તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gelatin Found In Scorpio Parked Outside Mukesh Ambani's House, Car Number Also Found To Be Incorrect

એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર:મુકેશ અંબાણીના ઘરની બહાર ઊભી રહેલી સ્કોર્પિયોમાંથી જિલેટિન મળી આવ્યા, કારનો નંબર પણ ખોટો નીકળ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે કાર્માઇકલ રોડ સ્થિત એન્ટિલિયાની એક બાજુના તમામ માર્ગ બંધ કરાવી દેવાયા  હતા. - Divya Bhaskar
પોલીસે કાર્માઇકલ રોડ સ્થિત એન્ટિલિયાની એક બાજુના તમામ માર્ગ બંધ કરાવી દેવાયા હતા.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે ગુરુવારે સાંજે એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી ઊભી રહેલી જોવા મળી હતી. આ અંગે માહિતી મળતાં મુંબઈ પોલીસની ટીમ બોમ્બ-સ્ક્વૉડ સાથે ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે કાર્માઈકલ રોડ સ્થિત એન્ટિલિયા તરફ આવનારા તમામ માર્ગ બંધ કરાવી દીધા હતા. બોમ્બ-સ્ક્વૉડે કારની તપાસ કરી તો કારમાંથી જિલેટિન મળી આવ્યા છે. બાદમાં પોલીસે કારને જપ્ત કરી હતી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પૃષ્ટિ કરી
મહારાષ્ટ્રના ગૃહમંત્રી શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયા પાસે શંકાસ્પદ કાર મળી છે. કારની તપાસ સમયે પોલીસને જિલેટિન મળી આવ્યા હતા. તપાસ સમયે કારનો નંબર પણ ખોટો નીકળ્યો છે.

કારની તપાસ માટે તૈયારી કરતાં બોમ્બ-સ્ક્વૉડના જવાનો.
કારની તપાસ માટે તૈયારી કરતાં બોમ્બ-સ્ક્વૉડના જવાનો.

અત્યારે પોલીસે કારને સ્થળ પરથી હટાવી લીધી છે. હવે કારનો મૂળ માલિક કોણ છે એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

શંકાસ્પદ કારની તપાસ કરતી મુંબઈ પોલીસ ટીમ.
શંકાસ્પદ કારની તપાસ કરતી મુંબઈ પોલીસ ટીમ.

વાઇરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઇરલ થયો છે. એમાં જોવા મળે છે કે અંબાણીના ઘર એન્ટિલિયા પાસેના માર્ગ પર એક ગ્રે કલરની કાર ઊભી છે. બોમ્બ-સ્ક્વૉડની ટીમ એની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...