસ્થિત લોકોને નીકાળવાનો નિર્ણય યોગી સરકાર જ કરશે. તે જગજાહેર છે કે આ નિર્ણય પર મહોર તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની જ લાગશે.